ચાલશે - ૫
ચાલશે - ૫


અનલોક ...૧
આવી ગયો જૂન મહિનો..કાલે પહેલી જૂન ૨૦૨૦. વેકેશન પૂર્ણ થવાની તૈયારી ! પણ વેકેશન જ વેકેશન હતું..તેની દુ:ખદાયક પરિસ્થિતિ ફક્ત બાળકોને જ ખબર છે. છતાં સૌથી ધૈર્ય એમણે ધર્યું. ઘણાં બાળકો તો પરીક્ષાની તલવાર માથે લઈ જીવ્યા.તેમાં કેટલી હોસ્ટેલો તો કેટલીક, ખાનગી પેઈંગ ગેસ્ટવાળી હોસ્ટેલ તો કોઈ જગ્યાએ સ્ટૂડન્ટ હાઉંસિગો પણ બંધ પડી ગઈ...હવે એવું થશે કે વિદ્યાર્થીઓ શું પોતાના જ શહેરની કોલેજો ને સ્કૂલો ચાલશે કરી સ્વીકારી લેશે.
ચાલો ટીવીઓ ધમધમતા થયા..સમાચાર જોવા કારણ કાલે શું ખુલશે ને શું બંધ રહેશે..? જાણવું છે..સવારના ઉઠ્યા તો પ્રધાનમંત્રીના એપ પર તેમનો પત્ર સામે આવ્યો...પત્રમાં વર્ષ દરમ્યાન કરેલી કામગીરીનો અહેવાલ હતો..ને ભારતની પ્રજાને ફરી વિનંતી છે..
. .ઘણાંએ કોસ્યા એમને કહ્યું કે તેમણે સમય આપવો હતો ..પછી ટ્રેનો બંધ કરવી હતી...મને તો ભાગલા વખતે જેથયું હતું કે લોકો જે રીતે દોડતા ભાગતા..હતા ટ્રેનોમાં જે ચિક્કાર ઉપરા છાપરી પડતા લોકો ને અફડાતફડી મચી જાત..જે શિસ્તતાથી આજે જઈ રહ્યા છે તે કદાચ તે વખતે ન જ હોત..ઘણાંએ આગળ આવી તેમને મદદ કરી છે..શેનું સુદને સેલ્યૂટ (સલામ) કરવાનું મન થાય છે. લોકો એ ફોટા પાડ્યા મીડીયા પર મૂક્યા પણ તેમના હાથ ન પકડ્યા..મજદૂર પણ ધીરજ ધરી શક્યા હોત...શું કમાવા પાછા નહિ ફરવું પડે..? ત્યારે શું થશે..? શહેરને શહેરના એક એક હાથ લાંબા કરી એશોઆરામથી ખાવાની પડેલી ટેવ વાળી પ્રજાને કામે વળગાડો..કામ નહિ કરીએ ચાલશે તેમાંથી વીણી વીણી બહાર કાઢો..ગરીબીની દુઆ ન માંગો તેને દૂર કરવાનું તેમને સમજાવો..!
બીજી બાજુ લોકોએ ચીની એપ ચીજ વસ્તુનો બોયકોટ કરવાની માંગ આવી રહી છે ? ગળામાં ઉતરી ગયેલું ઝેર નીકળશે..? આપણી બોર્ડર પર શું થઈ રહ્યું છે ? ચીનની ઘૂસણખોરી..ફરી હિન્દી ચીની ભાઈ ભાઈ લઈ આવેલા વડાપ્રધાનના વારસદારની ભેટ નથી...શું ચાલશે ..ના આજે જોયેલો ઈન્ટરવ્યું જરનલ શંકર, ચૌધરીની વાતો સાંભળી તેઓ કહે છે ,”હવે ૧૯૬૨નું ભારત નથી.. હા,કદાચ હજુ આપણે વિચારીએ કે જો..ચીન ભારતીય સીમામાં ઘૂસેડી બની ઘસી આવ્યા છે...જાણે છે કે..ભારતનું લોકડાઉન ને તેની આર્થિક પરિસ્થિતિ તણાવમાં છે...! રાજનાથ સિંહએ કહ્યું કે ભારત પાસે એક શક્તિશાળી મગજ છે..લોકો તેને જાણે છે...ચીન શું કરવા માંગે છે ? પોતે ડરે છે..? વિચારો કે મેડ ઈન ચાઈના વગર તમને ચાલશે તો કરો એનો બોયકોટ...ઘર ઉદ્યોગને વિકસાવો..વિચારો ને બદલો.
ચાલો ખૂલ્યા મંદિર..ભગવાનનને લાગ્યું કે હવે જગ્યા..હું પણ ક્યાંથી લાવીશ માટે હવે હજારોના એકરમાં અબજોના ઘરેણાંવાળા ભગવાનનાં દરવાજા ખોલાવી ભક્તો ખુશ છે ! અરે તેને ફરિયાદ કરો પેલાં ગરીબ મજૂરોની..! ચાલશે મંદિરોમાં નહીં જાઓ તો..કારણ તમારા પૈસે જ મંદિરમાં તમારું સંક્રમણ વધશે.
મંદિરમાં ભગવાનને જ બિચારાને કેટલી પરીક્ષાઓ પછી ભક્ત પહોંચી શકશે..ઘરમાં મંદિરમાં બીજા પ્રભુ છે ? તો ઘરમાં મંદિરો નવસાવો..તો ચાલશે પણ ભક્તોની આંખો અમીર ભગવાન જોવાની આદત પડી છે તેથી ઘરના ભગવાન તો બિચારા લાગે છે..એ ભગવાન નથી ચાલવાના..મંદિરના દરવાજા ખૂલશે ત્યારે શું સોસિયલ ડીસ્ટન્સ ...રખાશે કે..પછી નદીના પૂરમાં પણ નમાજ કોઈ રીતે સોસિયલ ડીસ્ટન્સ વગર પઢાઈ..શું દયનિયતા કે ડર નથી !
અંતિમ ને આખરી વાત અનલોક -૧ જો કોરોનાને સાથે લઈ જીવાડશે ક્યાં લોકોને મારશે...જો લોકો નહીં સમજે કે જે જીવનની ઘોર ખોદી છે ચીને તે આખા વિશ્વને લઈ ડૂબાડવાના પ્રયત્નોમાં જાન મૂઠીમાં લઈ જીવવાનું છે...ત્યાં ચાલશે નહીં પાડશે..માટે બચો ને બચાવો..ખાસ શ્રી. વડા પ્રધાન નમોનો પત્ર જરૂર વાંચોને ખુશી માણો.કર્યુ છે તે દેખાશે ને કરશે તે ક્યાંક દેખાશે. ચાલો ફરી ખુશી અનલોક ૧ ની પણ માનો કે ન માનો પણ બુજૂર્ગ લોકો મહેરબાની કરી ઘરમાં રહો સેફ રહો. તે વધુ ચાલશે ઘરના ને આપણાં માટે.
આમ ગણો તો ઉલ્ટી ગિનતી ચાલુ..૧/૨/૩/૪/૫ ની ૦૧..અનલોક ૧...બધું જ સવારે પાંચથી રાત્રે નવ સુધી ખુલ્લું પણ શરતો સાથે..પણ રહી ગયેલા ભક્તોના મંદિરો ખુલ્લા, બાળકો માટે શાળાઓને પરીક્ષાઓમાં ઉતાવળ ન થાય...તેની વિનંતી.