Jayshree Patel

Others

3  

Jayshree Patel

Others

ચાલશે ૬

ચાલશે ૬

2 mins
195


 પહેલાનાં પાંચ ચાલશેમાં આપણે જોયું હતું લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ખૂબ ઝઝૂમ્યા.. ધીરે ધીરે નવેમ્બર ૨૦નું આગમન થયું, લોકો દિવાળીનાં મૂડમાં આવ્યાં. અરે હું પણ વડોદરાથી ફ્લાઈટમાં ૮મીની આસપાસ પહોંચી ગઈ ગુડગાંવ ... દિલ્હી એરપોર્ટ પર માસ્ક પહેરીને ઉતરી ત્યારે વિશ્વાસ આવ્યો કે માનવ ફરી શકે છે..!

    હાશ ! પણ એક ગભરાટ તો ચૌદ દિવસ સુધી રહ્યો..ખોટું નહિ કહું ! પણ કુટુંબ સાથે સરસ મજાની ઘરમાં રહી ઓછા ફટાકડાં સાથે દિવાળી ઉજવી, દિલ્હીની લાઈટો જોઈને આનંદ મનાવ્યો. અરે ! માનવ સમજ્યો ચાલો કોરોના હવે નહિવંત જેવો જ છે.. ચાલશે માસ્કને છોડોને માસ્કહીન મુંબઈગરાઓ લોકલ ટ્રેન અને બસમાં બિંદાસ્ત થઈ ગયાં. પેલી ચૂંટણી આવી અને સરકાર પણ સૌમ્યપણું આદર્યુ, તો નવા સ્ટેડિયમમાં પણ બાળગોપાળ મોટા નાના સર્વે પહોંચી ગયાં, સ્કૂલમાં મોકલવા મા બાપ હિચકિચાયાને મેચ જોવા દોઢલાખ લોકો કોરોનાને ભૂલી ગયાં. ટિકિટ ખર્ચી ક્રિક્રેટરોના ગજવા, તો સ્ટેડિયમનાં પૈસા છલકાવી આવ્યાં ને ગજવામાં કોરોના નામનું રીસ્ક ભરતા આવ્યા. બરસાનામાં હોળી ન ટળી .. ત્યારે લોકો પાસે ખૂબ પૈસાને ખર્ચ કરવા આનંદ હતો, હર્ષ હતો ઉલ્લાસ હતો...ને આવી પરિસ્થિતિ ફરી સામનો કરવાની તો.. સરકાર પર તવાઈ કરવા ઊભા થયાં. શું તમારું માસ્ક નહીં પહેરું ચાલશે, સેનીટાઈઝ નહીં કરું ચાલશે, સોશ્યલ ડિસ્ટન્સ નહીં રાખું તો ચાલશે..! તમને જ અઘરું નથી પડ્યું ? અરે કેમ ભૂલી ગયાં કે લગ્નોમાં ભેગા થયાં ? શું સાદાઈથી ન થાત ! બસો માણસ આવે તો જ લગ્નને પ્રભુ કે સમાજ મંજૂરી આપશે..?

    વેકસીન લેવા ગઈ તો એક કાકા બોલ્યાં,” હાશ ! વિશ્વનું સૌથી મોટું કામ પૂર્ણ થયું મારે તો !” હું બે મિનિટ હિચકિચાટ સાથે ઊભી રહી ગઈ. મનમાં થયું શું વિશ્વ માટે કે તમારી સેફ્ટી માટે કે તમારી સાથેના પાર્ટનર માટે... કોના માટે લીધું ? 

    મે તો ખરેખર યાદ કર્યા દિવસ રાત મચી પડેલા રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકોને તેની સાથે કદમથી કદમ મેળવનાર તેમના સાથીદારોને... વેકસીન આપનાર તે કોરોના વોરયર્સને.. આભાર એ સર્વેનો કે મને કે મારા જેવા અનેકોને રક્ષણ આપવા મહેનત કરી રહ્યાં છે. મને તો હજું ત્રીજો બુસ્ટર ડોઝ પણ લેવો પડશે તો પણ ચાલશે !


Rate this content
Log in