Jayshree Patel

Others

3.8  

Jayshree Patel

Others

મન મંથન સ્વનું - ૩

મન મંથન સ્વનું - ૩

1 min
220


 માનવતા એની પર શું છે ? કાંઈ જ નહીં. માનવ માનવતા વિસરે એટલે દેવી દેવતા ને દાનવની વાત યાદ કરવી પડે. માનવતા હિન માનવી એટલે જેનામાં દાનવ વૃત્તિ જ હોય તે. રાવણ અંહકારી હતો પણ મારા સ્વ મતે એને હું માનવતા વગરનો ન સમજું કારણ તેણે દેવી સીતાને બહુ જ સંભાળપૂર્વક દાસીઓની વચ્ચે તેની મરજીવાળી જગ્યાએ રાખ્યા હતા. દાનવ બની અત્યાચાર નહોતા કર્યા..સીતા પવિત્ર હતા એ જાણતો હતો. દાનવ તો ધોબીના વિચાર હતા તેથી જ માનવતા હિન માનવી કાલ્પનિક કથાઓમાં પણ રચિત છે. રાવણ શંકર ભક્ત હતો. ગર્વ સર્વનો નાશ કરે..

તુલસી દાસજી કહી ગયા છે:

મુખ દિયો પ્રભુ ભજનકુ, સુનન દીયો હે કાન;

તીરનકુ દી દીનતા, બડનકુ, અભિમાન.

 કંચન તજવો મુલભ (દુર્લભ)હૈ સુલભ ત્રિયકો નેહ,

 નિંદા સ્તુતિ ત્યાગવો, તલસી દુર્લભ અહ..

જીવનમાં માનવી પોતે જ વિચારોની સાથે બંધાયેલો છે.

હમણાં હમણાં એક કુટુંબ આખું આ મહામારીની ચપેટમાં આવી ગયું, એક પછી એક ઘરના મોભીનું મૃત્યું થયું. સરકાર માનવતા ચૂકી ગઈ, પણ કુટુંબના એક સભ્ય આંખ સામે માનવતા મરતી ન જોઈ શક્યા તેણે પોતાની માનવતાથી પોતાના વડીલનું ઋણ જેટલું ચૂકવાય તેટલું નિ:સ્વાર્થ ભાવે ચૂકવ્યું. છતા માનવ મન હતું તે હતા શાની ગર્તમાં આવી ગયું..આ હતાશા ક્યાં વળે..? ક્યારેક પ્રભુની આસ્થા વધે ને ક્યારેક પ્રભુ પ્રત્યે નિરાશા ઉદ્ભવે. પણ પ્રભુ જ અદ્રશ્ય શક્તિ છે..તેણે જ જન્મ મરણના આ ચોર્યાશી ફેરા નક્કી કર્યા છે..તે જ એક સત્ય જરૂર છે..માટે જ માનવતા, શ્રદ્ધાની ક્યારે ઉપેક્ષા ન કરો.


Rate this content
Log in