Jayshree Patel

Others

3.3  

Jayshree Patel

Others

મન મંથન સ્વનું - ૨

મન મંથન સ્વનું - ૨

2 mins
196


   ઈશ્વરને તેની માન્યતા માટે જે વાડા બંધાયા છે, તેને વર્ષોનાં વર્ષોથી તોડી નથી શક્યા. જેમ ઠોકર ખાવાથી પહેલો શબ્દ મા કાઢીએ છીએ તેમ જિંદગીમાં દુ:ખનાં પહાડ તૂટી પડે એટલે ઈશ્વરને પોકારી ઊઠીએ છીએ. ગુનાની કે કર્મોની ક્ષમા યાચના કરીએ છીએ અને ઈશ્વર તરફનો અભિગમ બદલીએ છીએ. સ્વાર્થ માનવીને ઈશ્વર તરફની અપેક્ષા વધારી દે છે,જે સુખમાં ઉપેક્ષા જ કરતો તે. . બધુ જ જોનાર ને જાણનાર ઈશ્વરને છેતરવા મંડે છે. જેમ કવિ પ્રીતમ કહી ગયા છે ને. .

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;

      શૂરા ક્યાંથી આવે કે થાય ? જ્યાં આત્મામાં હરિ વસેલો હોવો જોઈએ ત્યાંથી. . હરિને શોધવા માટેનું કામ સમુદ્રમાંથી મોતી શોધવા જનાર જેટલું કઠિન છે. . શિશને જાનને દાવ પર લગાવવી પડે તો કદાચ પ્રભુ તરફ વળવાનો માર્ગ ત્યાગ સંકુચિત માનસ બદલવાથી જ પ્રાપ્ત થાય.

       તેવી રીતે વાડામાંથી મુક્ત થવા કબીરે રામ ને રહીમના ભેદ ભૂલવા કહ્યું. વાડો ને તેની વાડ જાતપાતના સંબંધોમાં વિણાયેલી છે. શું એક મુસલમાન કે ખોજાને ત્યાં રંધાયેલું પાપડનું શાક એક જૈનને ત્યાં આજે પણ સ્વીકાર્ય ? ના એ નહીં જબને. . પણ પાંચ છ વર્ષનું મુસ્લિમ કે ખોજાનું બાળક પોતાના જૈન મિત્રને ત્યાં ખાધેલું પાપડનું શાક બનાવી ખાય આનંદ માણે છે. . તો તે ત્યારથી જ વાડાબંધીનો શિકાર થાય છે. . માટે કબીર વર્ષો પહેલા કહી ગયા કે. .

જો સહ એક જાનિયા બહુ જાનેકા હોય,

એકૈ તેં સબ હોત હૈં સબ તેં એક ન હોય.

બાંટ બિચારી ક્યા કરે પથી ન ચલૈ સુધાર, 

રાહ આપની છાંડું કૈ ચલૈ ઉજાર ઉજાર.

કેટ કેટલાય વર્ષોથી સાંભળી સાંભળી કાનેથી શબ્દો અથડાય પાછા ફરે છે. સાચી માનવતા કે સદ્ કર્મ જયાં સુધી આત્માથી જાગૃત ન થાય ત્યાં સુધી બધા બાહ્યાચારના આડંબર જ છે. રસ્તો શું કરે રસ્તા પર ચાલનારને નવીનતા જ નથી અપનાવવી. . ઈશ્વર શું કરે માનવને માનવતા જ નથી અપનાવવી.


Rate this content
Log in