મન મંથન સ્વનું - ૧
મન મંથન સ્વનું - ૧


ઈશ્વરની સમિપતા માટે આત્મ શુદ્ધિ વાત કરી જેનું સુંદર ઉદાહરણ છે કવિ નરસિંહ મહેતા અને મીરાંબાઈ બંને કૃષ્ણ ભક્ત. જુઓ સંસારી તો તે પણ હતા. એ કે સંસારમાં રહી ભક્તિ કરી વિશ્વાસ ને શ્રધ્ધા સાથે તેના હરિજનવાસમાં જવું એ જ આત્માની શુદ્ધતા. તેથી હરિએ ડગલે ને પગલે ને પ્રસંગે તેની લાજ રાખી. તેની ભક્તિ એટલી પવિત્ર હતી કે દુ:ખ આવ્યા તોએ તેણે ગાયું કે.... પત્નીનાઅવસાન સમયે તેમની જીભેથી સરી પડ્યું, “ભલું થયું ભાંગી ઝંઝાળ સુખે ભજશું શ્રી ગોપાલ” તો ભગવાનને ભજવાની રીત નિરાળી દર્શાવી છે.
બીજું ઉદાહરણ આપીએ તો રાજરાણી મીરાં સુખની વાટ વિસરી છેડો ફાડી નીકળી પડી હતી હરિની સમિપતા શોઘવા. પરીક્ષા પ્રભુની કરી દીધી ઝેર તો પીધા પણ અમૃત માની..કેટલા નજીક હૈયે ને હોઠે તેમનાં ચાકર બની પદો ગાયા..તેમને મન પણ હરિને વાસ હરિજનમાં જ હતો તેઓ શુદ્ધ ભક્તિને આત્માની નીકટતાનો પરિચય આપે છે કે...
હરિ વસે છે હરિના જનમાં,
શું કરશો જઈ વનમાં… ટેક
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
જોગ કરો ભલે જગન કરાવો,
પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિ વસે છે હરિના જનમાં… હરિ..
-મીરાંબાઈ
અહીં મનનું મંથન મારા સ્વનું એટલું જ કે શા માટે વિશ્વાસ ને શ્રદ્ધાને ડગવા દેવા, સુખ ને દુ:ખ તો હરિના જ દીધેલા વિશ્વાસ ને અંધશ્રદ્ધામાં ન ફેરવો..ને આત્માને શુદ્ધ એરણ પર જ ટીપી કનક બનાવો..ને ઈશ્વરનું સાંનિધ્ય પામો...!