Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Jayshree Patel

Tragedy


4  

Jayshree Patel

Tragedy


મનનાં દ્વારે

મનનાં દ્વારે

3 mins 216 3 mins 216

આજે આ આરામખુરશી પણ ચુભી રહી છે, કેમેય મનને મનાવી નથી શકતો હું. આ વિચારોનાં વમળમાંથી મુક્ત થવું મારે માટે અતિકઠિણ હતું.

હિતેન્દ્રભાઈ મનોમન વિચારી રહ્યા હતાં ત્યાંj, અચાનક તેમની નજરો સમક્ષ એ બાળપણ પસાર થવા લાગ્યું. મિતેશ તેમનો આમ જોવા જાવ તો પિત્રાઈ ભાઈ જ થાય. ભાઈ કરતાં પણ વધુ તેઓ ઘનિષ્ઠ મિત્રો હતા.સાથે

ખાવું પીવું,ઉઠવું શાળાએ જવું. પોતે નાના હતા ને પિતાજી કલકત્તા છોડ્યું હતું. સંજોગો વસાત તેઓ ગુજરાતના નાના શહેર સુરતમાં રહેવાઆવ્યા હતા,ત્યાં પિતાજીએ નાની અમસ્તી બંગડીઓની ફેક્ટરી નાંખી હતી. પિતાજીના ભાઈ પણ સુરતમાં જ રહેતા.તેઓની જ શાળામાં હિતેન્દ્રભાઈને ભણવા મૂક્યાં હતા. બન્ને ભાઈઓનો સાથ લોહીની સગાઈ ઉપરાંત મિત્રોના અજોડ નમૂના રૂપ હતો.બધા જ મોંમાં આંગળા ખોશી જતાં આઅગાધ પ્રેમને જોઈ.

એક નાનું અશ્રુંબિંદુ તેમની આંખનાં ખૂણે આવી થંભી ગયું. કેવો કપરો સમય આવ્યો આજે કે કલ્પનાનાં દરવાજે ટકોરાં મારવાનું પણ ડરાવી જાય છે. બન્ને ભાઈઓ સરસ સંસાર ચાલતો હતો. દિવસ ઉગતા અને આથમતાં બન્ને જણ ક્યાંય દુનિયાના ખૂણામાં હોય એકબીજાની ખબર પૂછી જ લેતા.

એક સાંજે સાંજ જ ન પડી હોત તો ! હા આ કોરોનાના મહાસંક્રમણે મિતેશના ઘરને ભરડો લઈ લીધો. કાળખોર અજગર તેને, તેની પત્નીને, બે બાળકોને અને તેના પિતાને વિટળાય વળ્યો. ડોક્ટર ન ઓળખી શક્યા કે ન્યુમોનિયા છે કે કોરોનાના વિષેલો વાયરસ. નેગેટીવ ને પોઝીટીવના ચક્કરમાં તેને હોસ્પિટલમાં ને તેની પત્ની અને બાળકોને કોરોનટાઈનમાં ધકેલી ગયો. હિતેન્દ્રભાઈ હિમ્મત ન હાર્યા, ન ઉમ્મરને જોઈ ને હોસ્પિટલનાં ચક્કરો કાટતાં રહ્યાં. એક,બે ને ત્રણ મનનાં મજબૂત તેથી જાણ્યા છતા પોતાના કાકાને તો પોતાની પાસે જ રાખ્યાં. પણ ત્રીજા દિવસે મિતેશના સમાચાર જ આવ્યા ને ગામથી દૂર સ્મશાનમાં કુટુંબીઓ વગર જ. પણ હિતેન્દ્રભાઈને તો તેની લોહીની સગાઈ ઉપરાંત મિત્રનો સંબંધ ખેંચી રહ્યો હતો. તેમણે તેને અગ્નિદાહ આપ્યો પણ પોતે સ્થિતપ્રજ્ઞન રહી શક્યા, અંદરને અંદર આત્મા જાણે છૂટો પડી ગયો હોય એમ તરફડિયા મારતો રહ્યો. કાકાને દીકરાના પંડના દુ:ખદ સમાચાર કેમને કેવી રીતે આપું ?

બરાબર એક અઠવાડિયાના અંતરે કાકા પણ તે દીકરા પાછળ ચાલ્યા ગયા. મિત્રને તો અગ્નિદાહ આપી શક્યા પણ ભક્તિમયકાકા પાસે કોઈએ ન જવા દીધા. એક જ અઠવાડિયાની સેવા તો કરી શક્યો, આશ્વાસન હતું. અંતરથી વિચારોના વમળ નીકળતા નહોતા. નાના બાળકની જેમ કલ્પનાઓ આવતી, ફોન રણક્યોની ભ્રાંતિ થતી.

આજે જ પાછા આરામખુરશી પર બેસતાં બાળકની જેમ વિચાર આવ્યો કે...”મિતેશના બદલે કોઈ બીજાનો મૃતદેહ મળ્યો તો નહોતોને ? આ હોસ્પિટલોમાં થતાં ગોટાળાનો તો અમે શિકાર નથી થયાને ? જાણે અજાણે મિતેશ અમનેછોડી ક્યાંક છૂપાયો તો નહિ હોયને ? ફરી ફરી એ જ બે અશ્રુંબિંદુ ફરી ફરી

આંખના ખૂણા ભીના કરી ગયા. 

ત્યાં જ કોઈએ બૂમ મારી, ”હિતેન્દ્ર ચાલ તૈયાર છે ને ? નીલકંઠ મંદિરે આજે પૂજા વિધિ કરવા જવાનું છે ને?

પૂજા કરતાં કરતાં બાળપણની એ વાતો તેમનાં ચિત્તને ભ્રમિત કરી દેતી હતી. જૂના ગીતો ગાતા ગાતા તે તેની શાંત પ્રકૃતિ છતાં કેવો ખિલખિલાટ હસી પડતો ! છાનામાના તાપી નદીને કિનારે રખડવાનો અનેરો આનંદ

ક્યાં મળશે ? પેલી બહેનપણીઓની વાતો યાદ કરતાં તો હજુ પણ તે શરમાય જતો. ઘરમાં થતી પાર્ટી કે જમણવાર વખતે તેના ટૂંચકા સાંભળી આજના બાળકો તેને બાળક જ ગણતાં. જ્યારે હિતેન્દ્રભાઈ તેને બે કસ સિગારેટના પીવા કહે તો પણ આગળપાછળ જોતો ને પછી જ કસ આજે પણ ડરી ડરી મારતો. કેવો એ આ કોરોનાનો ભોગ બની ગયો ! ત્યારે એને એવો જ ડર લાગ્યો હશે ?

મન તો કહે છે ઘરે ઘરે એક એક મિતેશ કે કાકા જેવા કુંટુંબિઓ ગુમાવ્યા હશે જ. એવું મન મનાવી લેવું  કે આટલા નજીક રાખવા છતાં હિતેન્દ્રભાઈ અને તેમના પત્નીને કાંઈ જ ન થયું તો કુદરતને આ જ મંજુર હતું ? શું કુદરતના લેખા જોખા કોઈ બદલી શક્યા છે ? વિશ્વભરમાં ફેલાયેલા આ કોરોનાના સંક્રમણનો ક્યારે અંત હશે ? કેટલાય ઘરોમાં આવી જ એક ઘટના સંક્મિત થઈ હશે?

હિતેન્દ્રભાઈએ પૂજા કરી ઋણ ચૂકવ્યું પણ, મનતો તોયે નથી માનતું કે મિતેશ જે તેમના મનની ખાતાવહીનું એક જમા પાસુ જ વહીમાંથી ભૂંસવાનું છે, તે ક્યા રબરથી ભૂંસે ! મનનાં દ્વારે કંઈ કેટલીય વાતો અથડાઈને

પાછી વળે છે ને પેલો ભ્રમ સાચો પડે, કોઈ કહે છુપાયેલો મિતેશ સાચે જ પાછો આવે ને કહે, ”બડી હું તને ખૂબ જ મીસ કરૂ છું.” મનનાદ્વારે ખુશી પાછી ફરે !


Rate this content
Log in

More gujarati story from Jayshree Patel

Similar gujarati story from Tragedy