ચાલશે - ૭
ચાલશે - ૭


કોરોનાની મહામારીએ શીખવી દીધો ચાલશે રૂપી મહામંત્ર. કદી વિચાર્યું નહીં હોય કે આપણને અઠવાડિયે એકવાર બહાર લંચકે ડિનર કરવા નહીં મળે તો શું થશે ? વાર તહેવાર નહીં ઉજવીએ તો શું થશે ? મંદિર મહાદેવ નહીં જઈએ તો શું થશે ? અરે અર્થતંત્ર આખું હાલી જશે તો શું થશે ?
જીવનમાં નાનામાં નાની જરૂરિયાતને આપણે ચાલશે નહીં મળે તો કહી અવગણી કાઢશું તેની કલ્પના પણ ન જ કરી હોય.. પણ તે પણ કોરોનાની મહામારીએ શીખવી દીધું. અર્થતંત્ર તૂટ્યું સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગીય માનવનું જીવનધોરણ તો ડૂબી જ ગયું. બચત તો હોય નહીં ને રોજની રોજી આવે નહીં તો ગરીબનો ચૂલો પ્રગટે નહીં.. તો કેટલાં દિવસ તે ચાલશે ને ચલાવી લે.. પેટ તો માંગે જ ને ? મધ્યમ વર્ગીય માનવી તો ન કહી શકે ન સહી શકે.. તેની પાસે બચત નામની મૂડી રાખી હોય કારણ તે તો માંગી પણ નહીં શકે તેથી ભૂખે મરીને પણ ચાલશે ના મંત્ર ને અપનાવી જીવન ધોરણ નક્કી કરી જીવશે.
આમ આ કોરોનાની મહામારી એ તો બધેથી જ ભરડો લીધો છે. બાળકો શાળાઓ બંધ ને ઓનલાઈન ભણવા પર જોર પડ્યું, મા બાપે ટેકનોલોજીવાળા ફોન વસાવ્યા ને બાળકોને આપ્યા કારણ તેમને ભણવાનું કેટલાં બાળકો તેનો સારો ઉપયોગ કર્યો તો કેટલાક તેનો દૂરુપયોગ કર્યોને મા બાપે આંખ આડા કાન કર્યા શું કરીશું ? ચાલશે ભણવા દો. ભારતમાં તો આમેય રેશિયો કાઢવામાં આવ્યો છે તોમાણસ દીઠ એક મોબાઈલ ફોનનો વપરાશ છે. અરે ! ત્યાં મોંઘવારી નહોતી પણ કોરોનાની મહામારીમાં સરકાર કાંઈ નથી કરી રડી રહેલાં લોકો જો ચાલશે અપનાવે તો કેટલીય બિનજરૂરિયાતની ચીજોનો વપરાશ ઓછો થતો જાય અને કોરોનાને નામે રોંદણાં જરૂર બંધ થાય.
કોરોના મહામારીએ હમણાં થોડા સમય પહેલાં માઝા મૂકી હતી, હોસ્પિટલો, ઓક્સિજન, કે સ્મશાન કશું જ બાકી નહોતું કે અછત ઊભી થઈ ગઈ હતી. એક વાત પૂછવી છે, ”છતાં એકેય માનવીએ ભારતની ધરા પર સ્વચ્છતા ઊભી કરી ? મારો સ્વઅનુભવ હું દસ દિવસ હોસ્પિટલમાં હતી ને મારી બારીની સામે જ મેદાન હતું. બે ત્રણ યુવાનયુવકો રમવા આવ્યા હતાં, તેમાંના એકે થોડી વાર રહી ત્યાંજ બાજુમાં જ પેશાબ (લઘુશંકા) કર્યો... હવામાં કોરોનાની મહામારી ભારતમાં ન ફેલાય તો નવાઈ ! મિત્રો આવા સ્વચ્છ ભારતમાં સરકાર શું કરે ? કાયદા વિરૂધ્ધ પકડાય તો પોલીસને કહેનાર યુવા પેઢી છે કે મને પકડી તમે તમારું અહિત કરી રહ્યાં છો ! ત્યાં પોલીસ કે સરકાર પણ કહેશે ને ચાલશે જ ચાલશે..
મિત્રો યાદ રાખો ચાર માસ્ક પહેરશો ને તો પણ કોરોના તમને વળગશે જ... કારણ રસ્તા પર થૂંકવું, રસ્તા પર લઘુશંકા કરવી, રસ્તા પર જ ખાધેલી પ્લેટો ફેંકવી વગેરે ચાલશે ત્યાં કોરાનાની મહામારી પણ ચાલશે...!
મિત્રો જ્યાં સુધી કુંભમેળા ભરાશે, પૈસા નથી પણ લગ્ન સમારંભો થાય છે ને થતાં રહેશે...ભેગા થઈ ટોળા વળી વ્યવહારો સચવાશે ત્યાં કોરોનાની મહામારીનો અજગર ભરડો લેશે જ.
ચાલશે ને સમજતા શીખો જરૂર સોશ્યલ ડિસ્ટન્સ, સફાઈ ને તમારી જાતને સાચવતા શીખો તો ગુમાવેલા તો પાછા નહીં આવે પણ ગુમાવીશું ઓછા જુઓ સંભાળવું તો પડશે તો જ જરૂર જાન છે તો જહાન છે કહી શકીશું.