કોણ છે એ અંતિમ ભાગ
કોણ છે એ અંતિમ ભાગ


શહેરમાં હત્યાકાંડ થયા ને હવે લગભગ 6 મહિના થઇ ગયા હતા, ઘોડબોલે અને તેની ટીમને હત્યારો કોણ હતો તેની તો જાણ હતી પણ હવે તેનો દેશભરમાં કોઈ પત્તો લાગતો ન હતો.
"સર, આ એઝેડ કંપની અને તેની પેન્સિલને કારણે નીપજેલી હત્યાઓનો કેસ હજી પણ ઉકેલાયો નથી. છેલ્લા 6 મહિનામાં અનેક કેસો ઉકેલાયા પણ આ કેસના ગુનેગારની ગરદન સુધી આપણે ન પહોંચી શક્યા."
"હા પાટીલ. મને ખ્યાલ છે. શહેરભરમાં તો આ વાત ભુલાઈ પણ ગઈ પણ હજી એ બે માતાઓ જેમના બે નિર્દોષ બાળકો મર્યા તેના આંસુ સુકાયા નથી."
"સર , મને એમ વિચાર આવે છે કે જેમ આપણા દેશમાં આ લાકડું ગેરકાયદેસર રીતે લવાતુ એમ કોઈ બીજા દેશમાં પણ લઇ જવાતું હોય તો ?"
"હા જ્હોન તારી વાત તો સાચી છે હોઈ શકે કે તો આ ગુનેગાર ત્યાં પણ હત્યાઓને અંજામ આપતો હશે."
"સર, તો આપણે બીજા દેશોની આવી હત્યાની ઘટનાઓની તપાસ કરીએ તો?"
"હા, ચાલો."
ઘોડબોલે, પાટીલ અને જ્હોન બીજા દેશોના એંગ્રેજી અખબારપત્રો જોવા લાગ્યા. આખરે નેપાળની રાજધાની કાઠમંડુમાં હાલમાં જ થયેલી બે હત્યાની ઘટનાઓ એ તેમનું ધ્યાન ખેંચ્યું ,જેમાં બે ફર્નિચર ફેકટરીમાં એઝેડ કંપનીની જેમ જ હત્યાઓ કરાઈ હતી.
અને તે સમાચારની અંતિમ લીટીમાં લખ્યું હતું કે એકે ફેક્ટરીમાંથી કોઈ અજાણ્યા આફ્રિકી યુવાનની મળી હતી, જેનો ફોટો પણ છપાયો હતો અને એ જ ચહેરો હતો જેને છેલ્લા 6 મહિનાથી ઘોડબોલેની ટિમ શોધી રહી હતી.
આખરે એ હત્યારાને કુદરતી રીતે જ સજા મળી ચુકી હતી.પણ ઘોડબોલેને અફસોસ રહી ગયો કે તે ગુનેગારને જીવતેજીવ પકડી ન શક્યા અને તેનો ગુનો કબુલ ન કરાવી શક્યા.
"કુદરતનો ન્યાય સાચો જ છે. એ વ્યક્તિને પોતાની પ્રથાને બચાવા માટેનો પ્રયાસ ખોટો હતો પણ હેતુ નહીં. દરેક લોકોના રીતરિવાજોની કદર થવી જોઈએ. એ વ્યક્તિએ ખોટો માર્ગ અપનાવ્યો એ એની ભૂલ હતી. નિર્દોષોની હત્યા કરવી ન હતી. આખરે એના જ કોઈ હત્યાકાંડમાં તેનો પણ જીવ ગયો." આમ કહી ઘોડબોલે આ હત્યાઓની માહિતી પ્રેસને આપવા નીકળ્યા.
(સમાપ્ત)