Pallavi Oza

Abstract

4.3  

Pallavi Oza

Abstract

કોલેજકાળનો સમય

કોલેજકાળનો સમય

2 mins
199


એ પણ એક સમય હતો જ્યારે,ભાવનગર એસ.એન.ડી.ટી. મહિલા કોલેજમાં મીના, જયશ્રી, તેમજ પલ્લવી ભણતી હતી મહિલા કોલેજ પાસે એક મોટો બગીચો જેને એ જમાનામાં "લવ ગાર્ડન" કહેવામાં આવતો. ( મીના અને પલ્લવી મામા ફોઈની બહેનો.) ત્રણેય પાકી બહેનપણીઓ, એકબીજા વગર ના ચાલે.

પલ્લવી બોરતળાવથી બસમાં આવે, ગંગાજળિયા તળાવથી બીજી બસમાં મહિલા કોલેજ પહોંચે, મીના વડવાથી અને જયશ્રી પોસ્ટ ઓફિસથી સાઈકલ ઉપર કોલેજ પહોંચે, કોમર્સ ફેકલ્ટીમાં પલ્લવી એ એકાઉન્ટન્ટ્સ વિષય રાખેલ જ્યારે મીના અને જયશ્રીએ સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય રાખેલ આથી વળતા એકબીજાની રાહ જોતા ઊભા રહે. ત્રણ વાગ્યે ત્રિપૂટી ભેગી થઈ જાય. મીના પોતાની સાઈકલ પર પલ્લવીને હમેશાં તળાવ સુધી લઈ જાય. છૂટતા સમયે વળાંક પાસે લચ્છુના પાઉં ગાંઠિયા અને આઈસક્રીમ પ્યાલી ખાવાની આ નિયમ રોજનો કારણ, બપોરે ત્રણ વાગ્યે ભૂખ પણ એટલી જ લાગેલી હોય.

કોલેજની લાયબ્રેરી વિશાળ, ત્યાં જઈને અનેક પ્રકારના પુસ્તકો, છાપાં, મેગેઝિન વાંચવાના, તેમજ ઘરે પણ લઈ જઈ શકાતા, તેની માટે દરેક જણને એક વાંચક ટિકિટ ફાળવવામાં આવેલ તેની ઉપર તમે ભણવાના અગર વાર્તાનાં પુસ્તકો આઠ દિવસ માટે ઘરે લઈ જઈ શકો. પલ્લવી ભણવાના પુસ્તકો લેતી જ્યારે મીના વાર્તાની ચોપડીઓ, જે ગમે તેટલી મોટી હોય બે દિવસમાં પૂરી કરીને નવી લઈ જતી, પલ્લવી તેને ખીજાતી અને કહેતી "વાર્તાની બદલે ભણવાની ચોપડી વાંચીશ તો પાસ થઈશ."

એ સમયે છોકરીઓ એલીફન્ટા તેમજ નેરોકટ પેન્ટ અને શર્ટ પહેરતી. આ ત્રિપૂટી પાસે વિવિધ પ્રકારના પેન્ટ તેમજ શર્ટ હતા તેઓ તે જ પહેરતા.

મીના, જયશ્રી અને પલ્લવી હંમેશા બે ચોટલા લેતા તેને રબ્બર બેન્ડમાં વાળી આગળ રાખતા, તેમજ શર્ટનુ છેલ્લું બટન ખોલી તેને ગાંઠ મારતાં, એ શું એ જમાનો હતો !

કોલેજનો વાર્ષિક ઉત્સવ હતો મીનાએ કહ્યું, "આપણે ત્રણેય વાર્ષિક ઉત્સવમાં હાજરી આપીએ."

પલ્લવીએ ના પાડી એનું મુખ્ય કારણ તેને રાત્રે બોરતળાવ સુધી પહોંચવું અઘરૂં હતું.

મીનાએ તેની વાત કાપતા કહ્યું, "રાત્રે મારે ત્યાં આવજે બીજે દિવસે કોલેજ મારા ઘરેથી સાથે જશું આમેય તારા ફૈબાનું ઘર જ છે ને" એમ કહીને હસવા લાગી. પલ્લવીએ હા પાડી.

બીજે દિવસે વાર્ષિક ઉત્સવ પૂરો થતાં રાત્રિનો એક વાગી ગયો, ત્રણેય મોજમસ્તી કરતા ઘર તરફ જવા નીકળ્યા, પોસ્ટ ઓફિસ આવતા જયશ્રી ખાંચો વળી ગઈ, મીનાએ સાઈકલ ભગાડી પણ તળાવ આવતા પાંચ છ કૂતરાં પાછળ દોડ્યા એ પણ ડાઘિયા, મીનાએ રાડ નાખી "પલ્લવી પગ ઊંચા લઈ લે‌" અને પોતે સાઈકલ ઉપર ઊભી થઈ ગઈ ને સાઈકલને ભગાડી જાણે હવામાં ઊડતાં હોય તેમ લાગતું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract