STORYMIRROR

Pallavi Oza

Children Stories

3  

Pallavi Oza

Children Stories

પરિવાર સાથે એક દિવસની ટૂર

પરિવાર સાથે એક દિવસની ટૂર

1 min
151

રોનક આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે એક દિવસની ટૂર પર ગયો. ઘરની બહાર નીકળ્યો ત્યારથી તેમણે ફોટા પાડવાના શરૂ કર્યા. સેલ્ફી, વિડીયો, તેમજ કેટલાય પ્રકારના ફોટા પાડ્યા. સાંજે ઘરે પાછા ફર્યા ત્યાં સુધીમાં તેણે આશરે બસો જેટલા ફોટા પાડી નાખ્યા.

રાત્રે બધાજ ફોટાઓ તેમજ વિડિયો વોટ્સએપ, ફેસબુક તેમજ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા. સાસરે ગયેલી મોટી બહેને ભાઈના મૂકેલ ફોટા જોયા.

બહેને રાત્રે ભાઈને ફોન કર્યો, ' તે મોબાઈલમાં બધી જગ્યાએ ફોટા મૂક્યા પણ મમ્મી-પપ્પા તેમજ કુટુંબીજનો સાથે કેટલો સમય વાત કરી ?"


Rate this content
Log in