Pallavi Oza

Romance

4.5  

Pallavi Oza

Romance

અનોખી દિવાળી

અનોખી દિવાળી

4 mins
413


આશા અને અમિત અમદાવાદની નવગુજરાત કોલેજમાં બી.કોમ.ના છેલ્લા વર્ષમાં સાથે ભણતા હતા જેમાં આશાને આગળ સી.એસનું ભણી કંપની સેક્રેટરી બનવાનું સ્વપ્ન હતુંં જ્યારે અમીત એલ.એલ.બીનું ભણી વકીલ થવાની મહેચ્છા ધરાવતો હતો. સાથોસાથ બંને એકજ સોસાયટીમાં ૨૦ વર્ષથી રહેતા હોઈ બાળપણથી પાડોશી પણ હતા. શાળા- હાઈસ્કૂલનો અભ્યાસ દીવાન બલ્લુભાઈમાં એક સાથે પૂર્ણ કરેલ.

 આશા રોજ એક્ટીવા હોન્ડા લઈ કોલેજ આવતી અને અમિત તેની બાઈક પર રોજ કોલેજ આવતો. બંને યુવાન હૈયામાં જુવાનીના જોમ, જુસ્સો હતા અને એકબીજા પ્રત્યે લાગણી ધરાવતા હતા.આશા ૫.૬" ઊંચી, ગોરી પાતળી અને આકર્ષક હતી જોતાં જ દરેક ને ગમી જાય તેવી હતી. તેની સામે અમિત પણ ૬ ફૂટ ઊંચો, સશક્ત અને હેન્ડસમ યુવાન હતો.આશાના મમ્મી રાધાબેન અને અમિતના મમ્મી કૌશલ્યાબેન પાડોશીની સાથોસાથ ખાસ બહેનપણીઓ પણ હતા, તેઓ ધરની કોઈપણ વસ્તુઓની ખરીદી કરવા એકસાથે કરવા જતા, દરવર્ષે પાપડ- અથાણાં જેવી વસ્તુઓ ભેગા મળીને બનાવતા.જેનાથી બંને કુટુંબ વચ્ચે ઘર જેવો સંબંધ બની ગયો હતો. દર અઠવાડિયે, પખવાડિયે કોઈપણ બહાને ભોજન, હોટલમાં ડીનર, પિકનિક કે પિક્ચર જોવાનો કાર્યક્રમ બંને ઘરનો સાથે બનતો, રાધાબેન અને કૌશલ્યાબેન જાણે બે બહેનો હોય તે રીતે રહેતા હતા. રાધાબેનના પતિ રમેશભાઈ અનાજ -કરિયાણા હોલસેલ વેપારી હતા અનાજ બજારમાં તેમની પેઢી ખુબજ પ્રખ્યાત હતી. જ્યારે કૌશલ્યાબેનના પતિ કિશોરભાઈ ગાંધીનગર ખાતે સચિવાલયમાં કલાસ વન ઓફિસરની જોબ કરતા હતા. બંનેને પોતપોતાની પત્નીનો પૂરો સાથ સહકાર મળતો હતો. બંને પરિવારોએ દિવાળી વેકેશન દરમિયાન કાશ્મીરમાં ફરવા જવાનો પ્લાન બનાવેલ તેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી.

કોલેજમાં દિવાળી વેકેશન પડી જવાનું હતું તે પહેલા કોલેજનો વાર્ષિકોત્સવ આવી રહ્યો હતો,તેનો દરેક વિદ્યાર્થીઓમાં ઉમંગ, ઉત્સાહ જોવા મળતો હતો. અમિત તેજસ્વી વિદ્યાર્થીની સાથોસાથ ઈતર પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર હતો. જેમકે, ડાન્સ, નાટક,ઞીત, વક્તૃત્વ સ્પર્ધામાં હંમેશા ઈનામો સાથે શિલ્ડ પણ મેળવતો. આશાને પણ નૃત્ય, ગરબા, નાટક ઈત્યાદિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતો હતો. કાર્યક્રમમાં સાથે ભાગ લેતા અને નાટકમાં મુખ્ય પાત્રનો રોલ ભજવતા વાર્ષિકોત્સવના આગલા દિવસે અમિતનું બાઈક બગડી જતાં તે નિરાશ થયો કારણ તેને વાર્ષિકોત્સવ માટે કોલેજ તરફથી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી, આશાએ અમિતને નિરાશ જોતા કારણ પૂછ્યું એ બંને એકબીજાની લાગણીને સમજવા લાગ્યા, અમિત વિચારતો હતો કે, આશા કેટલી બધી સમજદાર , શાણી, લાગણીપ્રધાન તેમજ વિવેકી છે,જો મને આશા પત્ની સ્વરૂપે મળે તો મારૂં જીવન ધન્ય બની જાય,આશા પણ વિચારતી હતી કે અમિત જેવો હેન્ડસમ, હોશિયાર અને લાગણી ધરાવતો યુવાન મને પતિ તરીકે મળે તો મારા જીવનના તમામ સ્વપ્નાઓ પરીપૂર્ણ થઈ જાય, છેલ્લા વીસ વર્ષથી જે કુટુંબની સાથે મારે જાન- પહેચાન છે તેઓની સાથે હું જલ્દીથી ભળી જઈશ. અમિત અને આશાની વિચારસરણી પણ મળતી આવતી હતી મનમાં ઉદભવતા એક સરખા વિચાર ને કારણે બંનેના દિલમાં કુણી લાગણી જન્મવા સાથે પ્રેમના અંકુર-બીજ ક્યારે રોપાયા તેની ખબર ના રહી હવે ક્યારે પ્રેમનો એકરાર કરવો તે આશા વિચારતી હતી જ્યારે, કોલેજના વાર્ષિકોત્સવ બાદ આશા સમક્ષ પ્રેમનો એકરાર કરવો એમ અમિત વિચારતો હતો. 

એક દિવસ કોલેજની કેન્ટીનમા બંને ભેગા થતાં એકબીજાની સામે જોતા મૌન થઈ ગયા બંનેના દિલમાં હલચલ થઈ, હિંમત ભેગી કરીને અમિત બોલ્યો આપણે બંને એક દિવસ સાથે વિતાવીએ તો કેમ ? આશા થોડી ક્ષણ માટે આશ્ચર્ય પામી પછી તેણીએ કહ્યું, શું વાત છે ? ત્યારે અમિતે જણાવ્યું કે મારે તારી સાથે થોડી અંગત વાત કરવી છે થોડી આનાકાની પછી આશાએ હા પાડી.

 બંનેએ શરદ પૂર્ણિમા ને દિવસે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ નક્કી કર્યો શરદ પૂર્ણિમા આવતા બંને અમીતની બાઈક પર બહાર ફરવા નીકળી પડ્યા, ઘરના સભ્યોને આ સામે કોઈ વાંધો ન હતો કારણ, બંનેના કુટુંબ વચ્ચે સારો મનમેળ હતો. તેઓએ સવારે લો ગાર્ડન પાસે નાસ્તાપાણી બપોરે ગ્રાન્ડ ભગવતીમાં લંચ લીધું બાદ રાજહંસ થીએટરમાં દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે પિક્ચર જોયુ, સાંજે ઈસ્કોનમોલમા જઈ થોડી ખરીદી કરી ત્યાં જ ડીનર કર્યુ, આખો દિવસ આ રીતે મોજ-મસ્તીમાં પસાર કર્યા બાદ રાત્રે કાંકરિયાની પાળ ઉપર બંને બેસવા ગયા ત્યારે શરદપૂર્ણિમાનો ચંદ્ર આશાના ચહેરાની જેમ જ પૂર્ણ રીતે ખીલી ઊઠ્યો હતો સાથે શીતલ પવનની લહેરખીઓથી આહલાદક વાતાવરણ અનુભવાતુ હતું. અમિત આશાની આંખોમા સતત એકીટશે જોઈ રહ્યો આશા પાણી પાણી થઈ ગઈ તેનું દિલ તો પહેલેથી જ ધડકી રહ્યું હતુંં. બંનેનુ એકસાથે મૌન તૂટ્યું, 'તું મને ગમે છે,' એમ કહીને બંને એકસાથે હસી પડ્યા, બંનેએ એકબીજાને હગ કરીને હાથમાં હાથ પકડી લીધા, આશાએ અમીતના ખભે માથું ટેકવી દીધું તે સાથે બંનેની આંખો અને હૃદય બોલી ઊઠ્યા આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. બંને જણાએ નક્કી કર્યું કે કાશ્મીર પ્રવાસે જઈશું ‌ત્યારે આપણા માતા-પિતાને કહીશું પછી તો બંને એકબીજા વગર રહી શકતા ન હતા, પ્રેમની આગ બે'બાજુ સરખી લાગી હતી.

કોલેજમાં વેકેશન પડતાં કોઈને કોઈ બહાને રુબરુ ભેગા થવા લાગ્યા તેમજ મેસેજ, વોટ્સએપ, ફેસબૂક, ઈંસ્ટાગ્રામ, ટ્વીટર વિગેરેના વ્યાપક ઉપયોગના સહારે તેમની પ્રેમ- નૌકા આગળ ધપી રહી હતી.

દિવાળી પહેલાંની અગીયારસે કાશ્મીર પ્રવાસે પોતાના સ્પેશ્યિલ વાહન દ્વારા પહોંચી ગયા, ત્યાં પણ કાશ્મીરની ધરતી પરની લીલી વનરાજી ચાદર અને ઠંડા ખુશનુમા વાતાવરણ વચ્ચે એકબીજાથી વધુ સમય દૂર રહી શકતા નહીં જેનાથી તેમના મા બાપ અજાણ ન હતા. કૌશલ્યાબેન અને રાધાબેને આ યુવા-જોડી લગ્ન કરી એક થાય, પોતાના બહેનપણાં સંબંધમાં ફેરવાય તેવી ઈચ્છા ધણા સમયથી હતી. આશા- અમીતે અગાઉ નક્કી કર્યા મુજબ ધનતેરસના શુભદિને સવારે તેમના માતા-પિતાને જણાવ્યું કે અમો એકબીજાને પસંદ કરીએ છીએ, અમારું જીવન એકસાથે જીવવા માંગીએ છીએ આ સાભળી બેઉની માતાઓ તો ખુશીથી પાગલ થઈ ગઈ અમારૂં કામ બંનેએ આસાન કરી આપ્યું, આ સાથે નક્કી થયું કે લાભ-પંચમીએ રીંગ સેરેમની ( વેવીશાળ) કરી દેવું, સૌ પોતપોતાની તૈયારીમાં લાગી પડ્યા બંને કુટુંબમાં આ દિવાળી અનોખી રીતે ઉજવાઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance