તણખલું
તણખલું
નાનો પૃથ્વી તણખલા ભેગા કરી ઢગલો કરી રહ્યો હતો. તેની મમ્મી આ બધુ જોઈ રહી હતી. તેવામાં એક ચકલી આવી તેણે એક તણખલું ઉપાડી ઝાડ પર મૂક્યું. બીજું તણખલું લેવા નીચે આવી.
પૃથ્વી તેની મમ્મી પાસે આવી કહેવા લાગ્યો. "મમ્મી, ચકલી શું કરે છે ?"
તેની મમ્મીએ કહ્યું, "તણખલા ભેગા કરી માળો બનાવે છે."
પછી મનમાં બોલી, 'વર્ષો પહેલા સાસુ ગુજરી જતા સસરા નામના તણખલાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી હતી. જે બે દિવસમાં જ પરલોક સિધાવી ગયા જેનો આજ દિન સુધી પસ્તાવો કરું છું.'