STORYMIRROR

Pallavi Oza

Children Stories

2  

Pallavi Oza

Children Stories

વરસાદમાં નિર્દોષ આનંદ

વરસાદમાં નિર્દોષ આનંદ

1 min
56

વરસાદની સીઝન ચાલી રહી હતી, આજે અનરાધાર વરસાદ વરસ્યો. નાના-મોટા સૌ ઘરની બહાર નીકળી પડ્યા હતા ભીંજાવા માટે. રોડ પર વાહનો લઇને સૌ કિકિયારીઓ પાડતા પલળતાં પલળતાં આનંદ લૂંટતા હતા.

મહોલ્લામાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા, નાના નાના બાળકો ચડ્ડીભેર બહાર નીકળી પડ્યા હતાં. કોઈ વરસાદમાં પલળતા હતા, કોઈ ચોળી ચોળીને શરીરનો મેલ ઉખાડતા હતા. તો કોઈ પાણીના ભરાઈ ગયેલ ખાબોચિયામાં છબછબિયાં કરતા હતા ને એકબીજા ઉપર પાણી ઉડાડીને નિર્દોષ આનંદની સાથે ખડખડાટ હસતા હતા.


Rate this content
Log in