Pallavi Oza

Inspirational

4.0  

Pallavi Oza

Inspirational

લીમડાની શીતળતા

લીમડાની શીતળતા

3 mins
125


ભૂમિ : એક આધેડ વયની સ્ત્રી જે વિદેશથી પાછી ફરી છે.

ધારા : ભૂમિની નાનપણની દોસ્ત

સ્થળ : ભાવનગરમાં ઘોઘા સર્કલ વિસ્તારમાં નાનો બંગલો

સમય. સવારના આઠનો

( પડદો ઉંચકાય છે )

( સવારનો સમય છે, પેન્ટ શર્ટ પહેરેલી દુબળી કાયા ધરાવતી ભૂમિ પોતાના બંગલાના બગીચામાં એક ઘટાટોપ લીમડા નીચે ઊભી ઊભી લીમડાના પાન ચાવી રહી છે, વિચારોમાં ગરકાવ છે કદાચ કોઈનાં આવવાની રાહ જોઈ રહી છે ધારા પ્રવેશે છે, તે બેંગોલી સાડીમાં આધેડ વયની જાજરમાન સ્ત્રી લાગી રહી છે. )

ધારા. : ક્યારે આવી અમેરિકાથી ?

ભૂમિ. : ગઈકાલે સાંજે.

ધારા. : આવતા જ મને બોલાવી લીધી ?

ભૂમિ. : હા, તારી સાથે મારે આપણા બાળપણની વાતો વાગોળવી છે.

ધારા. : એ તો નિરાંતે પણ થઈ શકત એકાદ દિવસ તે આરામ કર્યો હોત તો ?

ભૂમિ. : તારી પ્રશ્ન કરવાની આદત ગઈ નહીં એમ ને ? તને સવાર સવારમાં બોલાવી તારે ઘરના કામ મૂકી ને આવવું પડ્યું થોડું કષ્ટ થયું હશે નહીં !

ધારા. : ના, એવું નથી હું ફ્રી જ હોઉં છું તને કંઈક થયું છે તું દુઃખી લાગે છે ?

ભૂમી : વળી, પાછો પ્રશ્ન, અહીં કેટલી ઘડી ઊભા રહેશુ લે, હું અંદરથી ખુરશી લઈ આવું આ લીમડા નીચે શીતલ પવન આવે છે જે દિલને પણ શીતલતા આપે છે.

  ( ભૂમિ અંદર ખુરશી લઈને આવે છે, સાથે લીંબુ પાણી પણ લેતી આવે છે. ધારા ખુરશી લીમડા નીચે ગોઠવે છે, લીંબુ પાણી પીતા પીતા બન્ને ‌વાતોએ વળગે છે. )

ધારા : હું તને નાનપણથી ઓળખું છું તું ક્યારેય મુશ્કેલીમાં હોય, આગળ કંઈક પ્લાન બનાવવાનો હોય ત્યારે તું કલાકો સુધી આ લીમડા નીચે બેસે છે, બોલ તારા મનમાં શું ચાલી રહ્યું છે મારી સાથે દિલ ખોલીને વાત કર.

ભૂમિ : તું આજે પણ સાચી પડી ( ધારાને વળગી પડે છે ).

તને યાદ છે, આ લીમડો મારી મા એ મારા જન્મ પછી તરત વાવ્યો‌ હતો, તે મને હંમેશા કહેતી આ લીમડો તને તારા જીવનના સુખ દુઃખમાં સાથ આપશે.

ધારા. : હા, મને પણ તેમની કહેલી વાતો યાદ છે.

ભૂમિ : મારી મા મને કહેતી, " આ લીમડો વાવવાનું મૂખ્ય કારણ તે ખૂબ જ ગુણકારી છે, ધૂળેટી પછી લીમડામાં નવા પાન આવે છે તે પાન ખાવાથી કે તેનો રસ પીવાથી બીમારી દૂર ભાગે છે શરીર નીરોગી રહે છે" વધુમાં તેઓ એવું પણ કહેતા કે, "વાગ્યા ઉપર લીમડાના પાનનો લેપ કરવાથી ઘાવ રૂઝાય જાય છે."

ધારા : લીમડો ભલે ગમે તેટલો કડવો હોય પણ ગુણકારી છે, તે હંમેશા પોતાની મીઠાશ પ્રસરાવતો રહે છે, તેમજ અસહ્ય ગરમીમાં શીતળતા બક્ષે છે. ( હસી પડે છે )

ભૂમિ. : તને યાદ છે, એક વખત મા ના પગમાં છાલાં પડી ગયા હતા, અને મને આ જ લીમડાના પાન તોડી લાવવાનું કહ્યું હતું.

ધારા. : હા બરાબર યાદ છે, આપણે બાજુમાં રહેતા વિશાલને પાન તોડવાનું કહ્યું હતું તે પાન તોડવા માટે ના પાડી હોવા છતાં લીમડે ચડ્યો હતો, ને જોરથી નીચે પટકાયો, ખૂબ વાગી ગયું હતું બિચારાને. ( બન્ને હસી પડે છે )

ભૂમિ. : લીમડાના પાનનો લેપ લગાડવાથી મા બિલકુલ સાજી થઈ ગઈ હતી, આજે એવો જ કંઈક લેપ મને પણ....

ધારા : ક્યાં વાગ્યું છે બોલ જલ્દી હું પણ તને લેપ લગાડી દઉ.

ભૂમિ. : મારા ઘાવ દેખાય તેવા નથી તે કાળજામાં વાગ્યા છે, છેલ્લા એક વર્ષથી મારૂ જીવનચક્ર ફરી ગયું છે સંપતિની સાથે સંતતિ પણ કોઈ બેઠી છું, મારૂં સ્વદેશ પાછા ફરવાનું કારણ આ જ છે. લીમડાની છાયામાં બેસી મા ને યાદ કરવી છે, તેની કહેલી વાતોને વાગોળવી છે,આ લીમડાની છાયામાં સ્વ ચિંતન કરી પાછું ઊભા થવાની કોશિશ કરવી છે, મને ખાતરી છે કે મા નો વાવેલો લીમડો વર્ષો સુધી રસ્તે ચાલતા લોકોને છાંયડો આપી રહ્યો છે તેમ જ મારા જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરવાની મને હિંમત આપશે અને હું જીવનની હારેલી બાજી જીતી જઈશ. 

(આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે, ધારા ભૂમિનો હાથ પકડે છે.)

( પડદો પડે છે )


Rate this content
Log in

Similar gujarati story from Inspirational