STORYMIRROR

Pallavi Oza

Drama

3  

Pallavi Oza

Drama

આજની ભેટ

આજની ભેટ

1 min
211

આજે નહેરુ ચાચાનો જન્મદિવસ હતો, પોળમાં રહેતા વિઠ્ઠલદાસ બજારમાં ગયા, નીતનવા રમકડાં, દરેક પ્રકારની ચોકલેટ્સ, તેમજ બિસ્કિટની સારા પ્રમાણમાં ખરીદી કરી, શર્ટ, ટીશર્ટ, ચડ્ડી, બર્મુડા, લેંઘા, ઝભ્ભા વગેરે વિપુલ પ્રમાણમાં ખરીદ્યા.

 થેલા, બોક્ષ ભરીને રિક્ષામાં બેસીને અનાથાશ્રમમાં ગયા વિઠ્ઠલદાસને જોતા જ બાળકો તેની ફરતે ટોળું વળી ગયા. ચોકલેટ્સનો મોટો થેલો જોઈ બાળકો ખુશ થઈ ગયા.

વિઠ્ઠલદાસે બાળકો સાથે થોડાક મજાક- મસ્તી કર્યા,ચાચા નહેરુ વિશે જાણકારી આપતા કહ્યું,

આજે ચાચા નહેરુનો જન્મદિવસ છે, તેને બાળકો બહુ વહાલા, એમ કહી થેલા તેમજ બોક્ષમાંથી વસ્તુઓ તેમજ ચોકલેટ્સ આને બિસ્કીટ બાળકોને વહેંચતા કહ્યું, આજની આ ભેટ ચાચા નહેરુ તરફથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama