વરસાદમાં નિર્દોષ આનંદ
વરસાદમાં નિર્દોષ આનંદ
વરસાદની સીઝન ચાલી રહી હતી, આજે અનરાધાર વરસાદ વરસ્યો, નાના-મોટા સૌ ઘરની બહાર નીકળી પડ્યા ભીંજાવા માટે. રોડ પર વાહનો લઈને સૌ કિકિયારીઓ પાડતા પલળતાં પલળતાં આનંદ લૂંટતા હતા.
હરિજન વાસમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા, નાના નાના બાળકો ચડ્ડીભેર બહાર નીકળી પડ્યા હતા, કોઈ વરસાદમાં પલળતા હતા, કોઈ ચોળી ચોળીને શરીરનો મેલ ઉખાડતા હતા, તો કોઈ પાણીના ભરાઈ ગયેલ ખાબોચિયામાં છબછબિયાં કરતા હતા ને એકબીજા ઉપર પાણી ઉડાડીને નિર્દોષ આનંદની સાથે ખડખડાટ હસતા હતા.