કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧)
કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧)
કયારેક ટ્રેન મોડી હોય તો કયારેક વહેલી અાજ ટ્રેન વહેલી હતી. અમદાવાદથી નીકળી આજ હું બોટાદ જવા રવાના થયો હતો.. હું અમદાવાદની ધુળ ખાઈને રાત્રે બે વાગ્યે ટ્રેનમાં બેઠો. લોકો સુમસાન સુતાં હતાં. સવારે આઠથી સાંજના બે વાગ્યા સુધી અમદાવાદની ધુળ ખાઈને થાક્યો હતો.
લગભગ રાત્રે બે વાગ્યા સુધીમાં તો મેં ત્રણ નિદંર લઈ લીધી હોય... હા મને યાદ હતું, કાલ સવારે મારે કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે મારી કોલેજમાં? કેવા હશે મારી કોલેજના પ્રોફેસર? અત્યાર સુધી તો મારા મિત્રો સારા હતા હવે કોલેજમાં કેવા મળશે મિત્રો.. એના વિચારમાંને વિચારમાં જ આંખ મારી મિંચાઈ ગઈ...
કોલેજનો પહેલો દિવસ..
આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ?
હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો.
'તુ આવે છેને આજ કોલેજ?'
મેં 'હા' કહીને ફોન ટેબલ પર મુકયો..
લગભગ સાડાનવ વાગે હું કોલેજમાં આવી ગયો હતો.. કોલેજનું વાતાવરણ એકદમ રળિયામણું હતું. આજુબાજુ સરસ મજાના ખેતર હતા. કયારેક કયારેક કબૂતરનો અવાજ તો કયારેક ચકલીનો અવાજ મારા કાને પડતો હતો. અંદર પહોંચતા જ પ્રાર્થના શરુ થઈ ગઈ હતી. અફસોસ હતો કે પહેલા જ દિવસે જ હું પ્રાર્થનામાં જોડાઈ ન શકયો.. કોલેજમાં પ્રવેશ કરતાં જ હું પહેલા જ પ્રિન્સીપાલને મળ્યો.. પ્રિન્સીપાલના આવકારે મને ઘણો નિકટ લાવી દિધો.. પ્રિન્સીપાલ કલાસ સુધી મને મુકવા આવ્યા અને કહ્યું,'બેટા આ તારો કલાસ..' હું બે ઘડી તે પ્રિન્સીપાલ સામે જોઈ રહ્યો અને કલાસમાં મે પ્રવેશ કર્યો.
કલાસનું વાતાવરણ ખૂબ જ સરસ હતું. પહેલી વાર મળ્યા હોય એવું લાગતું જ નહોતું! જાણે જન્મ જન્મનો સાથ હોય તેમ બધા જ પક્ષીની જેમ કલરવ કલરવ કરી રહયાં હતાં. એટલામાંં જ મને આદર સહીત કલાસમાં મુકવા આવેલ પ્રિન્સીપાલ કલાસમાં આવ્યા. તેમનો નિયમ હતો જે નવા આવે તેમનો તેઓ ઈટ્રોડ્ક્શન લેતા. જેમાં મારો વારો પહેલો જ હતો કેમકે હું પહેલી બેન્ચ પર હતો .. સૌ પ્રથમ મેં મારું નામ પપ્પાનું નામ અને સ્કુલનું નામ કીધું .. પણ મને બે સવાલ એવા કર્યા કે હું થોડીવાર મુંજવણમાં મુકાઈ ગયો..
૧)પહેલો સવાલ- તમે શા માટે ફાર્મસીમાં એડમીશન લીધું?
૨)બીજો સવાલ - તમે ફાર્મસી કરી શું કરવા માંગો છો?
મારી સામે ફુલની જેમ હસતા તેમણે બે સવાલ કર્યા. મને ફાર્મસી કરવું ગમે છે. ફાર્મસી પુરુ કરી હું ફાર્મા કંપની શરુ કરવા માંગું છું.
'સરસ.. મને તેમણે કહ્યું..' અમારો લેકચર થોડીવાર પછી પુરો થયો..
હું થોડીવાર આમતેમ બેન્ચ પર થયો ત્યાં જ મારી નજર એક બેન્ચ પર પડી. તેની ભુરી આંખ ગુલાબી હોઠ લીલા રંગનો આછા પટાવાળો ડ્રેસ અને કયારેક કયારેક બારીમાંથી આવતા પવની ઝલકથી તેના માથા પરના વાળ ચહેરાને વધુ સુંદર બનાવતા હતા. હું કઈ આગળ વિચાર કરવા જાવ ત્યાં તેમણે પણ મારી તરફ નજર કરી.. તે પણ મારી સામું કોઈ હમણાં જ બે નદીના બંધનમાંથી છુટી એકલતા અનુભવી રહી હોય તે રીતે મારી સામું જોયું. મેં શરમાઈને નજર નીચે કરી તે પણ થોડી શરમાઈ. તે બારી બાજુ જોયને થોડું હસી... ફરી વાર તેણે ત્રાંસી નજરે મારી સામું જોયું. તે મારી સામે હસી... હું પણ તેની સામે થોડું હસ્યો. હું તેને હસતી જોય જ રહ્યો મને થયું ઘડીભર કેવી સુંદરતા. આવી સુંદરતા મે પહેલી વાર જોઈ હતી.અપ્સરા પણ તેની સામે ઘડીભર જોય રે તેવી સુંદરતા તેની હતી. મને તેની બાજુમાં બેસી કલાકો સુધી તેનો ચેહરો જોવા આજ મન થઈ ગયું . મને થયું શું નામ હશે એનું ?હું તેનું નામ જાણવા માટે આતુર હતો...
આજ મંગળવાર હતો હું લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહ્યો હતો.. સામેથી કોઈનો અવાજ આવ્યો. તે કોઈ સાથે વાત કરી રહી હતી.. હવે તો દરિયા કાંઠેના ખળખળ અવાજમાં પણ હું તેનો અવાજ ઓળખી કાઢું .. તેનો અવાજ બે જ દિવસમાં મે પચાવી લીધો હતો..
હું આજ લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી રહ્યો હતો.. તે મારી નજીક આવી. 'ઓહ! મને પણ પસંદ છે સ્વામીવિવેકાનંદનું આ પુસ્તક.. હું મારા ઘરે પણ રાખું છું..'
મેં હકારમાં માથું ધુણાવ્યું. 'તમને પણ પુસ્તક વાંચવું ગમે છે?' 'હા, મેં તો ઘણા બધા પુસ્તક અત્યાર સુધીમાં વાંચી લીધા છે..'
'મેં પણ..' 'ઓહ..! અહીં લાઇબ્રેરીમાં લોકોને ખલેલ પડી શકે છે. તો આપણે કોફીશોપ પર જઈને વાત કરીએ..'
'હા કેમ નહી!'
મેં હા કહીને અમે બન્ને કોફીશોપ પર આગળ વધ્યા. 'પણ, તમે તામરું નામ મને ન જણાવ્યુ..'
'મોનીકા..!'
'સરસ નામ છે, પણ મને નથી ગમતું.'
'કેમ?'
'આ જનરેશન પ્રમાણે..' તે હસી..
'હા, અને તમારું નામ કલ્પેશ એમને..'
મેં કહ્યું 'હા..'
'તમને કેવી રીતે ખબર પડી મારું નામ?'
'કલાસમાં ઈંટ્રોડક્શનમાં તમે બોલ્યા હતા..'
'ઓહો..!'
'તમે કોફી લેશો કે ચા?'
'કોફી ચાલશે!'
'તમને પણ મારી જેમ જ કોફી પીવાની આદત લાગે છે..'
'ના બોવ નહી પણ કયારેક કયારેક..'
ત્યાં જ સામેથી કોઈનો અવાજ આવ્યો મોનીકા! મોનીકા મારી સામે જ સ્મિત સાથે આવજો કહીને ચાલી ગઈ..
આજ વાર મંગળવાર હતો અને કૌશિકસરનો પ્રેકટીકલ હતો.. તેમના પ્રેકટીકલ અમારે ફક્ત સાંભળવાનું જ હોય.. કયારેક મોનીકા મારી સામું જોતી તો કયારેક હું પણ તેની સામે જોય મલકાતો. તેણે મારી સામે જોયું તેમણે એક ચીઠ્ઠીનો ઘા કર્યો મારી તરફ.. મેં હળવે રહી તે ચીઠ્ઠી ખોલી.. તેમાં સરસ શબ્દોમાં લખ્યું હતું, 'રસ જો મત.' પણ, મને એ ચીઠીમાં રહેલ વાક્યનો અર્થ ના સમજાણો. પણ એ કાગળ ફેંક્યું એ પરથી મને કવિતા લખવાનું મન થઈ ગયું..
"તમે ફેંકેલું એ કાગળ
હૈયું મારુ વીંધી ગયું !
હૈયાના સુતેલા દર્દ મીઠા
ધીમે રહી જગાવી ગયું !
તમારી તીરછી નજરના
સંદેશ મને એ દઈ ગયું !
છાની છાની પ્રીત એ
તમ પ્રીત જગાવી ગયું !
રહયા ક્ષોભના બંધન
તેય એ છેદી ગયું !
પડ્યો એ કાગળ હાથે વાગીને મને
કણ કણમાં વેરાય ગયું !
નાનકડું એ કાગળ
પ્રેમગાન ચીંધી ગયું!
એ કવિતા લખતા જ કૌશિકસરનો અવાજ બંધ થયો. હું કવિતા લખતો હતો ત્યારે મોનીકાનું ધ્યાન મારા તરફ જ હતું. તે તરત જ મારા તરફ આવી! હું કાગળને સંતાડવાની કોશિષ કરી રહ્યો હતો.. પણ તેણે કાગળ મારા હાથમાંથી લઈ લીધો.. પણ મેં અટકાવી.
'કેમ!! કોની માટે છે આ?'
થોડીવારમાં તો કવિતા વાંચી પણ લીધી.. 'ઓહ!! આપણા કલાસમા એક કવિ પણ છે એમને..' હું 'હા' જ બોલી શકયો.. મેં આગળ વાત બદલતા કહ્યું તમે પહેલો કાગળ ફેંક્યો તેમાં શું હતું. તેમાં ઊલટું કરો?
'ઓહ.. મત જો સર..!!' એમ કહીને તે હસવા લાગી જ્યારે તે હસતી ત્યારે તેના એ ચહેરા પરની ત્રણ ટીલડી બે ગાલ પર અને એક દાઢીની વચ્ચે એ ત્રણ ટીલડી તેના ચહેરાને ખીલેલા ગુલાબ જેવી કરી દેતી હતી.. જ્યારે તે ચાલતી હોય ત્યારે કોઈ માછલી દરિયામાં રમત કરતી ચાલતી હોય તેવું લાગતું હતું. કયારેક કયારેક તેના પગની ઘુઘરીનો અવાજ પણ મને સપનામાં ઊઠાડી દેતો હતો. તેના વાળ વાંકડિયા હતા પણ તેના ગોળ ચહેરાને લીધે શોભતા હતા... હું થોડીવાર વિચારમાં પડી ગયો. ત્યાં જ તે બોલી.
'તો તમને પણ કવિતા લખવાનો શોખ છે એમને?'
'હા નાનપણથી!' ત્યારથી મોનીકા મને કવિ તરીકે બોલાવતી હતી.. કવિ તમે આમ ન કરી શકો ? ચાલોને કવિ આપણે કોફી શોપ પર જઈએ.. ચાલોને કવિ આપણે કલાસ રુમમાં જઈએ..
.................................ક્રમશ:

