કંકર
કંકર


અંજલિની જિંદગી ઘઉંમાં પડેલા કંકર જેવી હતી. રોજ ઘરના મેણા ટોણા મારતા કે બે પથ્થરાને જન્મ આપ્યો એક તો વારસ પેદા કરવો હતો. પતિ પણ સામેલ હતા. પિયરમાં કહ્યું તો કહે એ જ તારુ ઘર છે હવે જીવે તો ય ત્યાં ને મરે તોય ત્યાં જ. અહીં તારા પથ્થરાને લઈને ના આવતી. કંકર જેવુ બની ગયું જીવન, ના માટીમાં મળી શકતી કેના ઘઉંમાં રહી શકતી. છતાંય સહન કરતી રહેતી.
દેરાણીને દીકરો હતો તો એના માનપાન હતા. બધાને ઘરમાં આંખમાં પડેલ કંકરની જેમ ખૂંચતી રહેતી. ફરી એકવાર અંજલિ બે જીવ સોતી થઈ તો ઘરમાં એક જ વાત કરે કે જો દિકરો જ આવવો જોઈએ. ફરી ત્રીજી દિકરી જન્મતાં અંજલિને દિકરીઓ સહિત ઘઉંમાંથી કંકર ફેકે એમ ધક્કા મારી રોડ પર ફેંકી દીધી.