કંગન ~ગોમતીના તળાવનો રાતિયો.
કંગન ~ગોમતીના તળાવનો રાતિયો.
કંગન ~ ગોમતીના તળાવનો રાતિયો.
પ્રકૃતિની ગોદમાં વસેલું ગોમતી ગામ, એક બાજુ અલખની ધુણી ધાખાવતો ગીર, અને તેની તળેટીમાં હર્ષ ઉલ્લાસ કરતુ નાનું ગામ ગોમતી. અહીં બધા સંપ અને સહકારથી રહે.
આ ગામનો મુખી દયાનંદગિરી. જેવું નામ તેવો સ્વભાવ. પ્રાણી માત્ર માટે કરુણા. તેને એક દીકરી, નામ તેનું જીવી અને એક દીકરો જીવન. આવા મિલનસાર માનવીને પણ દુઃખ. તેની છોકરી જીવીને બાજુના ગામના શાહુકારના દિકરા ભેરુ સાથે પરણાવી હતી. દીકરી જીવીને સાસરે વળાવી તેના ત્રીજે દિવસે, તે અચાનક મરી ગયેલી. આમ દીકરીના અકસ્મિત મોત પછી,દયાનંદગીરી દુઃખી હતો. તે હવે તેનું જીવન પ્રભુ સેવામાં વિતાવતો. તેનો દીકરો જીવન તેનો કારોબાર જોતો.
ગોમતી ગામે હાલમાં નવરાત્રીના ગરબાની રમઝટ વીતી ચુકી હતી.વાતાવરણ માં માદક ઠંડક હતી.શરદ પૂનમની રાત હતી. ગામના લોકો ચન્દ્રની શીતળ ચાંદનીમાં મન મૂકી રાસ રમ્યા અને દૂધ પૌવા ખાઈ મોડી રાત્રે વિખારાયા.
સવાર પડી અને. તાળવેથી ભીમા ભરવાડે રાડ પાડી. સૌને ભેગા કર્યા. સવારના મૃદુ સુરજના કિરણમાં તળાવના પાણીની સપાટી પરની હળવી તરંગોની ઝલકીઓ ઊભી થઈ રહી હતી. પણ આં ઝલકીઓ રોજ કરતા વિપરીત અને નોખી પ્રતીતિ થતી હતી.
તળાવની માછલીઓ એક સાથે સપાટીએ ઘુમતી હતી . અને… એ જ જગ્યાએ તળાવની સપાટીએ ફોગાયેલા શરીર સાથે, જાનકીની તરતી નિષ્પ્રાણ લાશ ડોકાઈ.ગોમતી ગામના તળાવે ભેગા થયેલા લોકો વિચિત્ર શાંતિથી એ દ્રશ્યને નિહાળી રહ્યા હતા. કોઈ એક પગલુ પણ આગળ વધારવા માટે હિંમત નહતું કરતુ.
કોઈ ગામમાં જઈ જાનકીના બાપ મેરુ મેરાઈને તેડી આવ્યું. દીકરીના નિષચેતન દેહને તળાવના. પાણીમાં તારતો જોઈ તે ભાંગી પડ્યો.
એટલામાં મુખીનો છોકરો જીવન તેના ફાટફટિયા ઉપર શહેર થી આવ્યો.ગામને પાદરે તળાવ પાસે ભેગા થયેલા લોકોને જોઈ,તે તળાવે દોડી આવ્યો. એની આંખોમાં ગભરાટ અને ગજબની ચિંતા મિશ્રીત ભાવ હતા. એણે તળાવમાં પળનાય વિલંબ વીના ડૂબકી લગાવી અને જાનકીની લાશને. પાણીની બાહર કાઢી.
તળાવની પાળે રાખેલ લીલા ચણીયા ચોળી પહેરેલી જાનકીનાં વાળ પાણીમાં ભીંજાઈ ગુંચાઈ ગયા હતા. તેની આંખો કોઈ ડરથી ખુલ્લી કોડા જેવી ડરામણી દિસી રહી હતી. જીવને જોયું કે,જાનકીના ડાબા હાથનુ એક કંગન ગુમ હતું.
ગામમાં પંચાતીયા લોકોના તાર વગરના ટેલિફોન ચાલુ થઈ ગયા. હવે જેટલાં મો એવડી વાતું ચાલુ થઈ. કુથલી કરવા વારાને ટેસડો પડ્યો.એકલો મેરુ મેરાઈ લમણે હાથ દઈ ચૂપ ચાપ ઉભળક પગે હજુ જાનકીની લાશ પાસે બેસી કલપાન્ત કરી રહ્યો હતો.
જીવને લોક લાજ બાજુએ રાખી, મેરુને શાંતવન આપ્યું .
"હરી ઈચ્છા બાળવાન છે"
તેવું દિવંગત જાનકીના બાપ મેરુને સમજાવી.
સૌએ સાથે મળી જાનકીની અંતીએષ્ઠિ કરાવી. વખત વીતે, ગામના સૌ વાત ભૂલી ગયા.
પરંતુ જીવનને ચેન નહતું. તે જાનકીને જાણતો હતો. જાનકી બહાદુર હતી. એક વેરાએ તેને એકલે હાથે ગીરની સીમમાં સિંહ સાથે ભાથ ભીડી હતી. તરવામાં તો તે એક્કો હતી. તે આમ ડુબે કે આત્મહત્યા કરે તે, તેના ગળે ઉતરતું નહતું.
તેણે જોયું કે તેનો બનેવી, ભેરુ આજકાલ ડખોળાયેલો લગતો હતો. નોરતામાં તેને બાપાએ, પોતાને ત્યાં તેડાવ્યો હતો .તે આજ કાલ ગોમતી ગામે હતો.
જીવને ઉલટ તપાસ કરતા જોયું કે ભેરુની શેરવાનીમાં એક કંગન હતું. જે બિલકુલ જાનકીના જમણાં હાથે હતું તેવુંજ હતું. કંગન જોતા તેને "ભેરુ દુધે ધોયેલો નથી" તેવું લાગ્યું.
બીજે દિવસે વેષ બદલી, તે ભેરુને ગામે ગયો. ભેરુના ત્યાં જઈ લોક મુખેથી બીના જાણી, ત્યારે તેના પગ નીચે જમીન સરકી ચુકી હતી.
ફ્લેશબેક –
ભેરુનું બાળપણ વિશે જીવને ગામના વૈદને પુછતા જણવા મળ્યું કે. ભેરું બાળપણથી તેના બાપને ભરોસે એકલો હતો. માં ના મોતથી તે અંતરમુખી થઈ એકલો બેસી રહેતો. ઘણું ખરું એ ગામને તળાવે પાવનથી સતત ઉઠતી પાણીની લહેરો અને આકાશના રંગના પ્રતિબિંબને જોઈ બેસી રહેતો.તે કોઈ સપનાની દુનિયામાં રચેલો રહેતો.
એક દિવસ, ગામની એક છોકરીએ લીલા જોડામાં એના મોઢે પાણી છાંટીને તળાવમાં તેને ધક્કો મારી હસતી ભાગી ગઈ.
ભેરુને એ ક્ષણ એટલી ઊંડી લાગી કે, તે ક્યારેય ભૂલી શક્યો નહિ. તે દિવસથી “લીલો” રંગ તેના માટે માત્ર રંગ નહોતો. પણ હવે લીલો રંગ એના મનની એક અંધારી ઊંડી ખાઈ બની ચુકી હતી. લીલો રંગ અને છોકરીનો સંયોગ, આ એક એવો સંકેત જે તેને હંમેશા ખેંચતો.આમ ટૂંકમાં તે માનસિક વિકૃતિથી પીડાતો થઈ ગયો હતો.
યુવાનીમાં ભેરુની આ લત વધુ ખલાસી થઈ. જો કોઈ યુવતી લીલા કપડાંમાં દેખાતી, તો એના મનમાં એક અચાનક ઉત્સાહ અને પાશવી બળ ઉદ્ભવતું . એ તેની વિકૃતિ બાપના ડરને લીધે ક્યારેય સંતોષી નહતો શક્યો .
ભેરુનો શાહુકાર બાપ, પોતાના દીકરાના આવા અજીબ માનસિક તણાવ અને ક્રોધને હંમેશા છુપાવી રાખતો હોઈ, કોઈ ને ભેરુના મગજની વિકૃતિ કોઈને જાણ નહતી..
વૈદની વાત સાંભળી, જીવનને પોતાની બહેન જીવીની લાશ યાદ આવી ગઈ, તે પણ લીલા ચણીયા ચોળીમાં જ હતી.જીવન ને રુંવાડે રુંવાડે આગ દઝાડતી હતી, પણ તે મૂંગો રહ્યો.વૈદે જણાવેલ આટલી હકીકત, જીવન માટે પૂરતી હતી.
તે પોતાને ગામ પાછો આવ્યો. લોકોએ કહ્યું કે જાનકી પણ શરદ પુનમની રાત્રે રાસ ગરબા રમતી હતી. અને ભેરુ પણ રાસ રમતો હતો.
આ જાણી જીવનના મગજમાં ફિલમની પટ્ટીની રીલ ચાલુ થઈ........
......જાનકી તળાવની કિનારે , લીલા જોડામાં ઊભી હતી.ભરૂએ તેને દૂરથી જોઈ. એના મનના અંધકારમાં તોફાન મચી ગયું. એ ડર વિહીન અને દિશાહીન બન્યો. અંકુશ મા રાખેલ ભરૂનો પાશવી ગુસ્સો ફૂટ્યો.
અંધારામાં, ભરૂએ પોતાની અંદરની ઉત્તજનાથી દોરવાઈ પગ આગળ વધારયો. ભેરુ ને જોઈ,જાનકીની આંખોમાં પણ ભય હતો. ભરૂએ એક ઝટકે એનો હાથ પકડી પાણીમાં ધકેલી દીઘી . એક ક્ષણ માટે એની આંખોમાં શાંતિની તૃપ્તિ નો અહેસાસ ઝળક્યો. પણ એના હાથમા જાનકીનું કંગન પકડાયેલું જોયું. તે ગભરાયો,એને હવે સમજાયું કે એણે શું કર્યું છે.....
....ફિલમની પટ્ટી પૂરી થતાં...
જીવન ઘેર ગયો અને ભેરુની શેરવાણીમાથી જાનકીનું કંગન હાથમાં લીધું. તે કંગન લઇ , લોહીની લકીરો રેલાવતી આંખ સાથે ભેરુને કાંઠેથી પકડી ગમઘોર્યો. ભેરુ, અલ્યા તે આં શું કર્યું. તું તો માણસના વેશમાં ભેડિયો છે.આ બધું નરાધમ કૃત્ય કરનાર, તું જ છે.
ભેરુએ ભાંગીને કબૂલાત કરી: "હા… મેં જ જાનકીને તળાવમાં ધકેલી હતી . મે જ મારી વહુને પણ મારી નાખેલી...
પણ...આ લોકો લીલા ચણીયા ચોળી કેમ પહેરે છે .
જાનકી પણ ભાગવા માગતી હતી… પણ હું મારી જાતને વસમાં રાખી ન શક્યો."
સામાન્ય રીતે શાંત રહેતા મુખીએ પણ ગુસ્સામાં, ભેરુને ધપાટ મારીને કહ્યું: "મૂઆ તું મારો જમાઈ છે. મારી જીવીની ઇજ્જત મારે જીવતી રાખવી છે... નહીંતર...
તું, ભુલ્યો કે તું તો કાળ સાથે રમ્યો. હવે પોલીસ જ તારી શારીરિક કે માનસિક સારવારનો માર્ગ નક્કી કરશે ."
ભેરુ ને પોલીસના હવાલે કરી દીધો. જયારે પોલીસે તેને કંગનની જોડી પહેરાવી, પોલીસ વાનમા ધકેલ્યો,ત્યારે એના ચહેરા પર પીડા, શરમ અને અલ્પ સમજાયેલી પોતાની બીમારીનો સંકેત સ્પષ્ટ હતો.
અંતિમ દૃશ્ય
જાનકીનું કંગન હાથમાં લઇ,દુઃખી હૃદયે જીવન તળાવની કિનારે શાંત બેઠો, ચાંદનીના અજવાસમા નજર નમાવીને ધીમેથી બોલ્યો: "જાનકી…તારા ગુનેગારને હવે સજા મળશે. તારો ન્યાય થયો. પણ મારા બનેવી ભેરુ માટે મને દયા છે. એતો પહેલેથીજ અસાધ્ય રોગનો કેદી હતો."
પોક મૂકી બોલી ઉઠ્યો...હે ભગવાન " જમાઈ હોવાથી શું, સમાજના ગુનેગારને થોડો મુક્ત છોડાય ???
પાણીમાં હળવી લહેર ઊભીથઈ શાંત થઈ, ઝલકતી ચાંદનીમા તળાવ ને કિનારે , અને તળાવમાં શાંતિનો અહેસાસ ફેલાયો – જાણે જાનકીની આત્મા હવે શાંતિમાં વિચરતી હોય.
વાંચન વિશેષ ~
• રાતિયો” શબ્દ ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે રાત સંબંધિત કે રાતનો અર્થમાં વપરાય છે.
પ્રસ્તુત વાર્તાના ટાઇટલમાં:
“ગોમતીના તળાવનો રાતિયો” નો અર્થ થાય “ગોમતીના તળાવની રાત” અથવા “ગોમતી તળાવમાં વીતી રાતનો કિસ્સો/ઘટના ”.
• ઝલકી" શબ્દનો અર્થ થાય હળવો પ્રકાશ, ચમક, ઝગમગાટ કે અફલાતૂન અસર.
ઉદાહરણ, પ્રસ્તુત વાર્તામા :
“તળાવના પાણીની સપાટી પરની હળવી તરંગોની ઝલકીઓ ઊભી થઈ રહી હતી”
અહીં "ઝલકીઓ" નો અર્થ છે પાણીની સપાટી પર હળવી ઝગમગાટ, પ્રકાશની નાજુક ચમક.
• ખલાસી ~અહી ખલાસી નો અર્થ નાવિક કે સમુદ્રી મજુર નથી.
અહીં ખલાસી" નો અર્થ વધારે બગડે લ કે વંઠેલ,નુકસાનકારક અથવા બેફામ બનવું એવો થાય છે
પ્રસ્તુત વાર્તામાં ~
"યુવાનીમાં ભેરુની આ લત વધુ ખલાસી થઈ."
ભેરુની આ લત (આદત/વ્યસન) યુવાનીમાં હદથી વધારે વધીને નુકસાનકારક બની ગઈ
