Mariyam Dhupli

Romance Inspirational

2.5  

Mariyam Dhupli

Romance Inspirational

કમી

કમી

7 mins
13.9K


"જાવેદ, ઇસ્લામ મેં પાંચ નિકાહ હલાલ હે ! તુજે સલમા કો નહીં છોડના તો ના સહી, લેકિન સમીમાં સે નિકાહ કર લે મેરે બચ્ચે. મેને અનવર ભાઈજાન કો જબાન દીથી કી સમીમાં કો મેં તેરી દુલ્હન બનાકર ઇસ ઘર મેં લાઉન્ગી."

ફરીથી જાવેદની વિધવા અમ્મીએ દરરોજની જેમજ જમવાના સમયેજ એજ પુનરાવર્તિત ચર્ચા છેડી. જે શબ્દો જાવેદ હજાર વાર સાંભળી ચૂક્યો હતો. સલમા સાથે જાવેદના પ્રેમ લગ્ન થયા પછી એના અમ્મીના જીવનનો જાણે એકજ હેતુ બચ્યો હતો, જાવેદના બીજાં લગ્ન કરાવી પોતાની પસંદગીની વહુ ઘરે લઇ આવવી. સલમા પ્રત્યેના એમના અણગમા ને દ્રેષ આમજ તીખા શબ્દોમાં નીતરતા જાવેદ અને સલમાના પ્રેમજીવનને અશાંત બનાવી મૂકતા. જાવેદ સલમાને ખૂબજ ચાહતો. પરંતુ પોતાની અમ્મી પ્રત્યેના માન સન્માનને હાની ન પહોંચે એની પણ તકેદારી રાખતો. ઇસ્લામનું જ્ઞાન એને એજ શીખવતું કે મા જેવી પણ હોય મા હોય. એના વિચારો કે અભિપ્રાયો જો સમાંતર ન હોય તો પણ બાળકે પોતાનો દ્રષ્ટિકોણ એની આગળ પ્રેમ અને સમજણ પૂર્વક, સારી અને નમ્ર ભાષા શૈલીમાંજ રજૂ કરવો. માતા પિતા ઉપર અવાજ ઊંચો કરવાની પરવાનગી એનો ધર્મ આપતો ન હતો. પોતાના ધર્મને અનુસરતા ઘણી વાર આગળ પણ રજૂ કરી ચુકેલો પોતાનો એજ ઉત્તર એણે અત્યંન્ત ધીરજ અને ધૈર્યથી રજૂ કર્યો. 

"મુજે પતા હે અમ્મી. ઇસ્લામ પાંચ નિકાહ કો મંજૂર તો કરતા હે લેકિન ઇસ મંજૂરી કી નીવ મેં બોહત સી વાજીબ વજહ બયાન કી ગયી હે ! ઇસ્લામ કેહતા હે બિવિ ઘર કી રાની હોતી હે ઔર ઉસકા એહતેરામ રાની કી તરહ કરના સોહર કી ફરઝ હે... માફ કરના લેકિન ખુદગર્ઝી કે લિયે, અપને નિજી ફાયદે કે લિયે મેં અપને મઝહબ કા ગલત ઇસ્તીમલ કભી નહીં કરૂંગા !"

સામે બેઠી સલમાની આંખો ધડ ધડ કરતી વહી રહી હતી. જાવેદ પ્રત્યે નો અનન્ય પ્રેમ એના જીવનનું સાચું સુખ હતું. પરંતુ પોતાનો આ પ્રેમ એક મા અને દીકરા વચ્ચેના કજિયાનું કારણ બનતા જોઈ એજ પ્રણય મનની પીડાનું કારણ બની રહેતું. આમ તો જાવેદના અમ્મીના હૃદયને જીતવા એણે અથાક પ્રયત્નો આદર્યા હતા. એનું નોકરી કરવું એમને ન ગમતું તો નોકરી પણ છોડી દીધી. ઘરના બધાજ કામ એમની પસંદગી અનુરૂપ કરવાથી લઇ રાત્રે ઊંઘતી સાસુના પગ દબાવવા સુધી, જ્યાં પણ મોકો મળતો સલમા એમના હૃદયને જીતવા દિલોજાન લગાવી દેતી. જાવેદ આ પ્રયત્નોને જોઈ પોતાના પ્રેમ ઉપર અપાર ગર્વ અનુભવતો. છતાં સલમા પ્રત્યેના પોતાની અમ્મીના ખરાબ વલણ ને વર્તનથી એટલીજ શરમ પણ અનુભવતો. એકાંતમાં સલમાની માફી પણ માંગતો.

"સલમા વોહ કુછ ભી કહે, કુછ ભી કરે, હમારી અમ્મી હે. ઇન્શાલ્લાહ વો એક દિન જરૂર સમજેગી. મા કે પેરો કે નીચે અલ્લાહને જન્નત રખી હે. તુમ્હારી અચ્છી નિયત ઔર સાફ દિલ સે કી હુઈ ખિદમત ખુદા ઝાયા નહિ હોને દેગા."

પતિના સાથ અને સમજણથી સલમાને અશક્યતામાં પણ શક્યતાના રંગો દ્રષ્ટિમાન થતા. જ્યાં સલમા અને જાવેદ એકબીજાનો સાથ આપી અમ્મીના હૃદયને જીતવા પ્રયત્નો કરી રહ્યા હતા ત્યાંજ એ વૃદ્ધ આંખો ફ્ક્ત એક કારણની શોધમાં હતી જે સલમા અને જાવેદના સંબંધને મૂળમાંથીજ કાપી નાખે. થોડા વર્ષોની પ્રતીક્ષાને અંતે આખરે એ કારણ આંખે ચઢીજ ગયું.

લગ્નના પાંચ વર્ષો પછી પણ ઘરમાં કોઈ શુભ સમાચાર આવ્યા નહીં. સલમા તરફથી એમને પોતાના કબીલાનો વારસદાર મળશે નહીં, એ વાતની ખાતરી સાથે એમણે જાવેદના નિકાહ સમીમાં સાથે રચવાના પોતાના જૂના સ્વપ્નને ફરીથી મનમાં સચેત કર્યું. 

"જાવેદ મેરે લિયે નહિ તો ઇસ ખાનદાન કો આગે બઢાને કે લિયે હી સહી..."

"અમ્મી મેરા ખાનદાન સલમા સે શુરુ હોતા હે ઑર ઉસીપે ખતમ..."

જાવેદે ખૂબજ અલ્પ શબ્દોના પ્રયોજનથી પોતાનો આખરી નિર્ણય સ્પષ્ટ અને સચોટ છતાં સંપૂર્ણ માન જાળવી રાખી એમને જણાવી દીધો. એ દિવસે સલમાને ખાતરી થઇ ગઈ કે કઠોર પરિસ્થિતિમાં એનો હાથ થામી ઊભો રહેલો જાવેદ ખુદા તરફથી એને મળેલી એક બક્ષીશ જ હતી, પ્રેમની બક્ષીશ !

પણ પ્રેમની આ કસોટી અહીંજ સમાપ્ત ન થઇ. પ્રેમની કસોટીઓ સમાપ્ત થતી હોય છે ખરી ? એ દિવસે જાવેદના દૂરના ચાચા અનવરને ત્યાં એમની મોટી દીકરીની ગોદભરાઈની દાવત હતી. સમીમાંની મોટી બહેનના જીવનની સૌથી મોટી ખુશીના પ્રસંગે દાવત પણ ખૂબજ મોટી રાખવામાં આવી હતી. સમાજના અગ્રણી વ્યક્તિત્વો સહિત મોટાભાગના લોકો આમંત્રીત હતા. ગોદભરાઈની રસમ નિપટાવ્યા પછી જાવેદની અમ્મી અને ચાચા અનવરની પૂર્વ નિર્ધારિત મીલીભગતના પરિણામ સ્વરૂપ દાવતમાં હાજર લોકો આગળ સમીમાં અને જાવેદના નિકાહની ઘોષણા કરવામાં આવી. જાવેદનું લોહી ઉકળી રહ્યું :

"યે સબ ક્યા હે અમ્મી ? મેં આપકો કિતની બાર કહું કે મેરી ઝીંદગી મેં સલમા કે સિવા ઔર કિસી કી જગહ નહીં !"

"બાવજૂદ ઇસકે કે વોહ કભી માં નહીં બન સકતી... મેરા ખાનદાન આગે બઢાને વાલા વારિસ નહીં દે સકતી... એક બાંઝ હોકેભી મૂંહ ઉઠાકે ઇસ ગોદભરાઈ કે પાક મોકે પે ચલી આયી... મનહુન્સ કહી કી... પીછા કયો નહીં છોડતી મેરા ઔર મેરે બચ્ચે કા ?"

સમાજની વચ્ચે થયેલા અપમાનથી સલમા તૂટી પડી. જ્યાં ઊભી હતી એજ ભોંય પર પછડાઈ પડી. એકજ ક્ષણમાં આ સંબંધને જોડવા મારેલા અનેકાનેક ટાંકાઓ જાણે બધાની સામે ઉઘડી ગયા. હવે કશુંજ બચ્યું ન હતું. જાવેદના પ્રેમ વિના જીવવા ની કે એને અન્ય કોઈનો બની જતા નિહાળવાની એના અસ્તિત્વની ક્ષમતા જ ન હતી. ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી સલમાનું દરેક અશ્રુ જાવેદના હૃદયને વીંધી રહ્યું હતું. છતાં પોતાના ક્રોધનો જ્વાળામુખી મા પ્રત્યેના માનની મર્યાદા ના ઓળંગી જાય એનું સક્રિય ભાન જાળવતો એ અનવર ચાચા તરફ ફર્યો. દાવતમાં હાજર દરેક વ્યક્તિના કાન જાવેદના શબ્દો ઉપર ધ્યાનથી મંડાયા.

"વક્ત આ ગયા હે કી મેં આપ લોગો કો સબ સચ બતા દુ ઔર સચ યહી હે કી કમી મુજ્મે હે. મેં કભી બાપ નહીં બન સકતા. લેકિન ઇસ બાત સે મુજે કોઈ શરમ મહસૂસ નહીં હોતી. ક્યોંકિ ખુદાને મુજે ઇસ કમી સે નવાજા હે... ઔર વો જો ભી કરતા હે બન્દે કે હક મેં વહી બેહતર હોતા હે... બોલીયે અનવર ચાચા ક્યા આપ અબ ભી સમીમાં કા નિકાહ મુજસે કરવાયેંગે ?"

અનવર ચાચા સમીમાંનો હાથ થામી પાછળ હટી ગયા. જાવેદની અમ્મી પાસેના સોફા ઊપર ફસડાઈ પડ્યાં. ઉપસ્થિત બધીજ નજરો વિસ્મયથી પહોળી થઇ ચુકી હતી. આજ પહેલા સમાજના કોઈ પુરુષે આમ ખુલ્લેઆમ પોતાની કમી સ્વીકારી ન હતી. ફક્ત બાળકને જન્મ આપવાથી એક પુરુષ 'મર્દ' તરીકે અહીં સ્વીકારાતો હતો. પણ એક સ્ત્રીનું માન સન્માન જાળવી એનો હક એને આદરથી આપી રહેલ આવો 'મર્દ' તો એમણે પહેલીવાર જ જોયો ! સલમા પહેલેથી પણ વધુ આવેગમાં રડી રહી હતી. સલમાને ઉઠાવી પોતાના બાહુઓનો ટેકો આપતો જાવેદ એની અમ્મી નજીક ઊભો રહ્યો :

"એક બાંઝ ઔરત ગોદભરાઈ કી પાક રસમ મેં નહિ રહ સકતી તો એક 'બાંઝ આદમી' ભી નહિ રહ સકતા."

જાવેદ સલમાને લઇ ગાડીમાં ઘર ભણી ઉપડ્યો. ઘડીના એકાંતમાં સલમા જાવેદ ભણી અચંભાથી નિહાળી રહી :

"આપને જૂઠ ક્યોં બોલા જાવેદ ?"

"મેંને જૂઠ કહાં બોલા ?" 

"લેકિન હમ તો અભી તક જાનતે ભી નહિ કી..." સલમા આગળ બોલતા અચકાઈ.

"કે કમી કિસમે હે ?" સલમાનો ચ્હેરો પોતાના હાથમાં લેતો જાવેદ આગળ બોલ્યો, "મુજે જાનના ભી નહિ હે સલમા ! કમી ન તો 'તુમ્હારી' હે ન તો 'મેરી'... યે 'હમારી' કમી હે... ઔર હમ દોનો સાથ મિલકે ઇસકા સામના કરેંગે... જૉ કમિયોં સે હાર જાયે વોહ પ્યાર હી ક્યા ?"

સલમાના ચ્હેરા ઉપરની ઉદાસી દૂર કરતો જાવેદનો પ્રેમ શબ્દોમાં ઉતરતો હજી આગળ વધ્યો : "ઉપરવાલે કે ઘર મેં દેર હે લેકિન અંધેર નહિ... સલમા, યાદ રખના 'કૂન ફ - ય - કૂન' માની વોહ સિર્ફ ફરમાતા હે, હો જા ! ઔર બસ વો ચિઝ વજૂદ મેં આ જાતી હે..."

જાવેદના રૂહાની શબ્દોથી સલમાના અંતરમાં આશાની એક નવી જ્યોત સળગી ઊઠી જેના પ્રકાશમાં શક્ય- અશક્ય વચ્ચેની મર્યાદા રેખા ટીપે ટીપે પીગળી રહી... 

બન્નેના જીવનની 'કમી' એમના પ્રેમની અતૂટ શક્તિમાં પરિણમી ચૂકી...


Rate this content
Log in

Similar gujarati story from Romance