કલમનો કલરવ
કલમનો કલરવ
આપણા સૌના દિલની અંદર કેટલું બધુ હોય છે ! કાશ... દિલની અંદર ચાલતા વિચારોનો કોઈ ઈલાજ હોય ! મારું દિલ.. હા.મારું દિલ પણ કેટલીવાર મારા ખુદ માટે ધબક્યું !
મન ઉપર નિયંત્રણ રાખવા માટે કે માઈન્ડ પાવર વિષય પર અનેક પુસ્તક છે. મન ઉપર તો નિયંત્રણ રાખી શકીએ, પણ આ દિલ ?
ના કહેવાયેલી વાતો દિલમાં ખુબ ધમાલ મચાવે એટલે હવે દિલની વાતો કલમની મદદથી કલરવ કરશે. નાની નાની સરળ વાતો પણ આપણે કોઈને નથી કહી શકતાં. ચાલો મારી ડાયરીમાં કલમ લઈને શબ્દોરૂપી ફૂલો વડે જીવન મહેંકાવી લઉં.
