rekha shukla

Action

3.5  

rekha shukla

Action

કલા

કલા

2 mins
161


સરતું વિચારબિંદુ ટપક્યું પીંછીએથી કેનવાસ પર ક્યારેક હસતું ક્યારેક વિચારતું ચિત્ર તાકતું નજરૂમાં તો ક્યારેક સામે હસતું એક પેન્સિલની અણીથી થઈ અલગ વિસ્તર્યું રંગોમાં અને સર્જાઈ કલાકૄતિ. દિવાના છે રંગોના કલાકૃતિ સર્જવામાં ક્યારેક ગૂંથાયા રંગો નવા અનોખા કાપડમાં. આકારોના વળાંકોનો દોષ નથી પણ તુંડે તુંડે મતીર્ભિન્ના એમ કલા વિકસે છે દરેકમાં કોઈને સંગીતની દુનિયા ગમી કોઈને ભાષા વ્યક્તિ કે વસ્તુમાં. કુદરત કરે છે કમાલ અને તમને આપે છે કલા હવે તમે જો વિકસાવી શકો તો એમાંથી જે રચાય તે કૄતિ સૌને ગમે તો જરૂર વખણાય. મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ પ્રભુની સર્વશ્રેષ્ઠ કૄતિ. પણ પાષાણે કંડારી મનુષ્યે પ્રભુની જો હસ્તી મૂર્તિ તો મંદિરે પધરાણી. બાળક જન્મે તો મા-બાપ નું સૌથી વ્હાલું લાગે કેમકે તેમનું સર્જન છેને. ખિલેલા ફૂલો મૌસમના જોઈ મન પ્રસન્નતા અનુભવે અનેમાળી એનું જતન કરે તો કોઈ મંદિરમાં તેનો હાર બનાવી ચઢાવે.

મને ખૂબ શોખ છે કલાઓ વિકસાવવાનો તેથી શરૂ શરૂમાં હું ડુડલીંગ કરતી દરેક હાંસિયામાં નાનું મોટું ચિત્રકામ કરતી. પપ્પાનો વારસો મળે તો તો ચહેરો દોરતા શીખી ખરી. રંગોમાં મેઘધનુ મારું પોતાનું બને ને આકાશે વિચરે મન ઊડી ને અડે. વોટર કલર ઓઈલ પેઇન્ટ પેન્સિલ કલર ને ક્રેઓન્સની મજા કલાકૄતિ ઝળકાવે. ક્યારેક વરસાદનું તો ક્યારેક ઉત્તરાયણનું વાદળોમાં સંતાયેલા સૂરજ્દાદા કે ચાંદામામા અને નીચે ધર... ઝાડ ની બાજુમાં તળાવને તળાવમાં તરે હંસ અને માછલી. દિવસે દોરડા કૂદતી છોકરી દોરું તો ક્યારેક બસ રંગોળી. ઘણા વખતે નવું શીખ્યાનો આનંદ થયો જ્યારે એલ્યુમિનિયમ ઓક્સોડાઇઝ્ડ પ્લેટ ને કાર્વ કરી. ઓહ માય ગોડ કંપાસ એન્ડ્ની તિક્ષ્ણતાને તેની ફીટ પક્કડે આંગળીએથી લોહી ટપકે પણ કોઇ અનુભૂતિ નહોતી આંગળીમાં કે સંવેદના...પણ મારા રાધાકૃષ્ણ નું આર્ટવર્ક પૂરુ કર્યાના સંતોષ હતો.. આજ મારી કલાકૃતિ સાચવીને રાખ્યાનો આનંદ છે. કલા ને સાહિત્યમાં લીધેલ રસ સાચવ્યો તેનો ગર્વ છે.


Rate this content
Log in

Similar gujarati story from Action