Kalpesh Patel

Drama Crime Thriller

5.0  

Kalpesh Patel

Drama Crime Thriller

ખૂની કારસો

ખૂની કારસો

9 mins
3.2K


“નેણમાં સમાય નહીં વેણલામાં માય નહીં, એવું કદી થાય નહીં”

તાજના દરબાર હોલના ટેબલ નંબર ત્રણ ઉપર ફિલ્મજગતના મોટા ફાઈનાન્સર અને જાણીતા મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા ડીકોસ્ટા આતુરતા પૂર્વક કોઇની રાહ જોઈ રાહ જોઈ રહ્યા હતા. વાત વાતમાં ડી’સોઝા ડીકોસ્ટા તેનું ઘડિયાળ જોઈ ઊંચા નીચા થઈ ને શેઠ તનુમલની સામે જોઈ મૂંગી બેચેની દર્શાવતા હતા.

તનુમલે માસ્ટરની વ્યગ્રતા જોઈ, ધરપત આપતા કહ્યું બસ પાંચ મિનિટ, વિનય સોઢા ટાઈમ અને જુબાનનો પાક્કો છે, આખો જુહુ બીચ ઉપર તેને જોઈ પોતાની ઘડિયાળનો સમય ઠીક કરેછે .. હજુ બોલિવુડના મોટા ગજાના ફાઈનાન્સર આગળની વાત પતાંવે તે પહેલા, દરબાર હોલના દરવાજે ચહલ પહલ થઈ અને બે બ્લેક કમાન્ડોના કવર સાથે વિનય સોઢા તેમજ તેની સાથે એક જાજરમાન મહિલાએ સાથે તાજના દરબાર હોલમાં એન્ટ્રી લીધી અને સીઘા ટેબલ નબર ત્રણ પાસે આવી કમાન્ડોને ઈશારાથી અળગા કર્યા. વેલકમ ડ્રિંકની ઔપચારિકતા પછી વિનયે, શેઠ તનુમલની સામે માર્મિક નજર રેલાવી, અને તેની સાથે આવેલ મહિલાનો પરિચય આપતા જણાવ્યુ ..આ વિતેલા જમણા ના ક્લાસીકલ સિંગર કનકદેવી છે. શેઠ તનુમલે કહ્યું, માસ્ટર તું આ લોકો સાથે વાત કર હું એક ફોન કરીને આવુ છું.

થોડીક પળોની ચૂપ્પી પછી, વિનયે વાતનો દોર હાથમાં લેતા ડી’સોઝા ડીકોસ્ટાને કહ્યું માસ્ટર તમારા નામના આજકાલ સિક્કા પડે છે ને કઈ ? આ તમારા રિયાલીટી શૉ એ શહેરમાં સપાટો બોલાવ્યો છે અને ફાઇનલ ટોપ ટેનમાં નવ સ્પર્ધકો તો વોટિંગથી આવી ગયા છે અને દસમો સ્પર્ધક વાઈડ કાર્ડથી આ શનિવારે કોણ આવશે તેનો પણ બજારમાં સટ્ટો જામ્યો છે. ત્યારે મારૂ તમને એક સૂચન છે કે દસમા સ્પર્ધકમાં તમરી વગ વાપરી મારી બહેન ગુંજનને એક તક આપો, તેણે ગાયકી બની ફિલ્મ જગતમાં નામ બનાવવાનું સ્વપ્ન સેવેલું છે. ગુંજન અમને સૌને પ્રાણ પ્યારી છે, તેના બદલામાં મારી કંપનીની તમારા રિયાલીટી શોમાં જાહેરાત માટે લો આ એક કોરો ચેક. રકમ તમારી, બનવા પણ કામ મારૂ અને સહી મારી. કહી વિનયે ખિસામાંથી ચેક બુક કાઢી એક ચેક સહી કરી ડી’સોઝા ડીકોસ્ટાના હાથમાં થમાવ્યો.

પરંતુ ડી’સોઝા ડીકોસ્ટા એકદમ એકસાઈટ થઈ ઊભો થઈ ગયો અને બરાડો પડી ઉઠ્યો, “મિસ્ટર વિનય, સ્વપ્ન સેવવું અને સફળ થવું તેમાં અંતર હોય છે, ક્યારેક આ અંતર કાપતા એક ભાવ તો શું... આપણા અનેક ભવ ટૂંકા પડતાં હોય છે”. “તમારી બહેને ક્ષમતા અનુસાર સ્વપ્ન જોવું જોઈએ”...પણ હોલમાં સભ્ય સમાજના લોકોને જોતાં તરત અવાજ અને આવેશને કાબુમાં રાખી બોલ્યો, મિસ્ટર સોઢા, તમે મને શું બિકાઉ સમજી બેઠા છો ? સ્પર્ધામાં કોઈને પણ વાઈડ કાર્ડનો સહારો આપવાનો મારો મુદ્દલ ઇરાદો નથી.

વાતનું વતેસર થઈ જોઈ, કનકદેવીએ વાતનો દોર પોતાના હાથમાં લેતા ડી’સોઝાજી કહ્યું, અરે જનાબ .. હવે નવો જમાનો છે.. ટ્રેનીંગ અને ટેકનિકલ સપોર્ટ ધારે તેણે સ્ટાર બનાવી શે તેમ છે, તમે નાહકના ગુંજનને અંદર એસટીમેટ ક્રરો છો. હું તેના બેક બોન માં રહેવાની છું, તમારું નામ ખરાબ નહીં થાય તે ગેરંટી મારી. વિનય સાથે આવેલ કનકદેવીને સાંભળ્યા ના સાંભળ્યા કર્યા, અને સત્ત્વહિ અવાજે બોલ્યો અરે અને આપવાનો હોત તો પણ તે ગુંજન કાગડી નેતો નહીજ આપું, કહેતા, વિનયે આપેલો ચેક ટેબલ ઉપર કેંડલ સ્ટેન્ડ ઉપર સળગી રહેલી જસ્મિન મીણબત્તીની જ્યોતમાં ધરી સળગાવી નાખ્યો.

વિનયે કોઈજ પ્રતીભાવ વગર ઊભા થઈ ડી’સોઝા ડીકોસ્ટાએ પહેરેલી રેડ ટાઈની નોટ થોડી ટાઈટ, કરી કહ્યું ઇટ્સ ઓકે તાનસેન સાહેબ, જેવી તમારી મરજી, પણ મારે સિનિયર સોઢાને તમારી મરજી જણાવી પડે તેમ હોવાથી, હું તમારું મંતવ્ય જાણવું છું, કહેતા મોબાઈલમાં “ડીલ નોટ થૃ જીભાઈ”, કહેતા આવ્યો હતો તે જડપે તેના કમાન્ડો સાથે પાછો વળી ગયો ...... 

જાણીતા મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા ડીકોસ્ટાની માનીતી ગાયિકા યામાની સ્મશાન યાત્રામાં હજારો માણસો જોડાયા હતા. ડી’સોઝાએ રડતી આંખ સાથે સૌથી પ્રથમ યામાને ખભો આપ્યો હતો. મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા ડીકોસ્ટાની માનીતી ગાયિકા યામા “આવતી કાલની ગાયિકા” સ્પર્ધામાં પહેલા દશમાં પસંદગી પામી ચૂકી હતી. સ્પર્ધાનો દોર ચાલુ જ હતો અને એ દરમ્યાન જ એનું મૃત્યુ થયું હતું. યામાં સ્ટુડિયોના ગ્રીન રૂમમાં એકલી હતી, અને ફાઇનલ શુટિગના કોલ માટે જ્યારે ક્લેપ બોય તેને બોલવા આવ્યો તે દરમ્યાન, તેણે યામાને ડાબા હાથમાં હેર ડ્રાયરના પકડેલી અવસ્થામાં ભડથું થયેલી જોઈ ચીસાચીસ કરતો રેકોર્ડિંગ ફ્લોર ઉપર દોડી યાવ્યો ત્યારે, ફ્લોર ઉપર પસંદગી સમિતિના ચેર પર્સન જાણીતા મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા અને બીજા સહ કલાકારો દોડી અને ગ્રીન રૂમમાં પહોચી અને જોયું તો યામા વીજળીના શૉક લાગવાથી ભડથું થઈ મૃત્યુ પામી હતી.

પોલીસે ઘટતા કાગળીયા કરી લાશનો કબજો ડી’સોઝા ડીકોસ્ટાને સોંપ્યો હતો. સ્મશાન ઘાટ પર ચિતા ખડકાઈ. અને ડી’સોઝા ડીકોસ્ટાએ અશ્રૂધોધ સાથે પોતે આગ ચાંપી હતી. યામા એમની માનીતી ગાયિકા હતી . જે અકાળે અકસ્માતે ભસ્મ થઈ જતાં એક આશાસ્પદ કલાકારનો સૂરજ અકાળે અસ્ત થઈ ગયો હતો.

યામાના મોતને ક્રાઇબ્રાંચ અકસ્માત માનવા તૈયાર નહતી, તેથી મોટિવ અને મર્ડરર શોધવા ક્રાઈમબ્રાન્ચની આખી ટીમ કામે લાગી ગઈ હતી. ગાયિકા યામાંના અનેક મિત્રો અને ઈર્ષ્યાળુ દુશ્મનો પણ હતા. સોહામાણી અને રંગીલા સ્વભાવની યામાં સદાય અનેક પુરુષ મિત્રોથી ઘેરાયેલી રહેતી હતી . પોલીસ ટીમને આકરી તપસ પછી પણ યામનું મોત મર્ડર છે તે અંગે કોઈ સુરાગ મળતો નહતો. સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા, સ્પર્ધામાંથી લઈ દૂર થઈ ગયેલાઓથી માંડી, સ્પર્ધામાંના ગાયકો અને આયોજકોની કડક તપાસ થતી રહી. ઘણાંના ફિંગર પ્રિન્ટસ લેવાયા. બે વીક થઈ ગયા. યામાના મમ્મી ઝરીન મુંબઈથી પોતાના ઘરે દિલ્હી પહોંચી ગઈ. દિવસો વીતતા ગયા. ગુનેગાર પકડાયો નહીં. દુઃખનું ઓસડ દહાડા ઝરીન માટે કારગત ન નિવડ્યું. પુત્રીના મોતનો શોક વધતો ગયો. ડિપ્રેશન વધી ગયું. અને એક દિવસ ઝેરી દવા લઈને આત્મહત્યા કરી લીધી. ન્યુઝ મીડિયા, સોસિયલ મીડિયાએ ફરી બે દિવસ કાગારોળ મચાવી અને બીજા વિષય તરફ વળી ગયું. સંગીત સ્પર્ધા પૂરી થતાં મીડિયા પણ શાંત થઈ ગયું હતું. યામાં અને એની મા ઝરીન અવસાન પામી અને એની પાછળ કોઈ સ્વજન હતું નહીં. કોઈ ખાસ મિલ્કત પણ હતી નહીં. ત્રણ ચાર મહિનામાં જ મા દીકરી ભૂલાઈ ગયા.

યામાં મર્ડર કેસની ફાઈલ બંધ નહોતી થઈ. ક્રાઈમબ્રાંચની કાબેલ સિનીયર ઈનસ્પેકટર શીતલ આહુજાના હાથમાં યામા મર્ડર સુપરત કરવામાં આવ્યો . “સૂર અમારો સ્વર તમારો” રિયાલીટી શોમાં દશમાં સિલેક્ટ થયેલી એક છોકરી પર શીતલનું ધ્યાન કેંદ્રીત થયું. નંબર વન થઈ શકે એવી ગાયીકાએ એકા-એક,એક પછી એક ભૂલો કરવા માંડી અને આખરે એ એલિમિનેટ થઈ ગઈ. એ ગાયિકા હતી 

કાશ્મીરા. કાશ્મીરા સુન્દર હતી. મીઠ્ઠી હતી. “સૂર અમારો સ્વર તમારો” રિયાલીટી શો દરમ્યાન થતી ટૂંકી મુલાકાતો દરમ્યાન તે યામાની મિત્ર બની ગઈ હતી. યામાના મોતના બે કલાક પહેલાં કાશ્મીરાએ જુહુની એક હોટેલમાં યામા સાથે લંચ લીધું હતું.

સી એ ટી વી ના ફૂટેજ ના આધારે ઇનસ્પેક્ટર શીતલે અમદાવાદ કાશ્મીરાને ત્યાં તપાસ કરવા જવાનું નક્કી કર્યું !!

કોઈ ખાસ તકલીફ વગર તે ‘કાશ્મીરા,ને ઘેર પહોચી. ઔપરચીક્તા પતાવી તપાસનું સુકાન હાથમાં લેતાં બોલી, કશ્મીરા તું જ નંબર વન બનીશ એવી મારી ધારણા હતી. હું દર શનિ રવિ તમારો “સૂર અમારો સ્વર તમારો” રિયાલીટી શો નો પ્રોગ્રામ જોવા ટીવી સામે બેસી જતી હતી. એકદમ શું થયું કે ખૂબ જલ્દી એલિમીનેટ થઈ ગઈ  ?. શીતલે કાશ્મીરાને પૂછ્યું ’

‘ના, તમે માનો છો એવું સરસ હું ગાતી નથી. બસ, શોખને ખાતર થોડું ગાઉં છું એજ.’

‘બેટી, વધુ વિનમ્ર થવાની જરૂર નથી. ચોક્કસ પણે તું કેળવાયલી ગાયીકા છે. એની સાક્ષી આ દિવાલ પરનો ફોટો છે. આ તારી સાથે હાર્મોનિયમ પર કોણ છે ?’ ઇનસ્પેટર શીતલે પ્રેમથી પૂછ્યું.

‘એ મારા મમ્મી છે.’

;હા હું જાણું છું. પ્રખ્યાત ગઝલ ગાયક કનકજીને કોણ ન ઓળખે. તું કનકજીની બેટી છે, તો સાંભાળ તેઓ મારા કોલેજ કાળમાં ખૂબ જાણીતી ગાયિકા હતી. તારા મમ્મીએ હાલમાં સંગીત ક્ષેત્રેથી કેમ વનવાસ લાઈ લીધો છે. ઈંસ્પેકટર શીતલજી એ ખબર નથી મમ્મીના કહેવા મુજબ મારા જન્મ પછી તેણે બહાર પ્રોગ્રામ આપવાનું બંધ કર્યું હતું. મારા દાદાનો એક્ષપોર્ટ ઈંપોર્ટનો બિઝનેશ છે. તેમાં જ વ્યસ્ત રહેતી હતી. માત્ર શોખ ખાતર રોજ સવારે ચાર થી છ બે કલાક રિયાઝ કરી શાસ્ત્રીય રાગમાં ગઝલ કંપોઝ કરતી અને મને પણ શીખવતી. 

‘તું યામાંને કેટલા સમયથી ઓળખતી હતી ?’

‘અમારી ઓળખાણ “સૂર અમારો સ્વર તમારો” પ્રોગ્રામમાં જ થઈ હતી.

‘આ પહેલાં તું એને ઓળખતી હતી ?’

‘ના’

‘અત્યારે તારી મમ્મી ક્યાં છે ?’

‘અત્યારે તે દાદાની ઓફિસમાં જ હશે. મેમ, આ બધું તમે અમને કેમ પુછો છો ? યામાના ખુન માટે તમને મારા પર શંકા છે ?’

‘ના કાશ્મીરા, અત્યારે તો તારા પર અમને જરા પણ શંકા નથી. બધો આધાર તારી પાસેથી સાચી માહિતી ઉપર છે. ગભરાઈશ નહીં અને ચિન્તા પણ કરતી નહીં. અમારે યામાની ફાઈલ બંધ કરતાં શક્ય એટલી માહિતી એના ડેટા બેઈઝમાં મૂકવા પડે એટલા માટે પુછું છું. તને ઠીક ના લાગે તેના તારે જવાબ ન આપવા. કેયા તારે મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા ડીકોસ્ટા સાથે કેવા સંબંધ હતા ?’

‘સંબંધ ? ખાસ કઈં જ નહીં. સંબંધ માત્ર સંગીતની પ્રેક્ટિસ પુરતો જ. એ હેન્ડસમછે ઈન્ડસ્ટ્રીનું મોટું માથું હોવાથી કોઈપણ છોકરીને એની સાથે મૈત્રી કરવાનું ગમે એવા હતા . એ મને પણ ગમતાં હતો. પણ એ બુઢા ડીકોસ્ટાને હું બોયફ્રેન્ડ તરીકે તો ન જ રાખું. એ કોઈ એકને વફાદાર રહે એવો ન હતો. મ્યુઝિક કોમ્પિટશનના પ્લેટફોર્મ પર ઘણાંની મોસમી કે એકમેક સાથે મૈત્રી થાય છે ત્યાર પછી ભાગ્યે જ એકમેક સાથે સંબંધ જાળવી રખાય.’

‘એની સાથે ઘણી છોકરીઓએ શારીરિક સંબંધ બાંધ્યા હતા એ વાત સાચી ?

‘મેડમ એવી અફવા ચાલતી પણ, સાચી કે ખોટી વાત તે મને ખબર નથી.’

‘કાશ્મીરા, એક સીધો અને છેલ્લો સવાલ. તારે ડીકોસ્ટા સાથે શારીરિક સંબંધ હતા ? તું એની સાથે સૂતી હતી ? તેં એની સાથે કેટલીવાર સેક્સનો આનંદ ભોગ્વ્યો હતો ? દરેક પ્રશ્ન સાથે ઇંસ્પેકટર મેડમના અવાજમાં સત્તાની તાકાત હતી. કાશ્મીરા ધ્રૂજી ઉઠી. આંખમાંથી રેલા ઉતરવા લાગ્યા.

‘મેડમ, આઈ એમ સોરી, આઈ ડોન્ટ વોન્ટુ ટોક એબાઉટ ધીસ. મારે આ બાબતમાં કશું જ કહેવું નથી. સોગન પૂર્વક કહું છું કે મેં યામાનું ખુન કર્યું નથી. એની હત્યા સાથે મારે કોઈ પણ સંબંધ નથી. પ્લીઝ લીવ મી એલોન.’ કોઇની નાજુક ભાવનાને ઠેસ પહોચાડવાનો તમને તમરી વરદી હક્ક નથી આપતી.પુરાવા વગરની વાહિયાત વાતો માટે મારી પાસે સમય નથી! 

‘કાશ્મીરા, ડોન્ટ ક્રાય. તું સસ્પેક્ટ નથી. પણ અમારી ફરજ છે કે ફાઈલ બંધ કરતાં પહેલાં શક્ય એટલી ઈંક્વાયરી રિપોર્ટ ભવિષ્યની તપાસ માટે ભેગો કરવો પડે. કદાચ ભવિષ્યમાં કોઈ કારણે આ કેસ રીઓપન કરવો પડે તો શક્ય એટલી માહિતી એમાં હોવી જ જોઇએ. ભલે તું આજે આ સવાલનો જવાબ ન આપે પણ કદાચ વર્ષો પછી પણ આ કે આવા સવાલોના જવાબ પોલીસ કે કોર્ટને આપવા પડશે.’

‘મારે તારી મમ્મીને પણ કેટલીક વાત પૂછવી છે. તું તેમણે અહી બોલાવીશ કે એમને પોલીસ સ્ટેશન પર આવવાનું ફાવશે, અથવા તું કહેતો અમે એમની ઓફિસ પર જઈએ ?’ 

‘આપ મમ્મીને જ પુછી લો મિટિંગ ડીસાઇડ કરીલો .’ કશ્મીરાએ એની મમ્મી કનકનો ફોન નંબર આપ્યો.

બીજે દિવસે કનક પોતાની પુત્રી કશ્મીરાને લઈને પોલીસ સ્ટેશન પર પહોંચી ગઈ. સાથે એમનો વકીલ પણ હતો.

‘થેન્ક ફોર કમિન્ગ વિથ કાશ્મીરા કનકબહેન . અમારી પાસે બધી જ માહિતી છે. તમારે હવે કશું જ છુપાવવાનો અર્થ નથી. અમે મેળવેલી માહિતીના કન્ફર્મેશન માટે અમે જે પુછીએ તેના જો સાચા જવાબો ન મળે તો અત્યારે જ ફાઈલ ઓપન કરી સસ્પેક્ટ તરીકે બન્નેની જુબાનીઓ જાહેર કરવી પડશે. અત્યારે અમારી પાસે યામાની હત્યાની લિન્ક તમારા સૂધી પહોચે એટલી માહિતી છે જ. યામાના મૃત્યુના કિસ્સાના મોટિવમાં તમે અને તમારી દીકરી કાશ્મીરાદેવી સસ્પેક્ટ પરસન્સ છો. સિનીયર ઇનસ્પેકટર શીતલે આગળ પાછળની પ્રસ્તાવના વગર ઈનક્વાયરી શરૂ કરી. બે મહિલા સબઈંસ્પેકટર અને પોલીસ પ્રોસિક્યુટરની હાજરીમાં કનકનું બયાન શરું થયું.

કનકે તેનું બયાન ચાલુ કર્યું, “માદામ, ‘ છેલ્લા કેટલાય વરસોથી હું મારા પિતાના ધિકતા ધંધામાં વ્યસ્ત છું અને મને આવા સંગીત કે રિયાલિટી શોમાં ચકલા ચૂંથવા ગમતા નથી . અમારે સોઢા એન્ટરપ્રાઇઝ સાથે ધંધાકીય હિતો છે, પહેલાં ડી’સોઝા ડીકોસ્ટાને ઓળખતી ન હતી. સોઢા સાહેબની દીકરી ગુંજનને ગાયિકા બનવાનું ભૂત વળગેલું, તે મારી પાસે આવતી અને તે કાશ્મીરા સાથે રિયાઝ કરી હતી. “સૂર અમારો સ્વર તમારો” રિયાલીટી શો માં કશ્મીરાને ઓડિશન દરમ્યાન સહેલાઇથી એન્ટ્રી મળી ગયેલી, પરંતુ ટાઈટ મેરીટને આધારિત શો નું ફોર્મેટ હોવાથી ગુંજનને તે રિયાલીટી શો માં એન્ટ્રી નહતી મળી. મારા સોઢા એન્ટરપ્રાઇઝ સાથેના ધાંધકીય હિતો તેમજ જુનિયર સોઢા, આઇમીન વિનય સોઢાના લગ્નનું માગું મારી દીકરી સાથે આવેલું હોવાથી ને ધ્યાનમાં લેતા કાશ્મીરા મારા કહેવાથી જાણી જોઈ નીકળી ગઈ .

હવે ગુંજનને શોમાં એન્ટ્રી ના મળી, તેનો અહમ ઘવાતો હતો . તે તેના પિતાને શોમાં કોઈ પહ ભોગે એન્ટ્રી અપાવવા જિદે ચડેલી હતી. માટે સોઢા સહેબના પ્લાનમુજબ શો માં રહેલા કલાકાર માંથી એકાદ ધરખમને ખેરવી, શો માં ઈમરજન્સી ઊભી કરવી અને ગુંજનને વાઈડ કાર્ડથી એન્ટ્રી અપાવી તેવું સોઢા સાહેબનું ફરમાન હતું, તેના ભાગ રૂપે કાશ્મીરાએ હોટેલના લંચ દરમાયન સોઢા સાહેબના પ્લાન મુજબ તેઓએ આપેલ હેરડ્રાયર યમાને પ્રેજન્ટ કર્યું અને તેનું જૂનું ડ્રાયર લઈ લીધુ હતું. અને શો પહેલા ગ્રીન રૂમમાં તે શૉટ સર્કિટ વાળા હેર ડ્રાયરે તેનું કામ આબાદ પૂરું કરી યમાની વિકેટ ખેરવી હતી .

કશ્મીરા ઊભી થઈને બરાડી ઊઠી ‘મમ્મી વ્હોટ આર યુ ટોકિંગ એબાઉટ ? હાઉ કેન યુ ડુ સચ  ? યામા સદીમાં એક એવી એક હોનહાર કલાકાર હતી .’તું પોતે સંગીતના દેવી સરસ્વતી દેવીની પૂજરણ છે અને તું પોતે સાક્ષાત સરસ્વતી દેવીના અવતાર સમી યામાને રસ્તાનો એક કાંટો સમજી તેને દૂર કર્યો, અને આ કૃત્યમાં મને અંધારામાં રાખી તારા પાપમાં ભાગીદાર બાવી, ઑ મમ્મી મને મારી જાત સાથે ગુસ્સો આવે છે, હું તને દેવી સમજી હતી .

મિસીસ કનક, “ચેસિંગ ધ રોંગ ડ્રિમ કેન કિલ યૂ ”.અમારી પાસે સાબિતી છે કે તમે બીજાના ખોટા સ્વપ્નને સાકર કરવામાં ભાગ ભજવેલો છે. ઈન્સ્પેકટર શીતલે તાજ હોટલમાં ડીકોસ્ટા સાથે તેમવી મુલાકાતના ફૂટેજ તેના મોબાઇલમા બતાવ્યા .. અને તે બોલી .. મિસીસ ...કનકદેવી તમે કઈ છૂપાવી રહ્યા છો, કહેતા એક ધારદાર નજર ઈન્સ્પેકટરે કનક ઉપર નાખી, અને કનક નજરનો તાપ જીરવી ના શકી અને આંખો નમાવી દીધી અને રડતાં બોલી, હા ગુંજન મારા પહેલા પ્રેમની નિશાની છે, અને તેની ખુશી માટે હું કઈ પણ કરવા તૈયાર હતી, અને મે તેની ખુશી માટે આ નીચ કામ કરેલું, અને મે, મારા પહેલા પ્યારની નિશાની ગુંજનની ખુશી માટે યામાની હત્યાનો કારસો, રચેલો હતો... કરવાના રચાયેલા કરસામાં ભાગ લીધો છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે “નેણમાં સમાય નહીં વેણલામાં માય નહીં, એવું કદી થાય નહીં”.


Rate this content
Log in

Similar gujarati story from Drama