ખંજન
ખંજન
કોઈપણ છોકરીનાં ગાલો પરનાં ખંજનથી કેટલાય લોકોનાં દિલ ઘાયલ થાય છે. એવી જ કહાની છે કિયા અને કેયુરની. કિયાના ગોરા ગાલના ખંજન જોઈ દિલ દઈ બેઠો છે. પણ અફસોસ કિયાને તે પામતો નથી. એક અધૂરી પ્રેમ કહાની વાંચો...
શ્વેત દૂધ જેવો વાન, કામણગારી આંખો, ગુલાબી હોઠ અને તેનાં પર કાળો તલ, રૂનાં પૂમડાં જેવાં ગાલ અને એ ગાલોમાં પડતું ખંજન જોઈ ભલભલા દિલ પરનો કાબુ ગુમાવી દેતાં. આવી જ હતી સૌંદર્યની મૂરત કિયા.
કિયા બાર ધોરણ પાસ કરી કોલેજમાં આવી. પહેલાં જ દિવસે તેનાં ગોરા ગાલોમા પડતાં ખંજને કેયુરનું દિલ જીતી લીધું. બસ પછી તો નોટ્સનાં બહાને કે પ્રોજેક્ટનાં બહાને કિયા અને કેયુર મળતાં. કિયા જયારે પણ હસતી તો તેનાં ગાલ પરનાં ખંજનથી તેની સુંદરતા ઓર વધી જતી પણ કેયુર કયારેય પોતાની લાગણી કિયાને જણાવી નહીં. આમને આમ કોલેજ પણ પુરી થઈ.
એક દિવસ કિયા અને તેની મિત્ર સામેથી આવતાં દેખાયાં તો આજ તો કેયુરે નક્કી કર્યું કે આજ તો હિંમત કરી કિયાને પ્રપોઝ કરી જ દંઉ. પણ જયારે કિયાએ પોતાનાં લગ્નની કંકોતરી કેયુરને આપી તો તે કંઈ પણ બોલી શકયો નહીં. આજે કેયુર પણ લગ્ન કરી પોતાનાં જીવનમાં સેટ છે પણ જયારે પણ કોઈ ગાલોમાં ખંજન પડતી છોકરી જુએ અને કિયાને યાદ કરે છે. અને મનમાં જ બોલે છે,
"સુંદરતાની મૂરત છે તું તારા ગાલોમાં પડતાં
ખંજને જાણે પાગલ બનાવી દીધો."

