STORYMIRROR

Kaushik Dave

Action Crime Thriller

3  

Kaushik Dave

Action Crime Thriller

ખેલ ખલાસ

ખેલ ખલાસ

1 min
289

એ હાંફતો હાંફતો આવ્યો.

થાકી ગયો હતો. પણ મુખ પર ચમક લાગતી હતી.

એ પોતાની કાર પાસે આવ્યો.

 એણે દરિયા તરફ જોયું.

દરિયાનું એક મોજું અવાજ કરતું આવ્યું.

એ ખંધું હસ્યો.

અને ધીમે રહીને કારમાં બેસી ગયો.

બસ. એક બુંદ.

ને કામ તમામ.

ફરીથી એ ખંધું હસ્યો.

કારનો દરવાજો ખોલીને ડ્રાઈવ કરવા બેઠો.

આજ એ ખુશીમાં હતો.

મનમાં બબડ્યો.

હું ગગન ..ગગનમાં ઘુમનારો.

એક એક તિતલીને નજીકથી જોનારો.

ને એ મને આવું કહે !

હા. એનું નામ માયા. ખૂબ સરસ સ્વભાવ. પ્રેમાળ.

ને એક દિવસ મને પણ માયાની માયા.

પણ મારા માટે તો આ એક ખેલ. !

કેટલી બધી માયાઓ મારી આજુબાજુ ફરતી.

કારણ. મારો વૈભવ,ધન, સંપત્તિથી આકર્ષાઈને.

પણ માયાને તો આ વૈભવ આકર્ષિત કરી શક્યો નહીં.

પણ એક દિવસ તો એ માછલી જાળમાં ફસાઈ ગઈ.

હા.હા.હા.

એક દિવસ કહે કે હું તારા બાળકની મા બનવાની છું.

પણ મને આવું કહે એ ગમે !

પછી તો ગમે તેમ એને ફોસલાવી.

પણ એ માની જ નહીં.

લગ્ન કરવાની જિદ.

પછી તો આદત મુજબ જ તો !

આજે એનું કામ તમામ કરી નાખ્યું.

ગગને પોતાની કાર ચાલુ કરીને યુ ટર્ન મારીને શહેર તરફ વધવા લાગ્યો.

ગગને છેલ્લી વાર સમુદ્રના ઉછળતા મોજાઓ તરફ જોયું.

ઓહ્ માયા. આઈ લવ યુ !


Rate this content
Log in

Similar gujarati story from Action