ખાનદાની હવેલીમાં લગ્ન, ભાગ - ૬
ખાનદાની હવેલીમાં લગ્ન, ભાગ - ૬
અજયભાઈ ફોન કરે છે, આશિષભાઈને પરંતુ આશિષભાઈનો ફોન બંધ આવે છે. અજયભાઈને થોડી ચિંતા થાય છે, અને વિચારતા હોય છે કે ક્યાંક આશિષભાઈ પોતાના વચનથી ફરી તો નહીં જાયને ? એટલીવારમાં કોઈ બીજા વેપારીનો ફોન આવે છે અને અજયભાઈ તેમની સાથે વાતમાં ગૂંચવાઈ જાય છે.
બીજી બાજુ આશિષભાઈ અને શિલાબહેન બંને સચિનને વાતની શરુઆત ક્યાંથી કરવી તે વિચારીને હેરાન થતા હોય છે. એટલામાં સચિન આવે છે.
સચિન: "હવે કંઇક તો બોલો કે આ અજયભાઈ સાથે શું નક્કી કર્યું છે ? મારે સુધારવું છે, એક મોકો જોતો હતો, પરંતુ મારા ભવિષ્ય તમે પાછું બગાડવા માંગો છો ?"
શીલાબહેન: "શું બોલે છે ! અમે તારા માતાપિતા છે, અમે થોડીને તારું ભવિષ્ય બગાડશું ? તું જે તારું વર્તમાન અને ભવિષ્ય બગાડીને બેઠો હતો તે તારા પપ્પાએ સુધાર્યું છે. તું શાંતિથી તેમની વાત તો સાંભળ."
આશિષભાઈ: "કંઈ વાંધો નહીં શીલા, અત્યારે સચિનને આરામ કરવા દે આપણે પછી વાત કરશું."
સચિન: "મને માફ કરો પપ્પા, શું ચાલી રહ્યું છે તે મને કંઈ સમજાતું નથી, માટે હું ગુસ્સે થઈ ગયો. પરંતુ હવે તમે મને આખી વાત કરો હું શાંતિથી સાંભળીશ."
આશિષભાઈ: "બેટા, અજયભાઈ મારા ખાસ મિત્ર તો નહોતા, તેમ છતાં અજયભાઈ એ એક મિત્ર અને સગાસંબંધીથી પણ વધારે મદદ કરી છે. હું આજેજ સવારે તેમની પાસે ગયો હતો અને મે ફક્ત તારી વાત કરી ત્યાં તરત અજયભાઈ મદદ કરવા તૈયાર થઈ ગયા અને સામે તેમને શરત રાખી કે તારે અજયભાઈની દીકરી પૂજા સાથે લગ્ન કરવા પડશે, અને જો તું લગ્ન ના કર તો છ મહિનામાં ડબલ રૂપિયા પાછા આપવા પડશે."
સચિન: તો તમે મારા લગ્નની હા પાડી દીધી ? મને એકવાર પૂછવું પણ યોગ્ય ના લાગ્યું તમને ?"
શીલાબહેન: "પણ બેટા, તું પૂરી વાત તો સાંભળ, તને તારા પપ્પા ઉપર વિશ્વાસ નથી ?"
સચિન: "સોરી પપ્પા, એવું નથી, મને તમારા બંને પર પૂરો વિશ્વાસ છે. તમે તમારી વાત પૂરી કરો."
આશિષભાઈ: કંઈ વાંધો નહીં બેટા, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું. મેં ત્યારે અજયભાઈ પાસે વિચારવા અને તારી અને શીલા સાથે વાત કરીને જવાબ આપવાની વાત કરી, પરંતુ અજયભાઈ કબૂલ ના થાય, માટે મારે ત્યારે અજયભાઈની વાત માનવી પડી."
સચિન: "શું અજયભાઈની દીકરી પૂજાને આ વાત ખબર છે ?"
શીલાબહેન: "અજયભાઈ એ વાત તો કરીજ હશે ને ? બાકી આટલો મોટો નિર્ણય એમજ તો નહીં લીધો હોય ?"
આશિષભાઈ: "એ તો નથી ખબર, પરંતુ અજયભાઈએ આપને લોકોને પૂજાને મળવા બોલાવ્યા છે અને મારે જવાબ આપવાનો છે કે ક્યારે મળશું ?"
સચિન: "મને કંઈક ગડબડ લાગે છે. મારા પર આટલું દેણું હતું છતાંપણ પોતાની દીકરીના લગ્ન પણ મારી સાથે કરાવવા છે અને મારું દેણું પણ ભરી આપ્યું."
આશિષભાઈ: "તારી વાત સાચી છે બેટા, મને પણ ના સમજાણું માટે હું વિચાર પણ કરતો હતો, પરંતુ અજયભાઈએ મને વિચારવાનો સમય ના આપ્યો."
શીલાબહેન: "મેં પણ તારા પપ્પાને આ વાત કરી હતી, અને મને તો એમ પણ વિચાર આવે છે કે પૂજા ક્યાંક અપંગ તો નહીં હોયને ?"
આશિષભાઈ: "શું બોલે છે શીલા ?"
બધા વાતો કરતા હોય છે ત્યાં ડોરબેલ વાગે છે, વાતોમાં બધા એટલા મશગુલ હોય છે કે કોઈને ડોર બેલ સાંભળતા નથી. પાછી બે થી ત્રણ વાર એક સાથે ડોરબેલ વાગે છે અને સચિનનું ધ્યાન જાય છે, તરત સચિન બારણું ખોલે છે અને જોવે છે તો વાઘમારે સાહેબ આવ્યા હોય છે. સચિન વાઘમારે સાહેબને જોઇને ખુશ થાય છે અને તેમને ઘરમાં અંદર આવકાર આપે છે.
આશિષભાઈ:"અરે સર તમે ! આવો આવો."
વાઘમારે સાહેબ: "હું તો તમને લોકોને આમંત્રણ આપવા આવ્યો છું."
સચિન: "આમંત્રણ ?"
વાઘમારે સાહેબ: "હા, આમંત્રણ, હું કાલે જાવ છું, મારા ગામડે, ગુજરાતમાં મારું ગામ છે નવાગામ ત્યાં. તો તમે લોકો આવો અને આરામ કરીને પછી એક નવી શરૂવાત કરો."
શીલાબહેન: "તમે લોકો બેશો હું ચા લઈ આવું છું."
સચિન: "પાકું સર અમે જરૂરથી આવશું."
બધા સાથે ચા પીને છૂટા પડ્યા, અને પછી સચિન થાકી ગયો હતો તો આરામ કરવા જાય છે, ત્યારે આશિષભાઈ રોકે છે.
આશિષભાઈ: "બેટા, અજયભાઈ ને ફોન કરવાનો છે તો શું જવાબ આપું ?"
સચિન: "પપ્પા તમે કાલે મળવા માટે હા પાડી દો."
શીલાબહેન: "સચિન તે સાચો નિર્ણય લીધો છે."
સચિન:"મમ્મી મેં કાલે મળવા માટે હા પાડી છે. કાલે મળીને નક્કી કરીશ. હું સુવા જાવ છું હવે આ બાબત માટે મારે કંઈ સંભાળવું નથી."
ક્રમશ:...

