STORYMIRROR

Ishita Chintan Raithatha

Horror Romance

4  

Ishita Chintan Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૩

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૩

4 mins
271

સચિન, પૂજાને તેના રૂમમાં સુવડાવીને ત્યાં બેઠોબેઠો વિચારે છે કે આ બધું શું ચાલે છે ત્યાં અચાનક બારીમાંથી પવનની લહેરખી આવે છે અને ત્યાં અરીસા પરનું કપડું ઉડી જાય છે, અરીસાની ફરતે સુંદર કોતરણી મઢેલો હતો, સચિન તે અરીસા તરફ આકર્ષાયા છે અને ધીમે પગે અરીસાની સામે જઈને ઊભો રહે છે. આટલો સુંદર અરીસો સચિને પહેલા ક્યારેય જોયો નહોતો, સચિન તે અરીસાની સુંદરતા નિહાળતો હતો ત્યાં અચાનક સચિનનો પહેરવેશ અને વાળ, દાઢી, હાથપગ માં કડા, માથે પાઘડી, એવો દેખાવ અરીસામાં દેખાણો.

સચિન જોઈને સ્તબ્ધ થઈ ગયો અને જાણે વિચારવાની શક્તિ ના હોય તેમ મૂંઝાવા લાગ્યો ત્યાં અરીસામાં સચિનની પાસે એક સ્ત્રી ઊભેલી દેખાણી જેને સચિનના ખભે હાથ રાખ્યો અને કહ્યું આટલો ગભરાઈ છે શામાટે સુનીલ ? અરીસામાં પોતાની સાથે આટલી સુંદર સ્ત્રી કે જેના લાંબા વાળ, ગુલાબની પાંખડી જેવા હોઠ, કાળી આંખો અને એમાપણ કાજળથી સોંદર્ય વધારે નીખરતું હતું.

સચિન જોયાજ કરતો હતો ત્યાં અચાનક એ સુંદર સ્ત્રી ખૂબ ડરામણી લાગવા લાગી, વાળ ઉડવા લાગ્યા, હોઠ કાળા થઈ ગયા, આંખો લાલ થવા લાગી, હાથના નખ વધવા લાગ્યા અને સચિનના ખભા પર ખૂંચવા લાગ્યા, સચિન ડરી ગયો અને માથા પરનો પરસેવો લુંછતા લુંછતા અરીસાના બદલે બાજુમાં જોયું તો બાજુમાં કોઈ નહોતું, ફરીથી અરીસામાં જોવાની સચિનની હિમંત ના થઈ.

તરત સચિન પૂજાનો હાથ પકડી અને પોતાના ફોનમાં યમુનાસ્ટક ચાલુ કરીને સૂવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ ડરના લીધે સુઈના શક્યો, થોડીવાર પછી સચિનને એક બાળકની રોવાની આવાજ આવે છે, સચિન ધ્યાન નથી આપતો, પરંતુ તે બાળક સતત રડ્યા કરે છે અને સચિનને થાય છે કે હવે તેને પૂજાને સૂતી મૂકીને જોવું જોઈએ કે આ બાળક હવેલીમાં ક્યાંથી આવ્યું ?

સચિન આખી હવેલીમાં બધી જગા પર ગોતે છે પરંતુ કોઈ મળતું નથી, ફક્ત અવાજ આવે છે, સચિન ધ્યાનથી અવાજ સાંભળે છે અને તે દિશામાં જાય છે, થોડીવારમાં સચિન હવેલીના પાછળના ભાગમાં પહોંચે છે ત્યાં આવાજ આવે છે જાણે કોઈ બાજુમાં રડતું હોય પરંતુ કોઈ દેખાતું નથી. સચિન પાછળ ફરવા જાય છે કે તેનો પગ ત્યાં ખાડામાં ફસાઈ જાય છે. સચિન મહામહેનતે પગ બહાર કાઢે છે પરંતુ ત્યાં અંદર કંઇક હોય તેવું લાગ્યું માટે સચિન ખાડો હોય છે તે વધારે ખોદે છે.

ખોદતાંખોદતાં સચિન થાકી જાય છે તેમછતાં સચિન ખોદવાનું ચાલુ રાખે છે. અને ત્યાંથી જે મળે છે તે જોઈને સચિનની આંખો ફાટી રહે છે, તે ખાડામાંથી સચિનને એક બાળકનું હાડપિંજર મળે છે. સચિનના હાથપગ ધ્રુજવા લાગે છે ઠંડી હોવા છતાં પરસેવો વળે છે ત્યાં અચાનક સચિનના કાન પાસે ધીરેથી કોઈ બોલે છે, આ જન્મમાં જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આ જન્મમાં તારી પૂજાની પણ આવીજ હાલત કરીશ.

સચિન હિંમત સાથે પાછળ જોવે છે પરંતુ કોઈ નથી દેખાતું અને ત્યાં સચિનના હાથમાંથી હાડપિંજર પણ ગાયબ થઈ જાય છે. સચિન કંઇપણ સમજવાની હાલતમાં નથી હોતો અને માંડકરીને પૂજાના રૂમ સુધી પહોંચે છેને ત્યાં બારણા વચ્ચે બેભાન થઈ જાય છે. સવાર થતાં વાઘમારે સાહેબ lનો ફોન આવે છે, તે રીંગના આવજથી સચિનની નીંદર ઉડે છે, અને જોવે છે તો પોતે પૂજાના બેડ પર સૂતો હોય છે અને પૂજા ત્યાં બાજુમાં ચા લઈને ઉભી હોય છે.

પૂજા : "ગુડ મર્નિંગ, હવે સારું છે ?"

સચિન : "તું બરાબર છે ? તારા બોડીના નિશાન તો ઘણા વધી ગયા છે, અને આટલું બધી જગા પર લોહી પણ મરી ગયું છે."

પૂજા : "હા, ખબર છે, પરંતુ મને સમજાતું નથીકે મને શું થાય છે ? કઈ યાદ શામાટે નથી રહેતું ?"

સચિન : "આવ, અહીં મારી બાજુમાં બેસ."(પૂજા બેસે છે)

પૂજા : "શું તમે હવે મારી સાથે લગ્ન નહીં કરો ?"

સચિન : "એવું તને કોણે કીધું ?"

પૂજા : "કોઈએ નથી કીધું પરંતુ મારું આ વર્તન જોઈએ તમને જો મારી સાથે લગ્ન ના કરવા હોયતો હું કાકાને કઈ દઈશ કે તમારી પાસેથી તે રૂપિયા પાછા ન લે, તમે ચિંતા ના કરતા, અને મારું માનો તો તમે અહીંથી જતા રહો. મેં હમણાં આ વાત રામુકાકા અને રમીલાકાકીને પણ કહી છે, પરંતુ તે લોકો માનતા નથી અને મારી આવી હાલત જોઈને અહીંજ રહેશે તેવી ઝીદ કરે છે."

સચિન : "આ રામુકાકા અને રમિલાકાકી એ જ છે ને જેને તારા કાકા અહીં મોકલવાના હતા ?"

પૂજા : "હા, એલોકો જ છે અને તમારા માટે નાસ્તો પણ બનાવી રાખ્યો છે."

સચિન : "શું પૂજા તને ખબર છે તારા કાકાએ આપડા કોન્ટ્રાક્ટ મેરેજની વાત શામાટે કરી ? શું એમાં અજયભાઈનો સ્વાર્થ છે ?"

ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Horror