Ishita Raithatha

Horror Romance

4  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૨

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૨

3 mins
354


સચિન હવેલીમાં અંદર આવે છે ત્યારે પૂજા ત્યાં સોફા પર બેઠી હોય છે. ખૂબ સુંદર સાડી, એન્ટિક ઘરેણાં અને સુંદરતા તો એટલી બધી ખીલી હતીકે, સચિન બધી વાતો ભૂલી ગયો અને પૂજાને એક ટાઈટ હગ કરે છે, પૂજા પણ પોતાના હાથ સચિનના માથામાં ફેરવે છે, અને કહે છે "હવે મને મૂકીને જતા નહીં, હું વર્ષોથી તમારી રાહ જોવ છું." સચિનને પૂજાનો અવાજ અલગ લાગ્યો તરત પૂજાને આઘી કરે છે અને જોવે છે તો પૂજાની આંખો લાલ હોય છે અને પૂજાના હાથમાં નિશાન પણ વધી ગયા હોય છે.

સચિન : "પૂજા, તું પૂજા જ છે ને ? મારી પૂજા"

પૂજા : "(જોરજોરથી હસતા હસતા) પ્રેમમાં પરીક્ષા ના હોય, ખાતરી દેવી પડે તે પ્રેમ નથી."

સચિન સમજી ગયો કે, કંઇક ગડબડ છે માટે તરત પ્રેમથી પૂજાનો હાથ પકડીને પૂજાને રૂમમાં લઈ જાય છે તો પૂજા કહે છે, "મારો રૂમ બાજુમાં છે" સચિન વાત માની જાય છે અને ત્યાં સુવડાવી દે છે. પછી બહાર નીકળીને વિચારે છે કે, આ બધું શું થાય છે એટલામાં શીલાબહેનનો ફોન આવે છે.

શીલાબહેન : "બેટા કેમ છો તમે લોકો ?"

સચિન : "સારું છે, મમ્મી કોઈવાર જ્યારે પરિસ્થિતિ સમાજ બહાર હોય તો શું કરવું જોઈએ ? કોની મદદ લેવી જોઈએ ?"

શીલાબહેન : " શું થયું બેટા ? શું હું તારી કંઈ મદદ કરી શકું ?"

સચિન : "ખબર નહીં."

શીલાબહેન : "કંઈ વાંધો નહીં બેટા, હંમેશા પોતાના પર અને ઠાકોરજી પર વિશ્વાસ રાખજે અને એકવાર શાંત મનથી ઠાકોરજીને યાદ કરજે રસ્તો જરૂર મળશે."

સચિન : "સારું મમ્મી હવે હું થોડીવાર સુઈ જાવ પછી વાત કરશું."

બે, ત્રણ દિવસ થઈ જાય છે, પૂજાનું વર્તન હરરોજ ખરાબ થતું જાય છે, વાઘમારે સાહેબ મકરસંક્રાતિ પર પોતાના ઘરે બોલાવે છે પરંતુ પૂજા હવેલીની બહાર જવાની ના પાડે છે. સચિન થોડી જીદ કરે છે અને પૂજાને હાથ પકડી બહાર લઈ જાય છે, પરંતુ મુખ્ય દ્વાર પણ રખની રેખા કરેલી હતી માટે પૂજા તે રેખા ઓળંગી શક્તિ નહોતી, તરત પૂજા ફંગોળાઈને પાછી હવેલીની અંદર ફેંકાય ગઈ.

સચિન સમજી ગયો કે અંજુબહેનની વાત સાચી છે, પૂજા ઊભી થઈને, ત્યાં બગીચામાં અંદર જાય છે અને તળાવ પાસે ખૂબ સુંદર હીંચકો હોય છે ત્યાં બેસે છે, સચિન પાછળ પાછળ જાય છે અને જોવે છે તો પૂજા ગુસ્સામાં હોય છે અને વાળ પણ વિખરાયેલા, સાડી પણ અસ્તવ્યસ્ત આંખો લાલ, બિંદી પણ વિખાયેલી, આ રૂપ જોઈને સચિનને ચિંતા થાય છે અને પાછળ ફરે છે તો ડરી જાય છે, કારણકે તળાવના પાણીમાં પૂજાનું પ્રતિબિંબ દેખાતું જ નથી.

સચિન ફરીથી હીંચકા પર જોવે છે તો ત્યાં પૂજા બેઠી હોય છે અને ફરીથી તળાવમાં જોવે છે તો ત્યાં કોઈ દેખાતું નથી. સચિન તરત પૂજાને ઉંચકીને અંદર લઇ જાય છે અને સુવડાવી દે છે. પછી વાઘમારે સાહેબને ત્યાં મકરસંક્રાતિ માટે જાય છે અને સિક્યોરિટી વાળા ને કઇને જાય છે કે, પૂજાનું ધ્યાન રાખજો.

સચિન : "અંજુબહેન તમારી મદદ જોઈતી હતી,(આટલું કહી સચિન બધી વાત કરે છે, ત્યારે ત્યાં સાહેબ પણ હાજર હોય છે.)

અંજુબહેન : "જરૂર પૂજા ઉપર આત્માનો વાસ થય ગયો છે."

વાઘમારે સાહેબ : "આપડે પૂજાને બચાવવી પડશે અને સાથેસાથે આખા ગામનું ધ્યાન પણ રાખવું પડશે."

સચિન : "અને હા રોજ રાત્રે સૂતા પહેલાં હું યમુનાસ્ટક બોલું છે તો પહેલાં તો પૂજા મારી સાથે બોલતી પરંતુ હમણાં થોડા દિવસોથી હું જ્યારે યમુનાસ્ટક બોલું ત્યારે પૂજાના હાવભાવ ફરી જાય છે અને આમથીઆમ દોડાદોડી કરે છે અને આઘી જતી રહે છે."

અંજુબહેન : "સચિન બને તેટલીવાર પૂજા પાસે ભગવાનનું નામ લે અને આ માતાજીની રક્ષા દોરી પૂજાના હાથમાં બાંધી દેજે, હું ત્યાં સુધીમાં હું અઘોરીબાબા ક્યાં છે તેની તપાસ કરું છું."

વાઘમારે સાહેબ : "અજયભાઈને હવેલીના ભૂતકાળની ખબર હસે, તું ફોન કરીને પૂછ તો ખરી."

સચિન : "તમારી વાત સાચી છે, હવે હું હવેલી પર જાવ, પૂજા એકલી છે."

સચિન જલદીમાં હવેલી પર જાય છે તો ત્યાં સિક્યુરિટી વાળા લોકો બહાર હોતા નથી, સચિનને ચિંતા થાય છે અને અંદર જાય છે તો હોલનું દ્રશ્ય જોઈને સચિનના પગ ત્યાંજ થંભી જાય છે અને સચિનના માથેથી પરસેવો પાડવો લાગે છે.

આટલું ડરામણું દ્ર્શ્ય સચિને જીવનમાં ક્યારેય જોયું નહોતું. પૂજા ત્યાં હોલમાં સિક્યોરિટી વાળાની માથે બેસીને જોરજોરથી રાડો પાડીને પોતાના મોટા નખ વડે તેનું પેટ ફાડીને લોહીના ખોબા ભરીને પિતી હતી, સચિન ત્યાં જઈને પૂજાને પકડીને યમુનાસ્ટક બોલે છે, પૂજાને ખૂબ તકલીફ થાય છે અને થોડીવાર ધમપછળા કરીને થાકીને બેભાન થઈ જાય છે.

ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Horror