Ishita Raithatha

Horror Romance

4  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૧૫

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૧૫

4 mins
342


સચિન વાઘમારે સાહેબને બોલવા જાય છે તો જોવે છે તો સાહેબ તો ગાઢ નિંદ્રામાં હોય છે અને ઘરે બીજા બધા પણ ગઢા નિંદ્રામાં હોય છે. સચિન એકલોજ નીકળી જાય છે. રસ્તા તો ખબર હોય છે અને નાનું ગામ હોવાથી જાજા રસ્તા પણ નહોતા. સચિન પૂજા અને ખુશની ઉપાધિ કરતો કરતો, નવાગામમાં પ્રવેશ કરી શકાય તે રસ્તા પર જાય છે, ઘણું ગોતે છે પરંતુ કોઈ દેખાતું નથી.

અંધારું પણ હોય છે, ચિંતા પણ હોય છે અને સચિનને કંઇજ સમજાતું નથી કે હવે ક્યાં ગોતે. ફોન પણ પૂજાનો બંધ આવતો હતો. સચિન હિમંત નથી હરતો, આજુબાજુ બધે ગોત્તો રહે છે, ત્યાં સચિનને કોઈ બચાવ બચાવ રાડો પડતું હોય છે તે સંભળાય છે. તરત સચિન તે આવજની દિશામાં દોડે છે અને ત્યાં ખૂબ ઝાડવા હોય છે, અંધારું હોય છે છતાંપણ આગળ જાય છે ત્યાં એક ગાડી ઉભી હોય તેવું લાગ્યું.

ગાડી જોઈને સચિનને થોડી રાહત થઈ, તરત ગાડી પાસે જાય છે તો ગાડીમાં કોઈ હોતું નથી, ડ્રાઇવરને બોલાવે છે તો તે પણ જવાબ નથી આપતો, સચિન ડ્રાઇવરને જોરથી હલાવે છે તો, તે ડ્રાઇવર પોતાનું આખું મોઢું ગોળ હલાવે છે અને તેની આંખો પણ મોટી અને કાળી થય જાય છે અને ખૂબ જોરથી રાડ પાડીને સચિનને ધક્કો મારે છે અને ગાડી પણ બળી જાય છે.

સચિન ખૂબ ડરી જાય છે અને કંઈ સમજે તે પહેલાં પાછળથી કોઈ ધીરેથી સચિન, સચિન એમ બોલે છે, સચિન ખૂબ હિંમત ભેગી કરીને પાછળ જોવે છે તો જાડ પાછળથી કોઈ બોલાવતું હોય છે, સચિન ધીરેધીરે જાય છે તો ત્યાં પૂજા અને ખુશ હોય છે.

સચિન : "પૂજા ! તું બરાબર છે ને ? અને ખુશ ?"

પૂજા : "ધીરે બોલો, હું બરાબર છું પરંતુ આ ખુશને શું થયું ખબર નથી."

સચિન : "ખુશ, ખુશ સાંભળ, પૂજા આ ખુશ કેમ કંઈ બોલતો નથી."

પૂજા : "ખબર નહીં, ઓલી લેડી ખબર નહીં ક્યાં ગઈ ?"

પૂજા બોલતી હોય ત્યારે તેની ઉપરના ઝાડ પરજ તે સ્ત્રી હોય છે, લાંબા વાળ, લાલ સાડી, પવન જોરથી ફૂંકાતો હતો અને અંધારું હતું માટે મોઢું ના દેખાયું પરંતુ સચિન જોઈ ગયો હતો, માટે સચિનને ઉપાડી લીધો અને પૂજાનો હાથ પકડીને ત્યાંથી લઈ ગયો. સચિન પૂજા અને ખુશને સાહેબના ઘરે લઈ આવે છે, અને પૂજાને શાંત પાડીને સુવડાવે છે. આ બધી વાતનો વિચાર કરતા કરતાં સચિનને પણ નીંદર આવી જાય છે, અને સવારે જ્યારે ઉઠે છે ત્યારે ખુશ અને વાઘમારે સાહેબ ત્યાં અગાસીમાં સચિનના રૂમની બહાર વાતો કરતા હોય છે અને પૂજા પણ ત્યાં હોતી નથી.

વાઘમારે સાહેબ : "આવ આવ સચિન, રાત્રે તને જગાડ્યો હતો આ લોકો આવ્યા ત્યારે પરંતુ તુ ગાઢ નિંદ્રામાં હતો."

સચિન : "શું તમે મને જગાડવા આવ્યા હતા ? પરંતુ આ લોકોને તો હું જ અહીં લાવ્યો."

પૂજા : "તમારા બધા માટે ગરમાગરમ ચા લાવી છું."

ખુશ : "સારું કર્યું દીદી તું ચા બનાવીને લાવી."

સચિનને કંઈ સમજાતું નથી કે, ખુશ અને સાહેબ શું વાત કરે છે. રાત્રે તો હું જ આ લોકોને બચાવીને લાવ્યો હતો, અને પૂજા તો રાત્રે ખૂબ ડરેલી હતી અને અત્યારે તો એકદમ નોર્મલ લાગે છે.

સચિન : "પૂજા આર યુ ઓલ રાઇટ ?"

પૂજા : "હા, હું બરાબર છું, રાત્રે ઘર ગોતવામાં થોડું મોડું થઈ ગયું અને તમે સૂતા હતા તો રાત્રે વાત ના કરી શકી, સોરી ફોર ધેટ."

સચિનને કંઈ સમજાતું નથી, એટલામાં સચિનનું ધ્યાન ખુશના હાથ પરના નિશાન પર પડે છે, અને સચિન સમજી જાય છે કે આતો પેલી સ્ત્રી ખુશને ઢસડીને લઈ જતી હતી ત્યારે તેના નખના પડ્યા હશે.

સચિન : "ખુશ આ તારા હાથ પર નિશાન ક્યાંથી આવ્યા ?"

ખુશ : "હું પણ સવારથી તેજ વિચારું છું પરંતુ મને ખબર નથી. અને હા દીદી ચા ખૂબ સરસ છે, મજા આવી ગઈ, ખબર નહીં પણ રાત્રે જાણે હું ઘેન માં હોય અને અત્યારે ઘેન ઉતાર્યું હોય તેવું લાગે છે, પરંતુ આ ચા પીધા પછી મજા આવી ગઈ."

સચિન : "રાત્રે તું બેભાન હતો ?"

પૂજા : "ના રે ના, એતો આખો દિવસ ટ્રાવેલ કર્યું માટે થાકી ગયો હતો. અને ખુશ ચા મેં નથી બનાવી, રીનાએ બનાવી છે."

ખુશ : "રીના! કોણ છે રીના ?"

વાઘમારે સાહેબ : "મારી દીકરી છે રીના, તારા જેવડી જ છે, નીચે હશે તને મળવું હોય તો તું તારે જા, તને રીના સાથે વાત કરીને મજા આવશે."

ખુશ : "સારું સાહેબ, હું નીચે જાવ છું."

વાઘમારે સાહેબ : "સચિન, બેટા પૂજા હું પણ નીચે જાવ છું. તમે બંને આરામથી બેસો અને વાતો કરો."

ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Horror