ખામોશી ભાગ-૭
ખામોશી ભાગ-૭
ખામોશીના આગળના પ્રકરણમાં આપણે જોયૂં કે ફીરોઝ અને સુલતાન દ્વારા મારવામાં આવેલ મારમાં ફીરોઝની હોકી સ્ટીક વીપુલના મસ્તકના પાછળના ભાગમાં વાગે છે આશીષ અને વીનય વીપુલને હોસ્પીટલ પહોંચાડે છે ત્યાં ડો.પરેશની સારવારથી વીપુલનો જીવતો બચી જાયછે પરંતુ હોકી વાગવાને કારણે વીપુલ પોતાની યાદ શક્તિ ગુમાવી દે છે હવે આગળ.......
પોતાની યાદશક્તિ ગુમાવી બેસવાને કારણે વીપુલને કોલેજ છોડવી પડે છે એ સમયે તો એવું લાગી રહ્યું હતું કે જાણે ઈશ્વર કંઈક સંકેત આપી રહ્યા હોય એક એવો સંકેત કે જેમાં વર્ષોની આ મિત્રતા ધીરે ધીરે તૂટવા લાગી છે કારણ કે સૌપ્રથમ રાજને પોતાના પપ્પાની નોકરી ટ્રાન્સફર થવાને કારણે પોતાના મિત્રોથી છુટાં પડવું પડ્યું ત્યારબાદ યાદશક્તિ ચાલી જવાને કારણે વીપુલનું પોતાના મિત્રો સાથે મળવાનું ઓછું થઈ ગયું.
જ્યારે આ તરફ વીપુલ અને રાજની જગ્યાને મીસ કરતાં આશીષ અને વીનય ધીરે ધીરે કોલેજના દિવસો પસાર કરતાં હોય છે.અને હવેતો વીનય રાધીની ખુબ નજીક આવી પહોંચ્યો છે બંને એકબીજા સાથે વાત કરે, બગીચામાં ફરવા જાય, સાથે કોફી શોપ પર કોફી ને આનંદ મળે, ક્યારેક રાત્રે નદીના પુલ પર ઠંડી હવાનો આનંદ માણે......પરંતુ વીનય હજી સુધી રાધીને પોતાના મનની વાત કહી શક્યો નથી ધીરે ધીરે એ રાધીના વિચારોને પોતાની જીંદગીમાં સ્થાન આપવા લાગે છે.
ધીરે ધીરે એની દરેક ખુશીઓની પળોને પોતાની માની એને દરેક પળે રાધીને ખુશ રાખવાની આશા સેવવાં લાગે છે..એક દિવસ કોઈક વખતની જેમ વીનય અને રાધી નદીના પુલ પર બેઠાં હોય છે અને કંઈકને કંઈક વાતોએ વળગેલા હોય છે સાથોસાથ હસી મજાક પણ ચાલુંજ હતું અને રાધી પણ ખુબ જ ખુશ હતી એની ખુશી પાછળનું કારણતો વીનણતો વીનય જાણતો ન હતો પરંતુ રાધી ખુશ હતી એટલે પોતાના દીલની વાત રાધીને જણાવવાની ઈચ્છા થાય છે અને બોલે છે....
રાધી......આટલું બોલીને જ વીનીય અટકી જાય છે.
તું કંઈક કહેવા માંગે છો.....? રાધીએ ખુબજ પ્રેમથી વીનયને પુછ્યું.
ના...ના....કંઈ નહીં......વીનયઘ ગભરાતા બોલ્યો..
ના ચોક્કસ કંઈક કહેવા માંગે છે પરંતુ તું કહેતા ગભરાય છે..રાધીએ કહ્યું
અઅ..હાહા...મારે તતતત...તને એક વાત કહેવી છે.....વીનયે તોતડાતાં અવાજે જેવા શબ્દો મુખમાંથી નીકળ્યા એજ શબ્દોએ બોલી ગયો.....
હા બોલ...શું કહેવું છે....કંઈ વાત કહેવી છે......રાધીએ ખુબજ ધીરજથી કહ્યું..
વીનય એક પગે ઘુંટણ પર બેસી જાય છે અને પોતાના જમણાં હાથ વડે રાધીનો જમણાં હાથની ત્રણ-ચાર જેટલી હાથમાં આવી એટલી આંગળીઓ પકડી અને પછી રાધીને કહ્યું..... વિલ યુ મેરી મી........વીનયના મુખમાંથી આવાં શબ્દો સાંભળીને થોડી વાર માટેતો રાધી અચંબો પામીને સ્થગીત થઈ જાય છે અને એક ઘુંટણ પર બેઠેલો વીનય રાધીના મુખમાંથી ક્યારે શબ્દો નીકળે એની રાહ જોઈ રહ્યો હોય છે પછી થોડીવાર રહીને પણ રાધીનો જવાબ ન મળતાં વીનય રાધીને વીચારોની દુનિયામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે..
રાધી તું ક્યાં વિચારો માં ખોવાઈ ગઈ પ્લીઝ રાધી જવાબ તો મને.....વીનયે કહ્યું.
હા..હા હું પણ તને પ્રેમ કરું છું. અને હું પણ તને પ્રપોઝ કરવાની જ હતી પરંતુ હું તને પ્રપોઝ કરું એ પહેલા તે કરી દીધું.....રાધીએ કહ્યું.
હા રાધી મે જ્યારે તને પહેલી વાર જોઈ ત્યારથીજ હું તને પ્રેમ કરવા લાગ્યો છું મારે આખી જીંદગી તારી સાથે વિતાવવી છે.....વીનયે ખુલ્લા મનથી પોતાના દીલના શબ્દો વ્યક્ત કર્યા....
આજે તો તે મારા જીવનમાં ચાર ચાંદ લગાવી દીધા હું તને ખુબજ પસંદ કરૂ છું....રાધી એ ખુશ થતા થતા કહ્યું.
અને પછી તો જેની સાથે વીનય વાત કરવામાં પણ ધબરાતો હતો એજ વ્યક્તિ સાથે અનેક પળો વીતાવવા લાગ્યો.
વીનય અને રાધી રોજ વોહ્ટસપ પર મેસેજ કરીને વાતો કરે. રાતે રાધી ઘરના બધા કામો પતાવીને વીનય ને ફોન કરે અને બંને રાત્રે ખુબ મોડે સુધી પ્રેમની વાતો કરે. એક દિવસ કોલેજમાં રજા હતી ત્યારે રાધી વીનયને ફોન કરે છે પરંતુ વીનય થોડો કામમા હોવાથી ફોન રીસીવ કરતો નથી. થોડા સમય પછી રાધી ફરીવાર વીનયને ફોન કરે છે ત્યારે હજુ વીનય કામમાંથી ફ્રી થયોજ હોય છે અને પોતાના મોબાઈલમાં રાધીનો કોલ આવતો જોઈને એ તરત જ ફોન રીસીવ કરે છે.
વીનય કઈ બોલે એ પહેલાંજ રાધી વીનયને પુછે છે...
હેલ્લો વીનય ક્યાં છે તું....બહું બીઝી રહે છે તું....મારો ફોન કેમ રીસીવ નહોતો કર્યૌ....રાધી એક સાથે અનેક પ્રશ્ર્ન પુછી જાય છે.
અરે એક મિનિટ શાંતિ તો રાખ મને પણ કંઈક બોલવા દે. હું થોડો કામમાં હતો અને ફોન પણ સાયલેન્ટ મોડ પર હતો...એટલે કદાચ તે ફોન કર્યૌ ત્યારે મને ખબર નહી રહી હોય.....સોરી રાધી જવા દે ને હવે.....વીનયે કહ્યું.
હા ઠીક છે... હવે સાંભળ ક્યાં છે તું...? રાધીએ પુછ્યું.
હું તો અત્યારે ઘરે જ છું....કેમ? વીનયે આશ્ચર્ય સાથે પુછ્યું....
કંઈ નહી આજે રજા છે તો ચાલ બહાર કોઈક જગ્યાએ ફરવા જઈએ.....અને તું અત્યારે આવેજ છો કોઈ બહાનું નહી ચાલે..ઓકે....રાધીએ કહ્યું.
પણ..અત્યારે.......અચ્છા કંઈ નહી ચાલ હું છું ઓકે....વીનયે કહ્યું.
પછી ફોન મુકી ને વીનય પોતાની બાઈક લઈને રાધી એજે જગ્યા પર મળવાનું કહેલું તે જગ્યા પર પહોચેં છે. થોડી વારમાં રાધી પણ ત્યાં આવી પહોંચે છે વીનય એનીજ રાહ જોતો હોય છે.
બોલ હવે ક્યાં જઈશુ ફરવા આપણે....?વીનયે કહ્યું.
આજે ડુંમસ બીચ પર એન્જોય કરીએ આપણે....રાધીએ વીનય ના પ્રશ્ર્નનો જવાબ આપતા કહ્યું.
પછી બંને એકજ બાઈક પર નીકળી જાય છે. વીનય બાઈક ચલાવતો હોય છે અને રાધી એની પીઠ સાથે ગળે લગાવીને બેઠી હોય છે. વીનયને તો પહેલેથીજ ફુલ સ્પીડમાં બાઈક ચલાવવાનો શોખ હતો અને બાઈક પાછળ કેટલાંય ઈન્તઝાર પછી મળેલી પોતાની હમસફર બેઠી હતી અને સાથે સાથે જુવાનીનો જોશ પણ હતો આ પળો વીનયની જીંદગીની સૌથી ખુબસુરત પળો હતી. વીનયને તો ઐમજ લાગી રહ્યું હતું કે પોતાની જીવનસાથીને શોધવાની પળો પણ અહીં પુરી થાય છે...............!!!
બંને ડુંમસ બીચ પર પહોંચે છે દરીયાનું પાણી ખુબ આઘું હતું. એટલે એમને પાણીમાં જવાની ઈચ્છા પણ ન હતી. અને ત્યાં જાજું પબ્લીક પણ ન હતું. વીનય અને રાધી જેવા જ પ્રેમી પંખીડાઓ ત્યાં આનંદ કરી રહ્યા હતાં. ડુંમસ બીચ પરની એ રેતી પર વીનય અને રાધી બંને એક બીજાના હાથમાં હાથ રાખીને દૂર સુધી પહોંચી જાય છે જ્યાં કોઈજ નહતું.
ત્યાં જઈને થોડીવાર બંને બેસી રહે છે ત્યારબાદ રાધી થોડી અચકાતાં અચકાતાં બોલે છે..
વીનય..........રાધીએ કહ્યું.
હા બોલ રાધી તું કેમ બોલતા બોલતા અટકી ગઈ.....?..વીનયે કહ્યું.
શું આપણે બંને એકબીજાની ઈચ્છા પુરી ના કરી શકીએ..રાધીએ કહ્યું.
કેવી ઈચ્છા રાધી.....વીનય દબાતા અવાજે બોલ્યો.
આપણી બંનેની ફીલીંગ યાર.....રાધીએ કહ્યું.
પણ રાધી લગ્ન પહેલાં આપણે એકબીજાની ફીલીંગ પુરી કરવી એ..........વીનય શું કરવું એનો જવાબ શોધી શકતો નથી. પરંતુ ઉભરાતી જુવાનીમાં વીનય આ પગલું ઉપાડે છે...........!!!!!!!!! પરંતુ વીનયે લીધેલું આ પગલું એના જીવનની સૌથી મોટી ખામોશીનું કારણ બનવા તરફ સંકેત કરી રહ્યું હતું......
લોડિંગ.........
શું વીનયે રાધીની ઈચ્છા પુરી કરી હશે...?
રાધીની ઈચ્છા પુરી કર્યા પછી પણ શું રાધી હંમેશાને માટે વીનયની થશે.....?
ખામોશી ભાગ - ૮ આગળના સપ્તાહે...
આપનો અંગત અભિપ્રાય આ નંબર પર જણાવી શકો છે 8487935845