Jaydip Bharoliya

Drama Romance

2  

Jaydip Bharoliya

Drama Romance

ખામોશી ભાગ-૩

ખામોશી ભાગ-૩

4 mins
618


ઓપરેશન રૂમની લાલ લાઈટ બંધ થયાની સાથે એમ લાગી રહ્યું હતુ કે ત્યાં રહેલા વીનયના દરેક સ્નેહીજનોના હ્દયના ધબકારાં એ ધબકવાંની ના કહી દીધી હોય. પરંતુ બંધ ઓરડામાં પણ એક પ્રકાશનું કિરણ હોય જ છે, અને અહીં એ કિરણ તરીકે વીનયને અપાર પ્રેમ, લાગણી આપનાર એની મમ્મી રહેલી છે. એક માં પોતાના દીકરાને આવી ગંભીર સ્થિતીમાં કેવી રીતે જોઈ શકે જ્યાં એમનો એકનો એક દીકરો મૃત્યુના દરવાજા પર જઈને ઊભો હોય છે. જ્યાં ઈશ્ર્વર એ દીકરાનો એક નવજન્મ આપવા માટે બોલાવી રહ્યો છે અને એક માં પોતાના આંસુના ફક્ત એકજ બુંદ વડે એ દીકરાને ધરતી પર જ નવ જન્મ આપે છે.

વીનયના મમ્મી પોતાના દીકરાને મળવા માટે આઈ સી યુ ના રૂમ તરફ આગળ વધે છે. પરંતુ ત્યાં રહેલી નર્સ તેમને અટકાવે છે.

તમે અંદર નહી જઈ શકો. નર્સ એ કહ્યું.....

પરંતુ વીનયના મમ્મી વીનયને મળવાં માટે નર્સ સામે હાથ પણ જોડે છે. ત્યારે એમનું દુઃખ સમજીને નર્સ ડોક્ટરની અનુમતી લઈને વીનયના મમ્મીને અંદર જવા દે છે. અંદર ઓપરેશન ચેર પર સુતેલો જેના એક પગમાં ફેક્યર આવેલું હતું અને માથા પર પાટા બાંધેલા હતા એ વીનયને જોઈને એમના મમ્મી પોતાનું દુઃખ પ્રગટ કરતાં રહી નથી શકતાં.

તે જઈને વીનયના મસ્તકના ભાગ પાસે બેસે છે. અને અચાનક છુપાવી રહેલા આંસુનુ એક ટીપુ વીનયની આંખ પર પડે છે આંસુનુ ટીપુ પડવાની સાથે જ વીનયના ડાબા પગનો અંગુઠો હલે છે અને પછી જમણા હાથની આંગળીમાં લોહીનો પ્રવાહ ચાલુ થાય છે અને વીનયના મમ્મીની નજર વીનયની આંગણી પર જાય છે અને તે જોરથી બુમ પાડે છે.

ડોક્ટર..........

નર્સ અને ડોક્ટરની સાથે સાથે વીનયના પપ્પા અને તેના મિત્રો પણ અંદર આવી જાય છે. ડોક્ટર બધાને બહાર જવા માટે કહે છે અને વીનયનું ચેકઅપ કરે છે. બધું પહેલા જેવું નોરમલ થવા લાગ્યું હતું.

ડોક્ટર બહાર જઈને વીનયના સ્નેહીજનોને કહે છે. ચિંતા ના કરશો વીનયની સ્થિતી પહેલાં કરતાં સારી છે. ડોક્ટરની આ વાત સાંભળીને એવું લાગ્યું જાણે દરેકના જીવમાં જીવ આવ્યો હોય. રાજ આશીષને ફોન કરીને બધી વાત જણાવે છે અને આશીષ પણ ભગવાન શીવનો આભાર માનીને હોસ્પિટલ પહોંચે છે.

બે દીવસના આરામ પછી વીનયને હોસ્પિટલમાંથી રજા મળી જાય છે.

***

વીનય, આશીષ, રાજ અને વીપુલ જે જગ્યા પર મળવાના હતા ત્યાં મહેફીલ જમાવીને બેઠાં હોય છે અને અચાનક વીનય રાજને પુછે છે...

તું અમને કંઈ વાત કહેવાનો હતો? એક્સીડન્ટ થયો એ ચક્કરમાં એ વાત તો રહી જ ગઈ....

રાજે પોતાના મિત્રોથી છુંટા પડવાનું દુઃખ મનમાં જ રાખ્યુ હતું. તે અચકાતાં અચકાતાં બોલે છે.

મારાં પપ્પાની નોકરી ટ્રાન્સફર થઈ છે એટલે હવે હું બે-ત્રણ દિવસમાં મારાં પરીવાર સાથે જઈ રહ્યો છું. પાછી એ વાતાવરણમાં શાંતિ છવાઈ જાય છે.

પરંતુ ટ્રાન્સફર ક્યાં થયું છે એ તો કહે?. વીનયે પુછ્યું...

અમદાવાદ. રાજે કહ્યું..

પણ તું હજી અમારી સાથે બે-ત્રણ દીવસ છે તો ચાલો આપણે સાથેજ ક્યાંક ફરવા જઈએ. આશીષે કહ્યું...

આશીષના કહ્યા પ્રમાણે બધાં ડુંમસ બીચ પર જઈને સાથે એન્જોય કરે છે. મસ્તી કરે છે......

પછીના દિવસે વીનય, વિપુલ અને આશીષ રાજને બસ સ્ટોપ સુધી મુકવા જાય છે..

તું તો અમદાવાદ જઈને અમને ભુલી જઈશને? તને નવા મિત્ર મળી જશે. પછી તું એ લોકો સાથે વ્યસ્ત થઈ જઇશ. આશીષે કહ્યું.

બીજા કેટલાંય નવા મિત્રો મળશે પણ તમારા જેવાતો નહીજ મળે.તમને ભુલવાનો પ્રશ્ર્નજ નથી. રાજે કહ્યું...

થોડીવારમાં બસ આવી જાય છે. અને રાજ જલ્દી પાછાં મળશું એમ કહીને પોતાના મિત્રોની રજા લઈને નીકળી જાય છે....

***

થોડા દીવસ પછી જ્યારે વીપુલ અને આશીષ કોલેજના કોલેજ કેમ્પસમાં વાતો કરતાં હોય છે ત્યારે અચાનક ત્યાંથી રાધી અને સંધ્યા પસાર થાય છે રાધીને જોતાંજ આશીષને ભગવાન શિવના મંદિરમાં માનેલી મન્નત યાદ આવી. ત્યાંજ વીનય પણ રાધીની સામેથી આવતો હોય છે અને એકી નજરે રાધીને જોઈ રહે છે. પછી પોતાના મિત્રો પાસે પહોંચે છે

ગમે છે તો તારા દીલની વાત કહી દે. આશીષે કહ્યું.

ના ભાઈ થોડાં દિવસો જવા દે. નકામું પુછવા ગયો અને તેને ના ગમે તો. એના પગનું સેન્ડલ મારા ગાલ પર આવ્યુ તો. વીનયે કહ્યું.

બહાના ના બનાવ પુછવાની હિમ્મત નથી એમ કહે..આશીષે કહ્યું.

એકદિવસ આશીષ સંધ્યા સાથે વાત કરવા માટે તેની પાસે બુક લેવાના બહાને છે. જો કે એ બંને પણ પહેલી વાર જ વાત કરતાં હતા. પરંતુ આશીષ બુક લેવા માટે આવ્યો હતો એટલે થોડી વાત પણ થઈ ગઈ. પછી તો ધીમે ધીમે આશીષ અને સંધ્યા રોજ વાત કરવા લાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama