STORYMIRROR

puneet sarkhedi

Crime Inspirational

4  

puneet sarkhedi

Crime Inspirational

ખાળીયુ

ખાળીયુ

4 mins
353

ધડાક દઈને જીલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પા પાંડેની ચેમ્બરનો દરવાજો ખુલ્યો.

"મુરારીજી, મૈને આપકો કિતની બાર બોલા હે કી, દરવાજે પર નોક કે બિના અંદર મત આના" પુષ્પાએ ફાઈલમાંથી ઉંચુ જોયા વગર, અવાજમાં સતાના રોફ રણકાર સાથે કહ્યું.

"હવે નોકની તો ..."

"જી મેડમ"ના નમ્ર પણ ચાપલુસી ભર્યા અવાજની બદલે આ લુખ્ખો પણ રુઆબદાર અવાજ ક્યાંથી અને કોનો ? મેડમે ફાઈલ ટેબલ પર મુકીને ઉપર જોયું.

"તમે શું ધારી છે એ કહો, અને દફનાવેલા મડદા બહાર કાઢવાનું બંધ કરો" સાંસદ બાવકુભાઈ, પોતાના ચાર પાંચ પાગીયા જોડે જીલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પા પાંડે આઈએએસની ચેમ્બરમાં રાતાપીળા થઈને ધસી આવ્યા હતા.

"બેસો સર, બેસીને પણ વાત થઈ શકે છે," મુળ બનારસ પાસેના સાવ નાના એવા ગામના વતની પુષ્પા પાંડેનું પહેલુ પોસ્ટીંગ જ ગુજરાતમાં થયું હતું, અને વરસોથી ગુજરાત કેડરમાં રહેવાથી, મેડમ સરસ ગુજરાતી બોલી શકતા હતા.

"તપાસ તો થશે, હું જાતે તપાસ કરવાનીં છું, જે જે લોકો સંડોવાયેલા છે, કોઈને નહીં છોડું"

"તો અહીં રહેવું ભારે પડી જશે"

"ધમકી આપો છો ?"

"હા, ધમકી" સાંસદ બાવકુભાઈની સાથે આવેલા એક બેઠી દડીનાં, માથે ખસખસીયા વાળધરાવતા, મોઢામાં એકસો પાંત્રીસના માવાનો મોમા ડુંચો ભરાવેલા એક પાગીયાએ મેડમના ટેબલ પર જુકીને એક આંખ જીણી કરીને કહ્યું.

સટ્ટાક, પાગીયાનાં ગાલ પર એક સણસણતો તમાચો પડ્યો અને એના મોઢામાં રહેલો માવાનો ડુંચો થુંક અને લાળના મિશ્રણ સાથે બાવકુભાઈના સફેદ પહેરણ પર પડ્યો.

"ગેટ આઉટ" 

પાગીયો તમાચો ખાઈને હક્કો બક્કો એકબાજુ ઉભો રહી ગયોં. બિજા પાગીયા બાવકુભાઈનું પહેરણ સાફ કરવા લાગ્યા.

"હું તારુ જીવવાનું હરામ કરી દઈશ, તું મને ઓળખતી નથી, આ મારો ઈલાકો છે" ક્રોધથી તમતમી ઉઠેલા બાવકુભાઈ સાનભાન ભુલીને જેમફાવે તેમ બોલવા લાગ્યા હતા.

"મેડમ પ્લીઝ, સાહેબ આપને પણ વિનંતી શાંતિથી આનુ નિરાકરણ લાવીએ" બાવકુભાઈની સાથે આવેલા એક સમજદાર પાગીયાએ વાતને વાળવાની કોશીશ કરી.

" હવે કોઈ વાત નહીં, આ બાઈએ મારો ઈગો હર્ટ કર્યો છે, એને પણ ખબર પડવી જોઈએ કે આ બાવકુ કોણ છે."

"તમારાથી થાય તે તમે કરજો, મારાથી થશે એ હું કરીશ" મેડમ જાણે કંઈ બન્યું ન હોય તેમ પાછી ફાઈલ ખોલીને બેસી ગયાં

ચેમ્બરમાં થતો કોલાહલ સાંભળીને ઓફીસમાં રહેલો સ્ટાફ અંદર ધસી આવ્યો, અને અંદરનું તંગ વાતાવરણ જોઈને, કોઈએ બહાર જઈને પોલીસને બોલાવી લીધી, પી. આઈ એ આવીને બાવકુભાઈને ચેમ્બર બહાર લઈ ગયાં. ચેબ્બરની બહાર જતા જતા બાવકુભાઈ એક આંગળીથી મેડમને ગર્ભિત ધમકી આપતા ગયાં. પણ થોડી વારમાં આખી ઓફીસમાં ખબર પડી ગઈ કે, મેડમે સાંસદ બાવકુભાઈને કસકસાવીને તમાચો માર્યો. આ હોબાળો શેના માટે થયો, એ પુરી વાત જાણીએ.

એ વરસ ૧૯૮૫/૮૬નું હતુ, ઉપરા ઉપરી ત્રણ વરસ ગુજરાતની ધરતી પરથી વરસાદ ગાયબ થઈ ગયો હતો, દુષ્કાળ ગ્રસ્ત ગુજરાતનાં ગામડા, લોકો, ખેડુતોને જીવાડવા રોજનું આંઠ કલાકનું શ્રમદાન અને એની સામે શ્રમદાન કરનારને રોજની એક ચોક્કસ રકમ મળી રહે તેવી ગુજરાત સરકારે યોજના બહાર પાડી હતી. આ યોજના અંર્તગત તળાવો ઉંડા કરવા, રોડની બન્ને બાજુ માટીકામ કરવું, નવા કુંવા ગાળવા વગેરે કામો શ્રમદાનમાં આવરી લેવાયા હતા. જોકે, લોકો આને 'ખાળીયા ખોદવા'નું કામ કહેતા. તલાટી કમ મંત્રીને રોજનું હાજરી પત્રક બનાવવાની અને શ્રમિકોને વળતર ચુકવવાની જવાબદારી સોપવામાં આવી હતી.

બસ અહીંથી ગડબડ શરુ થઈ, રાજકીય અને અમુક સરકારી માણસોની મિલીભગતથી સરકારી ઝાડ ખંખેરવાનું શરુ થયું. તલાટી કમ મંત્રીએ જે સાચુ હાજરી પત્રક મોકલ્યું હોય એ હાજરી પત્રક ગાયબ થઈ જતું અને નવા હાજરી પત્રકમાં શ્રમિકોની સાચી હાજરીની જગ્યાએ બે ત્રણ ગણી હાજરીવાળા પત્રક જીલ્લા પંચાયતના એકાઉન્ટમાં રજુ થતા અને પેમેન્ટ પણ ચુકવાઈ જતુ.

આ કોંભાડની ગંધ મેડમ સુધી પહોચી અને એમણે ખાનગી રાહે તપાસ કરી તો આ કોંભાડના સુત્રધાર બાવકુભાઈ જણાયા. પુરતા પુરાવા એકત્ર કરીને મેડમે ફાઈલ મુખ્યમંત્રીના ટેબલ પર પહોચાડી. મુખ્યમંત્રીએ બાવકુભાઈને મેટર સલટાવવાનું અથવા રાજીનામું આપીને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવાનું કહી દીધુ, બાવકુભાઈની ઈજ્જત અને રાજકીય સફર પર ખતરો મંડાયો. પુષ્પા મેડમ સાથે બાવકુભાઈના વચેટીયાઓએ સામ દામથી મેટર સોલ્વ કરવાના પ્રયત્ન કરી જોયા પણ આ બાઈ અલગ માટીની બનેલી હતી, બાવકુભાઈની કોઈ કારી ફાવી નહી અને ઉપરના પ્રેસરથી આજે ભાન ગુમાવેલા બાવકુભાઈએ ઓફીસમાં આવીને મેડમને ખુલ્લેઆમ ધમકી આપી.બાવકુભાઈની ધમકીને એકદમ સહજતાથી લઈને, મેડમ જાણે કંઈજ નથી બન્યું એવી નિર્લેપતા સાથે ઘરે પહોચ્યાં

ઘર પર એમની અલગ જ દુનિયા હતી, ઓફીસમાં એકદમ કડક અને નિડર છાપ ધરાવતા મેડમ ઘરે પહોચતા જ એક મા, ગૃહિણી, પત્ની અને બેટી બની ગયા. સ્ત્રી ભલે ગમે તેવી મોટી પોસ્ટ પર હોય, પણ આખરે એમની સંવેદના માં, બેટી, બહેન, પત્ની મા સતત જીવતી હોય છે. બાવકુભાઈથી મેડમનું તો કશુ બગાડી ન શકાયું પણ ઘણા સમયથી રાહ જોઈને બેઠેલા પક્ષના મોવડી મંડળે દાવ લઈ લીધો. 

આજે પુષ્પા પાંડે IAS મુખ્યમંત્રીનાં અંગત સચિવ છે. અને બાવકુભાઈ? રાજકીય ક્ષિતિજ પર એ તો ક્યે દિવસના આથમી ગયાં. સરકારી ઈન્કવાયરી અને કોર્ટના ચક્કર સામે બાવકુનું અભિમાન ચુર ચુર થઈ ગયું.  ક્યારેક એમના ગામ જવાનું થાય, રોડ કાંઠે એક લઘર વઘર માણસ હાથમાં ત્રીકમ લઈને ખાળીયું ખોદતો નજર આવશે. બસ, એ જ બાવકુભાઈ.



Rate this content
Log in

Similar gujarati story from Crime