નેકી
નેકી
"ગણપતિ બાપ્પા મોર્યા" સિધ્ધી વિનાયકજીનાં દર્શન કરી, પોતાની આઈ સાથે આવેલા દામોદરે શેટ્ટી પાસેથી ખરીદેલી સેકન્ડ હેન્ડ ટેક્ષી પર આઈના હાથે શ્રીફળ વધેરાવીને હારતોરા કર્યા. અને ધંધાની શરુઆત કરી.
"ખંડાલા ચલેગા ?"
"હા હા ક્યું નહી સાબ'" કહીને દામોદરે ટેક્ષીનું મિટર ઉપર કર્યુ.
આંગતુક પાછળની સીટમાં સવાર થયો. દામોદરે પનવેલથી પુના એક્ષપ્રેસ વે પર કારને વાળી અને અનાયાસે મિરરમાં જોયું તો પાછળની સીટમાં બેસેલ વ્યક્તી પરસેવે રેબઝેબ હતો અને છાતી પર હાથ દાબીને કશુક કહેવા મથતો હતો. દામોદર એક જ સેકન્ડમાં સમજી ગયો કે પેસેન્જરને હાર્ટએટેક આવ્યો છે, એક પણ પળ ગુમાવ્યા વગર એણે યુ ટર્ન લઈને ટેક્ષી પનવેલ તરફ મારી મુકી, પનવેલ હાઈવે ઉપર જ એક હોસ્પીટલ હતી.
છેક હોસ્પીટલના દરવાજા પાસે ટેક્ષી ઉભી રાખીને કાઉન્ટર પર બેસેલી રિસેપ્નીસ્ટને રાડ પાડી, "મેડમ, પેસન્ટ હે, જલ્દી ડોક્ટર કો ભેજીયે"
ઘડીભરમાં તો આખી હોસ્પીટલ દોડતી થઈ ગઈ, અને તાત્કાલિક પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો.અડધા કલાકની જહેમત બાદ દર્દી નોર્મલ કંડીશનમાં આવ્યો અને આઈ સી યુમાં ખસેડાયો. દામોદર સિધ્ધી વિનાયકના જાપ જપતો બેસી રહ્યોં. પેશન્ટ સાવ નોર્મલ થયા પછી એના ઘરનો સંપર્ક કરવામાં આવ્યો અને એના પત્ની, દિકરી હાફળા ફાફળા હોસ્પીટલ દોડી આવ્યા.
"શુક્રીયા ડો. આપને ઈસે નયા જીવનદાન દીયા હે"
"મેમ હમને કુછ નહી કીયા, શુક્ર ઈસ નૌ જવાન કા માનીયે, જો સહી વખ્ત પે યહા લે આયા, વારના !"
દામોદરનો આભાર માનીને મા દિકરી આઈ સી યુમાં દાખલ થયાં. આ બનાવના આઠમાં દીવસે દામોદર પર અજાણ્યો મોબાઈલ નંબર રણકી ગયો.
"દામોદર ?"
"જી બોલ રહા હું, આપ કોન?"
"યે સબ બાદમે, મે જો બતા રહા હું વો એડ્રેસ પે આકે મિલો"
"અડધા કલાક પછી દામોદર પેલા ફોનમાં અપાયેલા એડ્રેસ પર પહોચ્યો અને એના આશ્ર્ચર્ય વચ્ચે એ મળ્યા જેને હાર્ટની તકલિફના હિસાબે હોસ્પીટલમાં દાખલ કરેલા. આજે દામોદર ફોરમ્યુલા વનનો નંબર વન રેસીંગ ડ્રાઈવર બની ગયો છે, કંઈ કેટલીય કાર બનાવતી કંપનીઓ દામોદરને એક વાર પોતાની કાર લઈને રેસીંગમાં ઉતરવાના મો માંગ્યા રુપીયા આપે છે.
દામોદર દેશ વિદેશની કેટલીય રેસ જીતીને હવે હિમાલીયન કાર રેસની તૈયારી કરી રહ્યોં છે
પેલા આંગતુક કોણ હતા ?
એ મશહુર નંબર વન ફોરમ્યુલા રેસીંગ કાર ડ્રાઈવર અશોક કાર્નીકટ હતા. દામોદરની આઈ દામોદરને ઘણી વાર કહેતા "નેકી કર ઓર દરીયેમેં ડાલ, એક દિન તુજે દરિયાસે ભી બડી શોહરત મિલેંગી"
