puneet sarkhedi

Tragedy

4  

puneet sarkhedi

Tragedy

વિકાસ

વિકાસ

2 mins
300


"હે, દાસકાકા હમણાથી આ ધોળી ગાડીયું આપણા ગામમાં કેમ હડીયાપાટી કરે છે ?"

"લે તે હાંભળ્યુ નથી ?"

"હું ?"

" આપણુ ગામ શહેરની મહાનગર પાલિકામાં ભળી ગ્યુ છે"

"તે એમા ગાડીયું વાળા કાં ગાંડા થ્યા ? રાજકારણી તો નથી લાગતા"

"ના ભાઈ આ રાજકારણીઓ નથી, પણ આ લોકોની પાછળ જરૂર રાજકારણી હોવાના"

 " દાસકાકા કાંઈક ફોડ પાડીને વાત કરો"

 "જો ભાઈ, આપણું ગામ શે'રમાં ભળે છે એટલે શે'રના બિલ્ડરોની નજર આપણી આ હોના જેવી ઉપજાઉ જમીન પર છે, એ લોકો વિઘાના ભાવે જમીન લઈને પ્લોટીંગ પાડીને, બિનખેતી કરાવીને વારના ભાવમાં વેચશે.

" આપણે નો વેચીએ તો ?"

 " અરે દીકરા મારા, એ લોકો જમીનના ભાવ એવા કહેશે કે આજે નહીં તો કાલે ગામના બધા ખાતેદારો જમીન વેચવા ઉતાવળા થશે. તને ખબર છે ? વશરામે એની 5 વિઘા જમીન પાંત્રી લાખમાં વેંચી"

" હેં પાત્રી લાખ ?"

 "હા અને આ લેવાલી ક્યાં આકડે જઈને અટકશે એ મારો રામ જાણે"

 "અને જેને નો વેચવી હોય તો"

 "તું આ જમાતને ઓળતો નથી વા'લા, એને સામ દામ દંડ ભેદ બધુ આવડે છે, ક્યા સુધી ટકશો, આંયા બધું બનશે, મોટી મોટી ઈમારતો, પાક્કા રસ્તા, આંખ્યુંને આંઝી દેતી લાઈટું, મોટી મોટી દુકાનો, બસ આ એક નહીં રહે"

"હું"

"આપણું આ બાપીકુ ગામ" દાસકાકા આંખમાં આવેલ પાણી લુછંતા બોલ્યા.

 "ખેતી નહીં રહે તો ખાશું હું કાકા ? જમીનનો રુપિયો કોઈ દી' ટક્યો નથી પછી કરશું હું ?

"હવારે વે'લા ટિફિન લઈને શે'રમાં મજૂરી"

"અને આપણા છોકરાવ ક્યાં જાહે ?"

"હિરા ઘહવા"

દાસકાકા મણનો નિહાકો નાખીને છેલ્લીવાર એમના ખેતરને મનભરી જોઇ લેવા ખેતર ભણી વળ્યાં.

દાસકાકાએ હજી ત્રણ દિવસ પહેલા જ એમના ભાગમાં આવેલ 7 વિઘા જમીન 70 લાખમાં બિલ્ડરને વેંચી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy