કેવો છે આ પ્રેમ?
કેવો છે આ પ્રેમ?


જોને યાર આપણા બંને નો પ્રેમ.
કેવો છે આ પ્રેમ?
નથી હું તારા વગર રહી શકતી કે ના તું મને યાદ કર્યા વગર દિવસ જાય. છતાં અલગ અલગ રહેવું પડે છે આપણે. સમાજ ના કેવા રીતિ રિવાજો, કેવા નિયમ કે આપણે એકબીજા સામે દેખાવાનું તો છોડો પણ સાથે મૃત્યુ પણ નથી માંગી શકતા. ફક્ત એકબીજા ને દેખવાની તલબ માં પણ ક્ષણ ક્ષણ આ જીવ મૃત્યુ તરફ જઈ રહ્યો છે. ભગવાન ને એક જ અર્ચના છે કે, આ જન્મ માં ભલે અમે બંને એક ના થયાં પણ આવતા જન્મ માં અલગ તો ના જ કરતા. તું તારી ફરજ નિભાવ. તારે ઘરે પણ એક છોકરી તારા ભરોસે તેના માતા પિતા નું ઘર છોડી ને આવી છે સપ્તપદી ના વચન સાથે. અને હું આ દુનિયાના રીત રિવાજ ને નિયમ ને સાચવું જેને મને 6 વર્ષ ની નાની છોકરીને લગ્ન કરવાની તેના એક વર્ષ માં તેને વિધવા બનાવી દીધી.