MITA PATHAK

Drama Thriller

4.0  

MITA PATHAK

Drama Thriller

કેસૂડો

કેસૂડો

1 min
223


"બાપુ, આજે તો હું જાતે જ ખેતરે જઈને કેસૂડાના ફુલ તોડી લાવીશ." જો દીકરી કેસર...." ના હો બાપુ, તમે હમણાંના તો ના જ પાડો છો. દીકરી નાની હતી ત્યારે મેં તને કોઈ દહાડ જવાની ના નથ પાડી. હવે તું મોટી થઈ કાલ હવાર હાહરે જઈશ..અને વળી હર વરસે ફાગણ મહિનામાં તું ખેતર આવે જ છે ને ?! પણ હવે તું મોટી થઈ ગઈ. હું તારા માટે કેસૂડો તોડતો આવે...બાપુ કોઈ વરહ મને તમે ના નથી પાડી હવે તમે ચમ ના પાડો છો. અરે હું તારા માટે કેસૂડો તોડી લાવે કીધુંને, પણ.. કેસરને તો જાતે જવું હતું.

   કેસરનું રૂપ હવે કેસૂડાની જેમ ફાલીને છલકાય રહ્યું હતું. એને શું ખબર દુનિયાદારીની કે બાપુ ચમ ના પાડે છે. ત્યાં તો કેસર "બાપુ આવું" બોલતીક ને ઈ તો હરણફાળ ખેતર તરફ દોડે છે. રૂમઝૂમ પાયલના ખણકે ને કેસુડો તોડે મનમાં વાસુદેવહરિ બોલતી "ને કહેતી તમને પેલો રંગ તો મારો ચડશે !" કેસર કેસૂડાના ફૂલ તોડીને ખુશ ખુશાલ છે. અને તે પાગલની જેમ નાચે છે....ત્યાં જ એને કોઈ પડછાયોનો અહેસાસ થાય છે, પણ વહેમ સમજીને કેસૂડાની ડાળી પકડી કેસૂડો તોડી રહી હતી..... ત્યાં કોઈએ તેનું મુખ ડબાવ્યું. મનમાં જ હૂંકારો ભરી શકી 'બાપુ,' ત્યાં જ માંથે ધડામ કરી લાકડીનો જોરદાર ફટકો પડ્યો. ને ધૂળેટીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.         


Rate this content
Log in

Similar gujarati story from Drama