Nency Agravat

Horror

4.3  

Nency Agravat

Horror

કેમ આમ ?

કેમ આમ ?

2 mins
169


એના દોડતા મનના તરંગો સાથે પગ પણ હરણાની માફક દોડતા હતા. પગની ઝડપ અને મનના એ વિચારોની ઝડપ જાણે એકબીજા સાથે હરીફાઈમાં ઉતર્યા હોય એવું લાગતું હતું. સાથે હૃદયના ધબકારા કહેતા હોય કે,હું કેમ પાછળ રહી જાઉં ? અને એ પણ મૂંઝારા સાથે જોરથી ધબકવા લાગ્યું. ઘડીક એને થયું ચાલ થોડીવાર ઊભો રહી જાઉં પણ, પગ થંભવાનું નામ જ લેતા ન હતા. જ્યાં જાય ત્યાં, પણ હવે પાછું વળી જોઉં નથી કે વળવું નથી. આગળ નીકળી જઉં છે. એટલે અહીં તો ઊભું રહેવું પણ નથી.

 લગભગ થોડી મિનિટ જેટલું દોડી એના પગે પણ થોડી સ્પીડ ઘટાડી અને સાથે મનના વિચારો એ પણ નક્કી કરી લીધું હશે કે, થોડો વિસામો ખાય લઉં. આજુબાજુ નજર કરતા વાસ્તવિકતાનું ભાન થયું કે, શહેરની ચહલ પહલ હવે ધીરે ધીરે શાંત પડવા લાગી હતી. હતી તો આસપાસ નીરવ શાંતિ, ઝાંખપ આપતો અંધકાર,ક્યારેક દૂર દૂરથી આવતો કૂતરાનો ભસવાનો અવાજ અને વરુની ડરામણી દહાડ !

રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો. ધીમા અંજવાળું ફેંક્તું એક ઘર દેખાયું. જાણે દીવાદાંડી સમાન હોય એમ એ દોડી અમારા ઘરનો દરવાજો ખખડાવ્યો.

મારા પપ્પા એ જોયું તો અજાણ્યા કોઈ ભાઈ હતા. મમ્મીની તબિયત સારી નહી એટલે મને કહ્યું. "નેન્સી,બે કપ ચા બનાવજે"

પપ્પા અને એ અજાણ્યા ભાઈ હોલમાં બેઠા. એ અજાણ્યાં ભાઈએ વાત શરૂ કરી,

" થોડે દૂર મારી ગાડી ખરાબ થઈ ગઈ. પણ આ વિસ્તારની ઘણી ડરામણી વાતો સાંભળી એટલે ગાડી મૂકી ભાગ્યો. ઘણું દોડ્યો ત્યાં તમારું ઘર દેખાયું. સોરી અડધી રાતે તમને હેરાન કર્યા. "

"અરે,એ બધી અફવાઓ છે. હું તમારા માટે સુવા માટેની વ્યવસ્થા કરું. "પપ્પા આટલું બોલી રૂમમાં ગયા.

 મેં ચા આપી. મને એ ભાઈ કહે "તમને અહીં સ્મશાનના વિસ્તારમાં રહેવામાં ડર નથી લાગતો ?સાંભળ્યું છે કે અહીં ભૂત હાથમાં પોતાનું માથું લઈ ફરે . !"

મેં ખાલી મારું માથું હાથમાં લઈને કહ્યું,. "કેમ ? આમ ?"


Rate this content
Log in

Similar gujarati story from Horror