Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Khushbu Shah

Horror Drama Thriller


1.0  

Khushbu Shah

Horror Drama Thriller


કડાહા ચલ રહા હે

કડાહા ચલ રહા હે

8 mins 740 8 mins 740

 

"રાનીખેત, ઉત્તરાખંડની સુંદર પહાડીઓ વચ્ચે વસેલ એક નયનરમ્ય શહેર. જો માનવ મારુ આ ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ કેવું છે ?"

"સારું છે ખુશી પણ તને નથી લાગતું કે મેં કીધું તેમ અપને પ્રાગ જવું જોઈતું હતું ફોર અવર હનીમૂન. "

" ના. મારે મનભરીને પ્રકૃતિ ને અને જિંદગીને માણવી હતી, તારી સાથે ફરવું હતું એન્ડ બીજા દેશમાં ત્યાંના કાયદા કાનૂન પ્રમાણે ફરવાનું. નહીં આ જ સારું છે. તને ગમ્યું નહીં ?"

"હા...હા...હા... ગુડ વન. તું સાથે હોય તો મને રાનીખેત શું રણપ્રદેશમાં પણ ફરવાનું ગમશે."


   માનવ અને ખુશી ખુબ જ મુક્તપણે પોતાની જીંદગી માણી રહ્યા હતા. એ લોકોની વાતો સાંભળ ગાડી ચાલવતા રતનલાલને પણ પોતાની લાલી અને પરિવાર યાદ આવી રહ્યો હતો. તેઓની ગાડી હવે કાલકા નામના રાનીખેત પાસે આવેલા નાનકડા ટાઉન તરફ વધી રહી હતી. એ આખો રસ્તો ત્યાંના પહાડો અને સુંદર જંગલ માટે પ્રખ્યાત હતો. માનવ અને ખુશી તેઓની એક અલાયદી દુનિયામાં ફોટા અને સેલ્ફી લેવામાં મસ્ત હતા. પણ ગાડીની ઝડપી ગતિને કારણે ફોટા બરાબર આવી રહ્યા ન હતા તેથી ખુશીએ ગાડી થોભાવી એને પહેલા ગાડીમાં જ તેની અને માનવની સેલ્ફી લેવા માંડી. ત્યારે જ...

"ઓહ ...બચાવો... બચાવો " દર્દ ભરેલા અવાજ સાથે એક હાથ ખુશીની સીટ તરફની બારી પાર પછડાયો અને પછી એક 40-50 વર્ષના માણસે ગાડીમાં ડોકિયું કર્યું. ખુશી તો તેને જોતા જ ચીસ પડી ઉઠી કારણ કે એ માણસના માથામાંથી નીકળેલા લોહીને કારણે તેના કપડાં અને હાથ લોહીથી લથબથ હતાં.


   રતનલાલે તેની તરફનો ગાડીનો કાચ નીચો કર્યો અને તે માણસને તેની ઇજા વિશે પૂછવા લાગ્યો.ખુશી તો ખુબ જ ડઘાઈ ગઈ હતી.

"સાહેબ, યે બોલ રહા હે કી ઉસકા યહાં એકસીડન્ટ હુઆ હે. ક્યા હમ ઇસે પાસ કે ગાવકી અસપતાલ તક છોડ દે ?" રતનલાલે માનવને પૂછ્યું, તે માણસ માનવની સામે હાથ જોડી રહ્યો હતો તેથી માનવને પણ દયા આવી ગઈ. ખુશીના ના પાડવા છતાં પણ તે લોકોએ તે માણસને હોસ્પિટલ લઇ જવા માટે ગાડીમાં બેસવાની અનુમતિ આપી દીધી. તે માણસ ગાડીમાં રાતનલાલની બાજુમાં આગલી સીટ પર ગોઠવાઈ ગયો પણ ખુશીએ કઈક એવું જોયું કે તેને પરસેવો વળી ગયો.


  ધીરે રહીને તેને માનવને વાત કરી કે જો એ માણસનો એક્સિડન્ટ થયો હતો તો તેની ગાડી કે બાઈક ક્યાં હતા? માનવ ખુબ જ ઉતાવળો હતો તેને સીધી આ વાત એ માણસને જ પૂછી લીધી અને તેને કહ્યું કે તે ચાલતો જતો હતો તો કોઈ ગાડીવાળો તેને ટક્કર મારી જતો રહ્યો. રતનલાલે પણ તેની વાતમાં જ પોતાનો સુર પુરાવ્યો.


      એ માણસની વાતમાં આવી તેઓ તેને હોસ્પિટલ પહોંચાડવા માટે બીજા જ રસ્તે વળી ગયાં, જંગલમાંથી પસાર થતા રસ્તા. જંગલનું વાતાવરણ ખુબ જ આહલાદક હતું એમ પણ સમી સાંજનો રતાશ પડતો સૂરજ બસ હવે આથમી જ રહ્યો હતો. પક્ષીઓના ટોળા પોતાના માળાઓમાં પાંચ જઈ રહ્યા હતા પણ આ દ્રશ્ય લાંબો સમય ન રહ્યું. ધીરે ધીરે અંધારાના ઓળા વૃક્ષો પર અને જમીન પર પથરાવા લાગ્યા, અને ચારેતરફ સન્નાટો થવા લાગ્યો. ક્યારેક કોઈ શિયાળની લાલી પણ સંભળાતી જે વાતાવરણને થોડું ભયાવહ બનાવી રહી હતી. એ માણસને ગાડીમાં બેસાડ્યા પછી કલાક પસાર થઇ ચુક્યો હતો પણ તેનું ગામ આવતું ન હતું, હજી પણ જંગલ પત્યું ન હતું. તે વાત પર રતનલાલ કે ખુશી-માનવનું પણ ધ્યાન ન હતું. રતનલાલ તે માણસ સાથે વાત કરવામાં અને ખુશી-માનવ પોતાની જ દુનિયામાં મસ્ત હતાં.


     આ તરફ ધીરે- ધીરે વાતાવરણમાં પલટો આવવા લાગ્યો. અચાનક ધોધમાર વરસાદ વરસવા લાગ્યો અને પવનની ઝડપ એટલી તો વધી ગઈ કે હવે આગળનો રસ્તો દેખાવો પણ હવે મુશ્કેલ હતો.

"સાહેબ, આગે કુછ નહીં દિખાઈ દે રહા. ક્યાં થોડી દેર યહી પે ગાડી ખડી રખું ? " રતનલાલે માનવને પરિસ્થિતિનું ભાન કરાવ્યું.


"અરે, આપ તો બોલ રહે થે કે આપકા ગાવ યહી પર હે, પર એ જંગલ યો ખતમ હી નહીં હો રહા, હમે તો ભૂખ ભી લગી હે. ઔર રતનલાલ હમારી આજકી ટુર તો રહ ગઈ. અબ કલકા તુમ અલગ સે ચાર્જ લોગે."

"નહીં, કિસી ગરીબકી મદદ કરને કા મેં કોઈ અલગ ચાર્જ નહીં લૂંગા ઔર હા મેં હંમેશા મેગી ઔર એક પ્રાઈમસ સાથ રાખતા હું, મેં અભી બના લેતા હું આપ લોગ ગાડીમેં હી બેઠીયે ક્યુંકી બહાર ઝોરો કી બારીસ હે."

"ઠીક હે."


   પેલો માણસ પણ રતનલાલ સાથે ગાડી બહાર નીકળી ગયો, માનવે જોયું તો એ લોકો એક ઝાડ નીચે જઈ પ્રાઈમસ પેટાવી રહ્યા હતા. માનવ અને ખુશી ગાડીમાં બેઠા અને એટલા દિવસોની તેમની ટ્રીપના ફોટા જોવા લાગ્યા પણ એક વિઘ્ન તો હતું જ વરસાદ બંધ થવાને બદલે વધી રહ્યો હતો.


"માનવ મને હવે ડર લાગે છે પેલા માણસને લીફ્ટ આપીને આપણે કોઈ ભૂલ તો નથી કરી ને કારણ કે એના ગાડીમાં બેઠા પછી ના તો એનું ગામ મળ્યું કે ના તો આપણે કાલકા પહોંચી શક્યા."


"ખુશી હોરર સિરિયલ જોઈ-જોઈને તારું મગજ ખાલી થઇ ગયું છે. જા મગજ લઇ આવ કોઈ મોલમાંથી. હા...હા...હા "

"ઓઇ તને આવા સમયે પણ મજાક સૂઝે છે. જા હું વાત નથી કરવાની તારી સાથે."

"અરે બાબા સોરી."


 માનવ અને ખુશી પોતાની જ નોકઝોકમાં વ્યસ્ત હતા તે લોકોને એ ધ્યાન જ ન રહ્યું કે સામેના ઝાડ નીચે ના તો હવે રતનલાલ હતા કે ના એ માણસ. ત્યાં જ અચાનક એક તેજ વીજળીનો લિસોટો આકાશમાં દેખાયો અને વાદળોનો ઘેરો ગડગડાટ થયો. માનવ અને ખુશી એ જયારે ગાડી બહાર જોયું ત્યારે સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો.


"જોયું મેં કીધું હતું ને માનવ આપણે ફસાઈ ગયા છે હવે ? " ખુશી ડરતા-ડરતા બોલવા લાગી.

"અરે અહીં જ હશે એ લોકો. હું છું ને તું ચિંતા નહીં કર.આપણે ગાડીમાંથી નીચે ઉતરીને એક વાર જોઈ લઈએ."

  માનવના કહેવાથી તે બન્ને ગાડીમાંથી બહાર આવ્યા, ખુશી માનવ પાછળ લપાતી- છુપાતી ચાલી રહી હતી. ત્યાં જ અચાનક જમીન ફાટવા લાગી હોય એવું લાગ્યું એ લોકોને અને સાચે જ તેઓની બાજુમાં જ જમીનમાં ભુવો પડયો અને થોડા માટે તેઓ બચી ગયા.


"માનવ જલ્દી ચાલ ગાડીમાં ભાગી જઈએ અહીં કઈ તો ખોટું થઈ રહ્યું છે. "

" હા ચાલ ખુશી." હવે માનવ પણ ગભરાયો હતો.

  ત્યાં જ " બચાઓ... બચાઓ, સાહબજી." રતનલાલ બૂમો પડતો આવી રહ્યો હતો. માનવ અને ખુશીના પગ અટકી ગયા.

"સાહબ, ઉસને કડાહે કો જગા દીયા, કડાહા ચલ રહા હે."

"કડાહા ? ક્યાં હે વો ? "

"સાહબ ગાડીમેં ચાલીયે જલ્દી મેં આપકો બતાતા હું."


    ફટાફટ એ ત્રણે ગાડી તરફ ભાગ્યા અને ગાડીમાં બેસ્યા બાદ એ લોકોએ રાહતનો શ્વાસ લીધો.

" ક્યાં હે યે કડાહા ?"

"સાહબ એક ચરુ હે સોને-ચાંદી સે ભરા હુઆ. જમીન સે બહાર આ ગયા હે, ઇસીલિયે યે આંધી-તુફાન હો રહા હે . વો ઉસકો મિલ ગયા હે."

" પર તો તુમ ક્યુ ભાગ રહે હો ?"

" સાહબ, ઉસ કડાહે મેં સે સોના નિકાલને કે લિયે ઉસે કોઈ એક ઇન્સાન કી બલી દેની હોગી. કડાહા સિર્ફ તીન- ચાર ઘંટે હી બહાર રહેગા. વો હમ મેં સે કિસી કી બલી દેને કે લિયે હમે યહાં લેકર આયા."


 "ઠીક હે. રતનલાલ તો ગાડી ભગાઓ." રતનલાલ હજી તો ગાડી શરુ કરવા જઈ જ રહ્યો હતો ત્યાં જ ગાડી બેસી પડી, ગાડીના બધા ટાયર પંચર થઇ ચુક્યા હતા. હજી તો કોઈ કઈ સમજે એ પહેલા જ ગાડીની સામે એક કાળો ઓળો દેખાયો અને એક કુહાડીનો ઘા ગાડીના આગળ કાચ પર ઝીંકાયો, તે સાથે જ ત્રયેણ પર કાચના ટુકડા ઉડયા.


  તે માણસ ગાડીના બોનેટ પર ચડી રતનલાલને ગાડીમાંથી ખેંચી રહ્યો હતો. માનવ તેની રતનલાલ પરથી પકડ છોડવામાં લાગ્યો એટલામાં જ ખુશી ગાડીમાંથી ઉતરી ગઈ.


  મનાવે જોયું તો હાથમાં એક મોટો પથ્થર લઇ ખુશી ધીરે-ધીરે એ માણસની પાછળની તરફથી તેના તરફ આગળ વધી રહી હતી, તે જોઈ રતનલાલ અને માનવ સમજી ગયા ખુશીનો ઈરાદો, એ લોકોએ એ માણસની પકડ છોડાવાનો નાટક ચાલુ રાખ્યો અને ખુશીએ પાછળથી આવી તે માણસના માથે પથ્થર ઝીકી દીધો. કણસતા- કણસતા તે ગાડીથી નીચે પડયો. એ ત્રયેણ હવે ચાલવા લાગ્યા. પણ પાછળથી એ માણસની લાશ જાણે હવા બની હવામાં મળી ગઈ.


 હજી તો માત્ર પંદર ડગલાં જ ચાલ્યા હશે ત્યાં ફરીથી સામેની જમીન ફાટી અને એમાંથી પ્રકાશ આવ્યો-સોનેરી પ્રકાશ.. સામે એ જ કડાહો - ચરુ હતું, સોના-ચાંદીથી ભરેલો. અને આ તરફ રતનલાલનું રુપ પણ ગંભીર થઇ ગયું, તે જાણે હવામાં ઉડીને સામે ચરુ પાસે જઈ ચરુ સામે જ સ્થિર થઇ ગયો અને તેનું અટ્ટહાસ્ય વાતાવરણમાં ચારેતરફ ગુંજી ઉઠયું.

"સાહબ, તો કૈસા લગા આપકો કે યે કડાહા?"


  માનવ અને ખુશીના તો હોઠ જ સીવાય ગયા હતા, આટલું સોનુ તેઓએ કોઈ દિવસ જોયું ન હતું. ત્યાં જ રાતનલાલે માયાઓ રચવા માંડી. એક તરફ ખુશીને ઘરેણાં, બંગલો, વૈભવ, એશોઆરામની લાલચ આપી તો માનવને પણ તેવા જ વૈભવી દ્રશ્યો બતાવ્યા. ધીરે - ધીરે માનવ અને ખુશીના મનમાં લાલચ જાગતી જોઈ તેને બન્ને વશમાં કરી એકબીજાથી વિપરીત દિશામાં મોકલ્યા અને બન્નેને એકબીજાને મારવા પ્રેરણા આપી કારણ કે કડાહો હંમેશા બલી માંગે છે.


જયારે માનવ અને ખુશી એકબીજાની સામે આવ્યા ત્યારે બન્ને હાથમાં તલવાર હતી, એ જ ખેલ હતો ખૂની કડાહા અને તેમાં રહેલી રતનલાલની આત્માનો. બે પ્રેમ કરનારાઓની પરીક્ષા.


  રતનલાલનું અટ્ટહાસ્ય વાતાવરણે હવે ચીરી રહ્યું હતું. પણ થયું એ જ રતનલાલે વિચાર્યું જ ન હતું, ખુશી અને માનવ બન્નેની તલવાર જમીન પર હતી અને તેઓ એકબીજાનો હાથ પકડી ભાગી રહ્યા હતા. રતનલાલે તેમના માર્ગમાં અનેક વિઘ્નો નાખ્યા, પથ્થરો ફેંક્યા, સાપ દોડાવ્યા પણ માનવ અને ખુશી ભાગતા રહ્યાં. આખરે રતનલાલે પોતાની ભૂલ સ્વીકારી અને હવે તેની આત્મા ફરી સૌમ્ય રુપમાં તે બન્નેની સામે આવી.


"મુજે માફ કર દો. મેને આપ દોનો કે પ્યારકી પરીક્ષા લી. મેરા મકસદ દુનિયામેં જૂઠે પ્યાર કરનેવાલો કો સજા દેના હે." રતનલાલની આત્મા હવે શાંતચિત્તે ખુશી અને માનવને કહી રહી હતી, અને તે બન્ને પણ વિસ્ફારિત આંખે જોઈ રહ્યા હતાં.


"પર તુમ એસા કયું કર રહે હો ?"

" એક બાર એસા હી કડાહા ચલા થા. મેં ઔર મેરી બીવી લાલી સાથ થે. તભી કડાહેને યહી શર્ત રખી થી મેરી તલવાર તો જમીન પે ગીર ગઈ પર લાલીને મેં કુછ સમજ સકું ઉસસે પહેલે હી મેરી જાન લે લી ઔર કડાહે સે સારી દૌલત લેકે ચાલી ગઈ. તભી સે મુજે પ્યાર શબ્દ સે હી નફરત હો ગઈ થી. મેરી રુહ યહી અટક ગઈ ઔર એસે બહોત સે જૂઠે પ્યાર કારનેવાલોકો મેને મરવા દિયા. પર આજ તુમ લોગોકે સચ્ચા પ્યાર દેખ કે મુજે ફિર સે પ્યાર પે ભરોસા હો ગયા હે, પર યે તો સબ છલાવા થા મેરે પાસ તુમ્હે દેને કે લિયે ઇસકે સિવા કુછ નહીં હે." એટલું બોલતાં જ રતનલાલની આત્માએ એક સોનાની આશરે 1 કિગ્રાની ઈંટ માનવના હાથમાં મૂકી.


 " હમે કુછ નહીં ચાહિયે બસ હમે જાને દો. હમારી દુનિયા એક્દુસરે મે હી હે. ઔર તુમ ભી અબ મુક્ત હો જાઓ." માનવ બોલ્યો.

"હા સાહબ, બસ ઇસે રતનલાલકા આશીર્વાદ સમાજ લેના. અલવિદા." અને રતનલાલની આત્મા એ સોનાની ઈંટ માનવના જ હાથમાં રહેવા દઈ મુક્ત થઇ ગઈ. સાથે જ ત્યાં રહેલો છલાવા રુપ કડાહો પણ હવામાં ગાયબ થઇ ગયો અને માનવ અને ખુશીની આંખ સામે હવે જંગલ નહીં પણ એ જ રસ્તો હતો જ્યાંથી તેઓ રતનલાલની ગાડીમાં બેઠા હતા!


Rate this content
Log in

More gujarati story from Khushbu Shah

Similar gujarati story from Horror