Pinky Shah

Romance

4  

Pinky Shah

Romance

કબુલાત

કબુલાત

10 mins
239


આજે ૮ વરસે શાલિની એ ચિંતનને આ સઘળી વાત જણાવી દેવું, એવો નિશ્ચય કર્યો. અને ચિંતનના ઘરે આવવાની રાહ જોવા લાગી અને સાંજનું જમવાનું બનાવવા તૈયારી કરવા લાગી. સાંજે જ્યારે જમી કરીને શાલિની એ ચિંતનને જ્યારે કહ્યું કે મારે મારા ભૂતકાળ વિશે કંઇક વાત કરવી છે તને. ત્યારે ચિંતનએ એને ખૂબ જ સરળતાથી પૂછ્યું, 'શું તારો એ ભૂતકાળ તારા અને મારા ભવિષ્યને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે ?' અને શાલિની વિચારી રહી, 'એવું તો નથી. એવું તો નથી.' શાલિની એ કહ્યું. 'હા તો બસ, એમ નહીં બદલાય ભૂતકાળ, પણ એને ભૂલીને આગળ વધીશ તો મને વધારે સારું લાગશે. તેમ છતાં જો તારે મને જણાવવું હોય તો તું જણાવી શકે છે.' અને શાલિનીએ બધી વાત ચિંતન ને જણાવી. ચિંતન એ માત્ર એટલુંજ કહ્યું શાલિનીને "એમ અચાનક થાય નહીં પ્રેમ…

સવારથી આજે બેચેન હતી શાલીની. એક વાતનો અજંપો એને પ્રતિપળ અહેસાસ અપાવી રહયો હતો કે એ ગુનેગાર છે ચિંતનની કેટલોસમજુ અને સરળ છે એ અને પોતે ! સચ્ચાઈ છૂપાવી અને એને છેતરી રહી છે. આજે એણે વિચાર્યું હતુ કે એ ચિંતનને જે છે એ બધું સાફ સાફ જણાવી દેશે.

આજે એણે રસોઈ ફટાફટ બનાવી નાખી હતી. અને કામ પતાવીને ચિંતનની રાહ જોતી હતી. 7 વાગતા જ ડોરબેલ વાગી. શાલિનીનુ દીલ એક ધબકાર ચૂકી ગયુ. આજ પહેલા કયારેય તે આવી રીતે ફીલ કરી નહોતી રહી. દરવાજો ખોલતાજ સામે ચિંતનને જોઈ હસતા મોં એ શાલિની એ ચિતનની

બેગ હાથમાં લીધી. અંદર આવીને ચિતને દરવાજો બંધ કર્યો. અને શાલિનીને હગ કર્યુ. ચિંતનની અદા પર શરમાઈને શાલિનીએ મોં એની છાતિમાં છૂપાવી દીધુ. ચિંતને માથું ચૂમીને ઉંડો શ્વાસ લીધો.

"હાયે...આ મોગરાના ગજરા એ તો મને ઘેલો કરી નાખ્યો શાલૂ.." અને શાલૂને એણે બાહોમાં ભરીને વહાલ કર્યુ. શાલૂ બધું ભૂલી જતી જયારે એ ચિતનની સાથે હોય ત્યારે એનામય થઈ જતી. અને ચિંતન પણ એને એટલો પ્રેમ  એટલો આપતો કે શાલિની બધુ ભૂલી જતી હતી. શાલિની એક સંનિષ્ઠ પત્ની હતી. એ સમયસર ઘરની દરેક ફરજો બજાવતી હતી. સમયસર ગરમ નાસ્તો/ટિફીન/ડિનર અને ઘરની સાફસફાઈકરતી રહેતી. ઘર માટે જરુરી વસ્તુઓ લેવા અને ખરીદવા અને બેંકનુ કામકાજ એણે પહેલેથી સંભાળી લીધુ હતુ.

શાલીની એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવી હતી. સૌરાષ્ટ્રના છેવાડાના એક શહેરમાં તેના માતા પિતા સાથે તે રહેતી હતી. તેના માતા સરલાબેન અને પિતા દલપતભાઈ શાલિનીનો નાનો પરિવાર હતો. શાલિની બહું લાડકી હતી માતા પિતાની એકમાત્ર સંતાન હોવાને કારણે એનું સ્થાન ઘરમાં અવિચળ હતુ. પિતા સરકારી કર્મચારી હતા. મા પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર હતા. એથી ઘરની આર્થિક પરિસ્થિતિ સધ્ધર હતી. શાલિનીની તમામ જરુરિયાત ખૂબજ સરળતાથી પૂરી કરવામાં આવતી હતી. શાલિનીનેખૂબ શોખ હતો આર્ટક્રાફ્ટનો. તેમજ ક્લાસિકલ ડાન્સર બનવાનું તેનું સપનું હતું. જેના માટે તે સ્કૂલ ઓફ આર્ટસમાં નિયમિત તાલિમ લેતી હતી. અને તેના 7 વર્ષ પૂરા કરીને આરંગેત્રમ કરેલુ હતું. આર્ટ અને ક્રાફટમાં એણે ચાર વર્ષનો ડિગ્રી કોર્સ કરેલો. સ્કૂલ ઓફ આર્ટે એની કલેવર સ્ટુડન્ટને બેચ 

તરીકે હાયર કરી લીધી હતી એને એટલે શાલિની ખૂબજ સરસ રીતે ત્યાં સેટ પણ થઈ ગયેલી. ભણવામાં મધ્યમ એવી શાલિની તેની આર્ટક્રાફટની જોબમાં ખૂબ અગ્રેસર હતી. તેની ત્યાં ખૂબ પ્રશંસા થતી. શાલિનીને એનુ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી  આગળ ડિગ્રીમાં રસ નહોતો. એણે બી.એ. કર્યા પછી જોબ કરવાનું શરુ કર્યુ હતું. અને એ એમાં ખુશ હતી.

શાલિનીને એનો બાવીસમો જન્મ દિવસ આવ્યો. એ દિવસે એ સવારે વહેલી ઉઠી તૈયાર થઈ ગયેલી. પાપા અને માને પગે લાગવા એ ગઈ ત્યારે એને જોઈ સરલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. નાનકડી શાલૂ આજે કેટલી મોટી થઈ ગઈ હતી. દલપતભાઈ અને સરલાબેને શાલૂ માટે સરપ્રાઈઝ એરેન્જ કરી હતી. શાલૂને એણે એમ કહયુ કે એ દસ વાગે મા સાથે"વિઝન"આર્ટ ગેલેરી એક એકઝીબીશન છે મિત્રનું તે જોવા આવી જાય. શાલૂ એ હા કહી અને તૈયાર થવા ગઈ. સરલાબેને એને એક  સરસ સાડી ભેંટઆપીહતી એ પહેરી. લાંબા કાળાં સુંવાળા વાળમાં એ ખૂબજ સુંદર લાગતી હતી.

એણે ખુલ્લા વાળમાં મોગરાનો ગજરો ભરાવ્યો હતો. દાડમી કલરની સિલ્ક સાડીમાં અને કાશ્મીરી વર્ક કરેલુ હતુ. એનો ઉઠાવ  ગજબ મોહક લાગતો હતો. મેચીંગ લાઈટ જ્વેલરી પહેરીને શાલૂ અરીસા સામે ઉભી રહી મેકઅપ કરવા લાગી.મોટી માછલી આકાર ની તેજસ્વી આંખો.એના પર મેચીંગ આઈશેડો. ધનુષની પણછ જેવી કમાન આકારની આકર્ષક આઈબ્રો. ગૌરવર્ણ નમણાં સુરેખ ચહેરા પર નાનું અણિયાળું નાક. પાતળાં ગુલાબી હોઠ આછા પરપલ કલરની લિપસ્ટિકથી સુંદર ઉઠાવ આપતા હતા. પાતળી નહી પણ ભરાવદાર બાંધો અને 5-5 પ્રમાણસર હાઈટ. ભરાવદાર ગાલમાં પડતા ખંજન કોઈનું પણ ધ્યાન ખેંચે એવા હતા. સુરાહીદાર ગરદનમાં પહેરેલી ગોલ્ડન ચેઈન અને ઝૂલતું $નું પેંડલ તરફ ખેંચાય એવુ સુરુચિ પૂર્ણ લાગતું હતું. શાલિનીએ ડાબા કાંડા પર એક મેચિંગ રીસ્ટવોચ પહેરી હતી. બેહદ સુરુચિપૂર્ણ ઢબે પહેરેલી સાડીમાં તે ખૂબ સોહામણી લાગતી હતી. જાજરમાન  વ્યકિતત્વની આભા એની આસપાસના વાતાવરણને ઉજાગર કરતી હતી. તૈયાર થયા પછી તેણે અરિસામાં જોયુ. પોતેના પરિધાનને આખરી ઓપ આપવા તેણે જૂઈની ખૂશ્બૂવાળું પરફયૂમ લગાવ્યું. હવે એ તૈયાર હતી.

ત્યાંજ સરલાબેન આવ્યા. શાલૂને જોઈ ખૂબજ ખુશ થઈ ગયા. અને પછી શાલૂને સરલાબેન"વિઝન" આર્ટ ગેલેરી જવા નીકળ્યા. ત્યા પહોંચ્યા ત્યારે દલપતભાઈ બહાર રાહ જોઈ ઉભા હતા. બન્નેને જોઈને તેઓ દોડીને આવ્યા. શાલિની, સરલાબેન અને દલપત ભાઈ સાથે પ્રવેશ્યા. એકાએકજ ફૂલ ફલેશ લાઈટ શરુ થઈ ગઈ અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગૂંજી ઉઠયુ. અને શાલિનીના મા પાપાએ શાલિનીને સરપ્રાઈઝ આપી હતી. એ એની સમજમાં આવ્યુ. કમરાની બધી દિવાલો પર શાલિનીના કેનવાસ પેઈન્ટીંગ હતા. અત્યાર સુધી શાલૂએ કરેલ દરેક પેઇન્ટીંગને કાળજી પૂર્વક અહીં સજાવીને  મૂકવામાં આવ્યુ હતુ.

શાલિની આ જોઈ દંગ થઈ ગઈ. એને ખબર જ ના રહી કે કયારે આટલી મહેનત લઈને તેના પેરેન્ટ્સે તેને આટલી મોટી સરપ્રાઈઝ આપી હતી. પૂરી આર્ટ ગેલેરીની દિવાલો પર એના છેલ્લાં પંદર વર્ષથી કરેલી મહેનતના પરિણામ સ્વરુપ પેઈન્ટીંગ હતા. દરેક પેઈન્ટીંગની નીચે કલાતમક રીતે સ્ટેન્ડ કરેલ આર્ટીસ્ટીક ક્રાફટનાં સેમ્પલ મૂકયાં હતાં. એક ખૂબજ મોટુ પ્લેટફોર્મ આપ્યુ હતુ. શાલૂના માતા પિતાએ તેને ખુશી આપવાં. શાલૂ પાસે શબ્દો ન્હોતા. તે ખૂબજ આભારવશ થઈ મા પાપાને વળગી પડી. ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઝીબીશન જોવા આવ્યા હતાં. યાદ કરીને સરલાબેન અને દલપતભાઈએ શાલિનીના તમામ મિત્રો અને જોબ પરના સ્ટાફ/સગાવ્હાલાઓ અને પરિચિતોને આમંત્રિત કર્યા હતા. શાલિનીની આર્ટ અને ક્રાફટના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. એક અકલ્પનીય સૌભાગ્ય સાંપડયું હતુ શાલિનીને. શાલૂને યાદ આવી ગયો એનો આરંગેત્રમ વેળાનો પ્રસંગ. ત્યારે શાલૂના આરંગેત્રમમાં દલપતભાઈ એ શહેરના પ્રતિષ્ઠિત ટાઉનહોલમાં આ પ્રસંગ રાખેલો. વીસ વર્ષની શાલિનીએ કોલેજ પૂરી કરી  કે તરત બીજેજ વર્ષે ફંકશન રાખ્યુ હતુ. શાલૂએ પુષ્કળ મહેનત કરીને આરંગેત્રમની પ્રેકટીશ શરુ કરી. સાથે સાથે એના મા પાપા પણ એને સમય પર જયૂસ/પ્રોટીન ડાયેટ/લિકવીડ ડાયેટ સમયાં

તરે આપતા રહેતા. થાકેલી શાલૂ જયારે સૂતી ત્યારે એને શાલ ઓઢાડીને સ્વીચ ઓફ કરીને તેઓ એને ખલેલ ના પડે એની તકેદારી રાખતા હતા. સરલાબેન અને દલપતભાઈની જીંદગીનું એકમાત્ર ધ્યેય શાલૂની ખુશી હતું. એ માટે તેઓ ક્યારેય પણ કશુંપણ કરવા તત્પર રહેતા હતાં. 

આજેપણ આટલી મોટી સરપ્રાઈઝ આપવાતેઓની મહિનાઓની મહેનત હશે તે સ્પષ્ટ જણાઈ આવતું હતું. તેને પોતાના મા પાપા પર ખૂબ માન હતુ, જેમા આજે એક છોગું ઉમેરાયુ. આ મા પાપા માટે કંઇપણ કરવુ પડે એ તૈયાર હતી. એના માતા પિતાએ એને રાજકુમારીની જેમ ઉછેરી હતી. એના માંગ્યા પહેલાંજ એની જરુરિયાત પૂરી કરવામાં આવતી હતી. આજે શાલૂને ભાન થયુ. કદાચ એને ખુશી આપવામાં એના મા પાપાએ જીંદગી આખીનું સુખચેન એને નામ કરેલુ હતુ. પૂરો દિવસ ત્રણેય અહી રહયા. લંચમાં સેન્ડવીચ કોફીનો શાલૂને ખૂબ ભાવતો ઓર્ડર કરી ત્યાજ મંગાવ્યું. મોડેથી સાંજે એકઝીબીશન પૂરુ થયા પછી ત્રણેય જણા કારમાં ડિનર લેવા "હેવમોર"માં ગયા. ત્યાનું કેન્ડલલાઈટ 

ડિનર શાલૂને બહુ પ્રિય હતુ. શાલૂની પસંદ એ બન્ને માટે આખરી પસંદ હતી. શાલૂએ બન્ને સાથે મનભરીને વાતો કરી અને તેઓ ધરે પાછા ફર્યા. બીજા દિવસના ન્યૂઝ પેપરમાં "વિઝન"આર્ટગેલેરીમાં યોજાયેલા એકઝીબીશનની ફોટો સાથે તારીફ કરવામાં આવી હતી. શાલૂએ આ બધી ક્રેડિટ એના માતાપિતાને કારણે મળીછે એવું કહયુ હતુ. શાલૂને ઘણા બધા પેઈન્ટીંગના ઓર્ડર મળ્યા હતા. ક્રાફટ અને અમુક પેઈન્ટીંગ ત્યાજ સેલ થઈ ગયા હતા. એક પરફોમિંગ આર્ટની ગેલેરીના ઓનરે મિ સાકેતે એની સાથે પર્સનલમાં ચર્ચા કરી.એણે શાલિની ની આવડત/ધગશ અને નિષ્ઠાનો અહેસાસ થયો અને એણે નકકીકર્યુ.કે "સનશાઈન"આર્ટ ગેલેરી ને ગૌરવભર્યું સ્થાન અપાવવા માટે એ શાલિનીની સહાય લેશે અને એણે શાલિનીમાં ખૂબ ઉંડો રસ લઈ શાલૂને એ ગેલેરી ક્રાફટ,પેઈન્ટીંગથી ઇન્ટીરીયર કરવાની ઓફર આપી. ખૂબ મોટી તક મળી તેથી શાલૂને લાગ્યુ કે એની કારકિર્દીને વેગ મળી રહયો

હતો. દલપતભાઈ અને સરલાબેને એને સાથ આપતા કહ્યુ કે તારે આ તક ઝડપી લેવી જોઈએ અને અમે તારી સાથે છીએ....

આર્ટ સ્કૂલમાં એઝ અ ફેકલ્ટી એના સિવાય એબહારના કલાસિકલ ડાન્સના પ્રોગ્રામમાં પર્ફોમન્સ આપતી હતી. એમાં હવે આર્ટ ગેલેરીમાં કામ કરવાની તક મળતા એની જીંદગી ખૂબ વ્યસ્ત થઈ ગઈ. એની કામ પ્રત્યે સમર્પિતતા જોઈ સરલાબેન અને દલપતભાઈ એને સાથ સહકાર આપતા હતા. એક વર્ષની લગાતાર મહેનત પછી "સનશાઈન" આર્ટ ગેલેરીની સજાવટનું કાર્ય પૂરું થયુ. આ દરમ્યાન સાકેત અને શાલિની અંગત મિત્રો બની ગયા હોય છે અને એ બેઉ ઘણીવાર સાથે નજીકના શહેરમાં આર્ટ ખેલેરી માટે પરચેઝ કરવા જતા. કયારેક તેઓ સાથે લંચ પણ લેતા. કામને લઈને ઘણીવાર તેઓ સાથે લાબો સમય વિતાવતા. આમ ને આમ "સનશાઈન"નું કામ પૂરું થયુ. કાલ થી હવે શાલિની એ અહી આવવાનુ નહોતુ. પેમેન્ટનો 4 લાખનો ચેક આપતા સાકેતે શાલિની ને કહ્યુ:

"શાલિની તારા વગર હવે નહી ગમે હોં આદત પડી ગઈ છે તારા સાથે હોવાની મને ..."

હળવેથી હસતા શાલિની બોલી :  "સાકેત, મારુ જવાનુ નિશ્ચિત હતુજ વહેલું મોડું."

સાકેત બોલ્યો:  " શાલિની મારી જીંદગીમાં હું તારો સદા માટે સાથ માગુ છું આપી શકીશ ! તને મારી જીવનસાથી બનવુ ગમશે !"

શાલિની એ કહયુ:  "મે એવુ કદી વિચાર્યું પણ નથી.મારા પેરેન્ટ્સ કહે ત્યાં મારે મેરેજ કરવાના છે સાકેત."

અને શાલિની ઘરે આવે છે. રાતે જમીને બધા બેઠા હોય છે ત્યારે તે પાપાનાં હાથમાં ચેક મૂકે છે અને પછી સાકેત ની લાગણી અને પ્રસ્તાવ વિષે જણાવે છે. સરલાબેન અને દલપતરામ સાકેત વિષે

શાલિનીને શાંતિથી વિચાર કરવાનું કહે છે. બીજે દિવસે દલપતરામ સાકેતને જમવા બોલાવે છે અને વાત નીકળે છે સાકેતના લગ્ન વિષે. સાકેત એના મનની વાત જણાવતા કહે છે એ મારે ફેમિલીમાં પૂછવાનું કંઈ નથી. કેમકે મારા માતા પિતા બહુ વર્ષો ષહેલાં મૃત્યુ પામ્યા હતા.શાલિનીની સંમતિથી 

આ સંબંધ બંધાય છે. શાલિની,સાકેત સાથે લગ્નની વાત પાકી થયા પછી ખરીદી કરવા જાય છે. અને લગ્નની બીજી વ્યવહારિક જવાબદારીઓમાં સરલાબેન અને દલપતરામ જોતરાઈ જાય છે. લગ્નની ડેટ નક્કી થાય છે અને દસ દિવસ પછી આર્યસમાજમાં લગ્ન કરવાનો આગ્રહ સાકેત કરે છે. બન્નેના આગ્રહ પછી સરલાબેન અને દલપતરામ આ વાતને સ્વીકારી લે છે.

લગ્નના દિવસે આર્ય સમાજના હોલ પર ખૂબ રાહ જોયાં પછી પણ સાકેતના કોઈ ખબર આવતા નથી.

ફોન પણ સ્વીચ ઓફ મળે છે. અંતે દલપતભાઈ સાકેતને ત્યા જાય છે ત્યારે ખબર પડે છે. હોલ પર આવતી વખતે એનુ કાર એક્સિડન્ટમાં મોત થયું હતુ. આ વાત જણાવીને દલપતભાઈ શાલિની અને સરલાબેનને અહી આવવાનુ જણાવે છે. સરલાબેન અને શાલિની સાકેતના ઘરે આવે છે. સાકેતને મૃત અવસ્થામાં જોઈ શાલિની એને વળગી ખૂબ રડે છે. આઘાત લાગવાંથી તે બેહોશ થઈ જાય છે.  

સાકેતની મૃત્યુ બાદની બધી વિધી શાલિનીના માતા પિતા સંપન્ન કરે છે. સાકેતના બધી મિલ્કત 

શાલિનીને નામ કરવામા આવેલ છે એ જાણી બધા હચમચી જાય છે.

"સનશાઈન" આર્ટ ગેલેરી શાલાની સંભાળે છે. આમ ને આમ બે વર્ષ પસાર થઈ જાય છે.  શાલિની ધીમે ધીમે શાંત થતી જાય છે. સરલાબેન અને દલપતરામ ચિંતિત છે કેમકે શાલિનિ ખૂબ ઓછુ બોલે છે. એની જોબ/આર્ટ ગેલેરી અને કામ સિવાય એ રુમની બહાર પણ ભાગ્યે જ નીકળે છે એનાં મનની સ્થિતિ જોઈ ને તેઓ ખૂબ વિટંબણા અનુભવે છે. બધું ભૂલવવા માટે કોશિષ કરી રહયા છે. પોતાની તમામ આવડતને દીલના પટારામાં બંધ કરીને શાલિની જીવે છે. એક વાત એને સમજાતી નથી કે અમને જુદા પાડવા હતા તો ઈશ્વરે મેળવ્યા શા માટે !  તેઓ ત્રણેય એકબીજાને સહારે જીવ્યે જાય છે.

એક વાર ત્રણેય ફરવા માટે મસૂરી જાય છે. દલપતરામઅને સરલાબેન ગંગામાં સ્નાન કરવા જતા સંજોગ વશાત ડૂબી જાય છે. ફરી ઐકવાર કાળનું ચક્ર શાલિનીને શિકાર બનાવે છે. શાલિનીને માથે પહાડ તૂટી પડે છે. એવખતે એને ચિંતન ખૂબ મદદ કરે છે. આ પરિસ્થિતિનો સામનો કરવામાં. શાલિની એકલા એકલા જીવતા ઉબાઈ ગઈ છે.અને એથી એ એકવાર આપઘાત કરવાનો નિર્ણય કરે છે. અને એટલે એ એકવાર એના ફલેટની પાળી પરથી પડતુ મૂકે છે પણ પાછળથી ચિંતન 

એને બચાવી લે છે. શાલિની ને એ પૂછે છે:

" આપઘાત કરવો કાયરનુ કામ છે તું આટલી નિડર છો તો પછી આમ કેમ !"

રડતાં રડતાં શાલિની કહે છે,  "કોને માટે હું જીવું ! મારી પાસે જે કંઈ હોય એ ભગવાન છીનવી લે છે હવે મને જીવવાંમાં રસ નથી."

અને ચિંતન એને સંભાળે છે કેમકે એને ખ્યાલ આવી ગયો હોય છે કે શાલિની એકલી જીવી શકે તેમ નથી. એટલે એ એને બની શકે એટલી સાચવવાની કોશીષ કરે છે. આમ ને આમ છ મહિના વીતી જાય છે અને ચિંતનની બદલી થાય છે. બેંગ્લોરમાં તેનુ પોસ્ટીંગ હોય છે. અને ચિંતન આ વાત શાલિનીને જણાવે છે. શાલિની આ સાંભળીને ફરી એકવાર ઢીલી થઈ જાય છે. એ ફરી એકવાર વિચારે છે કે : "હે પ્રભુ, મારું આટલું અમથું સુખ પણ તું સાંખી શકતો નથી ! સાકેત/મા/પાપાને તો છીનવી લીધા અને હવે ચિતનને પણ !"

શાલિનીની આંખોમાં આંસુ આવી જાય છે. સ્તબ્ધ થયેલી શાલિનીને જોઈને ચિંતન કશુ બોલે એપહેલા શાલિની બેહોશ થઈ જાય છે અને ચિંતન એને મોં પર પાણી છાંટી અને એને ભાનમાં લાવે છે.ચિતનને જોઈ શાલિની ખૂબ રડે છે. ચિતન પૂછે છે: 

"શાલૂ તુ, મારી સાથે બેંગ્લોર આવીશ ? "

શાલૂ મૂંઝવણથી ચિતનને પૂછે છે : "એ કેમ બની શકે ! "

ચિંતન કહે છે : " જોતુ હા કહેતો આપણે લગ્ન કરી લઈએ. તારે આધારની જરુર છે અને મારે મને કોઈ સંભાળે એની. બોલ મારી સાથે લગ્ન કરીશ ! "

શાલિની હા કહે છે અને બન્ને જણાં બીજે દિવસે કોર્ટ મેરેજ કરી એક વીક ષછી બેંગ્લોર જવા રવાના થાય છે. એકબીજાના મિત્રો હોવાથી ઝડપથી બન્ને સેટ થઈ જાય છે. આમને આમ આઠ વર્ષ 

વીતી જાય છે અને શાલિનીઅને ચિંતનનું લગ્નજીવન એકધારુ ચાલે છે. આજે શાલિનીએ ચિતનને સાકેત સાથેના પ્રેમ અને લગ્ન સુધીની વાત કહી.

અને ચિતને સાંભળી શાલૂનેકહયુ :"તારી અને મારી વચ્ચે કદી આવ્યો છે સાકેત !"

શાલિનીએ કહ્યુ કે : "ના પણ મને હંમેશા થતુ હતુ કે મારે આ વાત તને કહી દેવાની જરુર હતી. બસ આ વાતના કહી શકવાથી મારા મનમાં ગ્લાનિ રહયા કરતી હતી કે : "ચિંતનથી આ વાત મેં છૂપાવી છે." 

ચિંતને કહ્યુ કે :

"શાલૂ બસ તારી આજ મારી સાથે છે અને ભવિષ્ય મારી સાથે છે બસ મને આનાથી વધારે કશુ જોઈતુ નથી. તું હવે બિલકુલ રિલેક્ષ ફિલ કર. તુ મને પ્રેમ તો કરે છે ને !

અને શાલિનીના મન પરથી બોજ હટી ગયો. હવે એ ખૂબ સાહજિકતાથી ચિતન સાથે જીવવા લાગી. આ વાતને આજે વીસ વર્ષ થઈ ગયા છે અને શમા અને સૂરિલ એના બન્ને બાળકો આજે ડોકટર અને વકીલ બની પ્રેક્ટીસ કરી રહયા છે. શાલિની અને ચિંતન એકબીજા સાથે આનંદપૂર્વક જીવન વિતાવી રહયા છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance