અણમોલ ભેટ
અણમોલ ભેટ
પરિન અને રિમા ડોકટરને ત્યાથી બહાર નીકળ્યા. રીમાનાં રડું રડું થતા ચહેરા સામે જોઈને પરીને કહ્યુંં: "બધા સારાવાના થઈ જશે. ચિંતા ના કરીશ." હાથમાં હાથ લઈ રીમાને સધિયારો આપતા કહ્યું કે "તારી ગોદ સૂની નહી રહે રીમા. જશોદા હોય કે દેવકી મા આખરે મા જ હોય છે." વહાલથી તેણે રીમાને ચૂમી લીધી અને કાર સ્ટાર્ટ કરી. ડોક્ટરના રિપોર્ટ મુજબ રીમા મા બને તો તેના જાનનું જોખમ હતું.તેનુ હદય ખૂબ નબળુ હતું. પરીન ખુદ આ રિપોર્ટથી હેરાન થઈ ગયો હતો. એકબાજુ એની વ્હાલસોયી પત્ની હતી. બીજી બાજુ રીમાની બાળક માટેની ઝંખના હતી. ઘરે જઈ બન્નેએ ચૂપચાપ જમી લીધુ. આખી રાત નતો રીમા સૂઈ શકી કે ના તો પરીને એક ક્ષણ માટે પણ આખો મીંચી. સવાર પડતા જ પરીને મન મક્કમ કરીને એક નિર્ણય કર્યો. પરીને રીમાને કહ્યું કે : " તૈયાર થઈ જા આપણે કયાંક જવાનુ છે." રીમા એ હા કહી કામ પતાવવા માડયું. એકઝેટ 11 વાગે રીમા એ કહ્યું કે ચાલો.
કાર એક વિશાળ મકાનના દરવાજા આવી ઉભી રહી. મોટા કમ્પાઉન્ડમાં નિરવ શાંતિ હતી. કોઈ હિલચાલ જણાતી નહોતી. થોડુ ચાલ્યા પછી એક ઓફિસ પાસે આવ્યા. એક વિશાળ હોલમાં 4-5 રુમ હતા.એક ઓફિસ નો દરવાજો ખોલીને પરીને રીમા ને પોતાની સાથે અંદર આવવા જણાવ્યું. અંદર જઈ ખુરશી પર બેસીને તેણે કહ્યું. "બહેન આપણે થયેલી વાત મુજબ મને દેખાડો " એક આશ્રમ હતો એ.અને ત્યાથી એક બળક દત્તક લઈ જવાની અને રીમાની દુખતી રગને હંમેશ માટે ઢાંકવાની પરીની સમજદારી અને ત્યાગનો અહેસાસ થતા રીમા એ ઉત્સાહભેર બાળકને દત્તક લેવાની વાતને વધાવી લીધી. 2 વર્ષની જૂઈને તેઓ એ પસંદ કરી અને લિગલ દત્તક બાળક લેવાની કાર્યવાહીની શરુઆત કરવામાં આવી.
આજે મધર ડેના દિવસે પરીને જૂઈને રીમાના હાથ માં સોંપીને મા બનવાનું સુખ આપ્યુ. નાના નાના કૂમળા હાથ, ગોળમટોળ ગોરો ભરાવદાર ચહેરો, ચમકતી ભૂરી આંખો અને લીસા સોનેરી વાળથી શોભતી ઢીંગલીને જોઈને રીમાને આજે મા હોવાનો અહેસાસ થયો......
આમ તો દુનિયામાં દરેક દંપતિને માતાપિતા બનવાનું સુખ ઈશ્વર તરફથી પ્રાપ્ત થતુ હોય છે.અને મા બનવાનું સૌભાગ્ય ઈશ્વરીય દેન હોય છે પણ રીમાને"મા" બનાવવાનો શ્રેય એના પતિ પરીનને ફાળે જાય છે. મધર ડે ના દિવસે નાની "સ્નેહા"ને રીમાની ઞોદમાં મૂકીને પરીને અણમોલ ભેંટ આપી.