Pinky Shah

Inspirational

4.5  

Pinky Shah

Inspirational

મંઝિલ આખરે મળી ગઈ

મંઝિલ આખરે મળી ગઈ

6 mins
183


અભિલાષા એક દિવસ સવારે ન્યુઝ પેપર વાંચી રહી હતી. તેમાં તેણે એક જાહેરાત જોઈ, જેમાં લખેલ હતું કે, “શું તમારામાં ટેલેન્ટ છે…? શું તમે સુંદર સ્વરૂપ ધરાવો છો, તો આજે જ તમારું નામ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મિસ. ગુજરાત સ્પર્ધા માટે રજીસ્ટર કરવો….!” - આ વાંચી જાણે અભિલાષાને પોતાના જોયેલા સપના પુરા કરવા માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આથી અભિલાષાએ આ સ્પર્ધા માટે પોતાનું નામ રજીસ્ટર કર્યુ, જેની ઘરે કોઈને જાણ કરી નહીં, ત્યારબાદ અભિલાષાએ પોતાનું અભિનેત્રી બનવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવાનું શરૂ કરી દીધું, પરંતુ આ બાબતની તેના પરિવારને જાણ થતાં તેને ખુબજ ઠપકો સાંભળવાનો વારો આવ્યો, આથી અભિલાષાએ વિચાર્યુ કે મારા પરિવારજનો મારૂ સપનું પૂરું કરવામાં અડચણ રૂપ થાય છે,આથી અભિલાષા એક દિવસ કોઈને કંઈપણ કહ્યાં વગર ઘર છોડીને જતી રહી.

સવારમાં વહેલા ઉઠીને બગીચામાં જઈને કસરત કરવાનો એનો નિત્ય ક્રમ હતો. રોજ સવારે 

પાંચ વાગે ઉઠી તે ટ્રેકસૂટ પહેરીને સ્કૂટી લઈ નીકળી જતી. પાર્ક ખૂલે એટલે અંદર જતી. અને બીજા બધા લોકો સાથે એ એકસરસાઈઝ અને યોગા કરતી. પછી પાર્કમાં જોગીંગ કરતી. બહાર આવી સિઝનલ જયૂસ પીતી. કોઈ ફ્રેન્ડઝ મળે તો થોડીવાર ટોળ ટપ્પા કરે અને પછી ઘરે આવતી. આજે પણ તે પાર્કમાંથી ઘરે આવી ચેઈન્જ કરીને ગાર્ડનની લોન પર પડેલા વાંસના કલાત્મક સોફા પર બેઠી.

"દીદી તમારા માટે લીંબૂ પાણી.."

આંખો ખોલીને અભિલાષાએ રતનના હાથમાંથી ગરમપાણીમાં લિંબૂ અને મધ મિકસ કરી બનાવેલ જયૂસપીધો. પોતાના ફિગર માટે ખૂબ જાગૃત હતી તે. એકપણ વાતથી જેનાથી એના બાંધાને નુકસાન પહોંચી શકે એવી વસ્તુઓથી ખૂબ દૂર રહેતી હતી એ. એની ઉમરને જોતા એ સ્વાભાવિક પણ હતુ. બાવીસ વર્ષની એની દેહયષ્ટિને જોઈ કોઈપણ વ્યકિત એને ફરી જોવા પ્રેરાય એવું એનુ વ્યકિતત્વ હતું. પગથી લઈ માથા સુધી અપ્રતિમ સૌંદર્યની સ્વામિની હતી એ. નાનકડુ નમણુ ગૌર મો...અણીયાળુ નાક...ગોળ મોટી આંખો...પાતળા હોઠ . શોલ્ડર સુધીના લેયરમાં સ્ટાઈલીશ હેરકટ...5/7ની આકર્ષક હાઈટ. પાતળી સુરેખ કાયા. છટાદાર અંગ્રેજીમાં બોલતી, બ્રાન્ડેડ વેરમાં સજ્જ અભિલાષા જયારે

ઘરની બહાર નીકળતી ત્યારે એને જોનારની આંખો ઘડીભર એની દેહરાષિ પર જડાઈ રહેતી. ભગવાને એને ફૂરસતના સમયે ઘડી હશે એવુ લાગ્યા વગર ના રહે.

આવી અભિલાષા આજે ન્યૂઝ પેપરના ત્રીજાપાના પર આવેલી જાહેરાત જોઈને ચમકી ઉઠી. આગામી ચિત્રપટ માટે હિંદી સિનેજગતના ખ્યાતનામ બેનર "રાજ સહાની" ની સ્ટાર કાસ્ટ માટે જાહેરાત હતી. પૈસાની કોઈ માંગણીનહોતી. આ વાંચીને અભિલાષાને લાગ્યુ કે આટલી મોટી તક મારે જવા દેવા જેવી નથી. હું આમા apply કરું જ. આમ વિચારી તે ઉભી થઈને રુમ માં ગઈ. આદમ કદના આઈના સામે ઉભી રહી તે પોતાને જોવા લાગી. આમતો પોતાની જાતને દિવસમાં દસ વાર નિહાળતી હતી. પણ એક સર્જકની કસોટીમાં મૂકાયા પછી માર્ક આપવાનું કામ ઘણું અઘરું લાગી રહયુ  હતુ. તેણે મન મક્કમ કર્યુ. તેને ખબર હતી એને કે ઘરમાથી કોઈનો સપોર્ટ મળવાની પાંખી શકયતા પણ નહોતી. 

આથી કોઈને કહ્યા કે પૂછયા વગર જ તેણે અરજી કરવાનુંનકકી કર્યુ.

અરિસા સામે આવીને અભિલાષાએ પોતાની જાતને નિહાળી. દમામદાર વ્યકિતત્વ સભર એની છબિ અરીસામાં જોઈ એપોતે મોહી પડી. 5/7ની પ્રમાણસર હાઈટ, ઝઞારા મારતી સ્નીગ્ધ ગૌર ત્વચા. આકર્ષક ચહેરો અને ભરાવદાર લેયરકટ હેર અને ટીશર્ટ, શોર્ટમાં બેહદ સુંદર લાગતીહતી. પોતાના નખને શેઈપ આપીને પોલિશ કર્યા પછી તેણે"રાજ સહાની"ની એડમાં apply કર્યુ. પોતાના પોર્ટફોલિયોને એણે એકવાર ચેક કરી લીધો.

નાસ્તાના ટેબલ પર સૌની સાથે બેસી ચા- નાસ્તો કરવાનો નિયમ હતો. ટેબલ પર પૂરો પરિવાર સાથે બેસી સવારે ચાનાસ્તો કરતા . રજનીભાઈ અને માધવીબેનના પરિવારમાં બે દિકરા વહુ પૃથા- વેદ./ધરા--વિશ્વ અને તેઓની એકમાત્ર લાડકી દિકરી અભિલાષા હતી. રજનીભાઈને ગારમેન્ટનો બિઝનેસ 

હતો. પૃથા અને ધરાને ફેશન જવેલરીનો શોરુમ હતો. પૂરા સુરતમાં એની જવેલરીને ખૂબ પસંદ કરતા લોકો.

માધવીબેન એની સમાજની બહેનપણીઓ હાથે પાર્ટી પિકનીક કરતા. રોટરી અને લાયન્સ ક્લબમાં મેમ્બર હતા એની મિટીંગ તેમજ કાર્યક્રમોમાં જતા આવતા અને વ્યસ્ત રહેતા. રજનીભાઈને બહોળુ 

મિત્રવર્તુળ હતુ. અએ બધા સંપર્કો ધંધાકિય હતા. એટલે રજનીભાઈ બધા સાથે બહાર જ હળવા મળવાનુ રાખતા. એની ઓફિસથી સાંજે આવ્યા પછી સવારે દસ વાગે જવા નીકળે ત્યા સુધીએ માત્ર પરિવાર સાથે જ સમય પસાર કરતા હતા.

રજનીભાઈ સાથે એના બૈઉ દિકરા બિઝનેસમાં જોડાયેલા હતા. રજનીભાઈએ શિસ્ત બધ્ધ ઈમેજ બનાવી હતી પોતાના બિઝનેસ ફિલ્ડમાં એના બેઉ દિકરા વેદ અને વિશ્વ પાપાનો પડયો બોલ ઝીલતા હતા. રજનીભાઈએ ફેશન ગારમેન્ટનો બિઝનેસ લંડનમાં પણ જણાવ્યો હતો. વારાફરથી અનુકૂળતા

મુજબ રજનીભાઈ/વેદ/ વિશ્વ આવતાજતા રહેતા હતાં. પરિવારમાં આશ્લેષ સૌથી નાની હોવાથી લાડકી હતી. એ થોડી જિદ્દી પણ હતી. એના દરેક શોખ રજનીભાઈએ પૂરા કર્યા હતા.એને  એકવીસમાં જન્મ દિવસે ઓડીગાડી ભેંટ આપી હતી. એની દરેક ખ્વાહિશ પૂરી કરવામાં આવી હતી. આથી અભિલાષા પણ પરિવારનાં સહુ લોકો સાથે પ્રેમનાં અભિન્ન તાંતણે જોડાયેલી હતી. એની ચોઈસ મુજબ એણે એમબીએ કર્યુ. નાની ઉમરથી એણે ભરત નાટયમની સાત વર્ષની તાલિમ 

લીધેલી. અને હવે આરંગેત્રમ ની તૈયારી કરતી હતી. એની પસંદની આડે હજુ સુધી કયારેય કોઈએ હસ્તક્ષેપ કર્યો  ન્હોતો.

ડાઇનીંગ ટેબલ પર રજનીભાઈએ દિકરીને જોઈને કહ્યુ,"આશુ,કેમ ચાલે છે તારુ ભણવાનું ! "

અભિલાષાએ મિલ્ક શેક પીતા કહ્યુ: "ઓ પાપા,તમને ખબર જ છે. મે હમણાં જ એમબીએની એકઝામ આપી. હવે મારે મારાં આરંગેત્રમની તૈયારી કરવાની છે. પછી હું તેમાં આગળ કરીશ...."

માધવીબેને કહયુ : "હવે આશુ બાવીસ વર્ષની થઈ. એના લગ્ન માટે હવે વિચારવાનું છે. એનું ભણવાનું પણ હવે પુરુ થઈ ગયું છે. આપણાં સમાજમાં એને લાયક ઘર શોધવાનું શરું કરવું જરુરી છે."

અભિલાષા આ વાત સાંભળી ચમકી અને વિરોધ કરતા બોલી: "મને મારી કારકિર્દી બનાવવી છે.મારો હમણાં લગ્નનો કોઈ ઈરાદો નથી મોમ. મને ઈચ્છા થશે ત્યારે હું સામેથી કહીશ"

વાતાવરણમાં એકદમ સોપો પડી ગયો.બધા સ્તબ્ધ થઈ ગયા. પૃથા,ધરા,વિશ્વ અને વેદ એકબીજા સામે મૂંઝવણથી જોઈ રહ્યા.

રજનીભાઈએ ઉભા થતા કહયુ : "અત્યારે આ વાતની અહીં ચર્ચા કરવાનો અર્થ નથી. આશુ તારુ આરંગેત્રમ પુરું થયે તું મારી સાથે લંડન આવીશ. મારા પ્રોજેકટમાં તારે જોઈન કરવુ પડશે. અને

એ બહાને લંડનમાં તું રહી શકીશ. તારે ફરવાનું થઈ જશે"

અભિલાષાને કશુંજ બોલવાની તક આપી નહી રજનીભાઈ એ.એનો પ્રભાવજ એવો હતો કે એ જયા હોય ત્યા લોકોએ સ્વીકારવોજ પડે એનો ફેંસલો. એવી એના વ્યકિતત્વની ગરિમા હતી.

રાજસહાનીના બેનર તરફથી સ્ક્રીનટેસ્ટ માટે એને ડેટ આપવામાં આવી હતી. સુરતમાં બેદિવસ પછી

હોલી ડે ઈન હોટલમાં એનો સ્ક્રીનટેસ્ટ હતો. એ દિવસે અભીલાષા એ બ્યુટીપાર્લરમાં જઈ ફેસિયલ/વેકસ/બ્લીચ/ મેનીકયોર/પેડીકયોરની ટ્રીટ મેન્ટ લીધી.હેરસ્પા/હેરટ્રીમ અને બ્લોડ્રાય કરાવ્યા. ત્યારબાદ એ સવારે સ્ક્રીનટેસ્ટ માટે તૈયારીમાં લાગી ગઈ. ભાવવાહી સંવાદ બોલવા અને એના પર અભિનય કરવાની પ્રેક્ટીસ કરવામાં લાગી ગઈ. સ્ક્રીનટેસ્ટનો દિવસ આવી ગયો. પીકોક કલરના વર્ક વાળાં ઈવનીંગ ગાઉનમાં ખૂબ સોહામણી લાગતી હતી અભિલાષા. લાઈટ મેકઅપ,ગરદન પર 

ડાયમંડનો ઉઠાવ આપતો આકર્ષક નેકલેસ, કાનમાં  ડાયમંડ અને મેચિંગ સ્ટોન ના લોંગ એરિંગ. કાંડા પર નાજુક ડાયમંડનું બ્રેસલેટ. હાથમાં મેચિંગ ગૂચીનું બ્રાન્ડેડ પર્સ. કોઈ અપ્સરાથી જેવી લાગતી અભિલાષા, લચકાતી કમર અને કમર પર એકદમ નાજુક ડાયમંડનો બેલ્ટ. ફેસ પર રિબનના ગોગલ્સ અને મોં પર તદ્દન હળવાશ...હોલી ડે ઇનના સ્યુટરુમ કે જયાં સ્ક્રીનટેસ્ટચાલતો હતો. ત્યા જઈ તેણે 

રજીસ્ટ્રેશન કરાવ્યું અને  પછી સ્ટુડિયો તરફ ગઈ. એની એન્ટ્રી જ એટલી દમદાર હતી કે સૌનું ધ્યાન એના તરફ કેન્દ્રિત થયુ. ના કંપનીના ડાયરેક્ટર મિ.સલીમે એને બોમ્બે આવવા માટેનું મભમ આમંત્રણ આપી દીધુ. અને  અભિલાષા ઘરે આવીને સમગ્ર ક્રમને પોતાની દષ્ટિથી વિચારવા લાગી.

અભિલાષાની આગામી ચિત્રપટ માટે પસંદગી થયાની વાતની જાણ શહેરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. રજનીભાઈ અને માધવીબેને આ બાબતે કડક શબ્દોમાં આભિલાષાને ફરમાન આપી દીધુ. અતયાર સુધી બધું ઠીક હતુ. હવે આને અભિનય સુધી લઈ જવું આપણને નહી પાલવે. આ બધુ હવે સંકેલી લો.આપણે  પૈસાનો સવાલ નથી. રહી વાત પ્રવૃતિનીતો પરિવારના બિઝનેસમાં યા તો જવેલરીના શોરુમમાં કરો ટાઈમપાસ. બાકી ફિલ્મોમાં કામ કરવાનો સવાલજ આવતો નથી. અભિલાષા ચૂપચાપ સાંભળી રહી.એની મરજી પૂછવામાં જ આવી ન્હોતી.જીંદગીમાં મળેલી તકને એ કોઈપણ ભોગે ગુમાવવા તૈયાર ન્હોતી.

બે દિવસ પછી ઇમેઈલથી અભિલાષાને જણાવવામાંઆવ્યુ કે રાજ સહાનીના આગામી પ્રોજેકટ માટે મુખ્ય રોલ માટે પસંદગી કરવામાં આવી છે. અને સાથે એક કોન્ટ્રેક્ટ મોકલવામાં આવ્યો હતો. જે મુજબ તેને આગામી ચિત્રપટ માટે પાંચ વર્ષનો કોન્ટ્રેક્ટ સાઈન કરવાનો હતો. જે મુજબ એ કોઈ

પણ રીતે તે ત્વરણ ર્ષ સહાનીનું બેનર છોડી નહી શકે. આ સિવાય તેને આ ફિલ્મ માટે પચીસલાખ લાખ આપવામાં આવશે. અને રહેવા માટે ફલેટ કંપની તરફથી અને ઈનીશીયલ તમામ જરુરિયાત "સહાની" પુરી પાડશે. સ્તબ્ધ રહી ગઈ અભિલાષા. આ તક એને પોતાના દમ પર મળી હતી. કોઈપણ રીતે એ એને ખોવા તૈયાર ન્હોતી. શું કરે એ ! એને ખાતરી હતી કે પરિવારમાં કોઈનો સાથ મળવાનો સવાલજ ઉપસ્થિત થતો ન્હોતો. શુ કરે એ !

સવારે અભિલાષાએ ઘર છોડયુ....એક પત્ર મૂકીને.

'મા પાપા,

આપને છોડીને જઈ રહી છું. મારી જીંદગીની લડાઈ લડવા. મને મળેલ તકમાં તમે સામેલ થયા હોત તો

મારી જીંદગી હું અત્યારે ખૂબ  ખુશ હોત. પાપા તમારી પાસેથી શીખી છુ સપનાને પૂરાં કરવા જીંદગી આખી ઝઝૂમવુ પડે. બસ હું એજ રાહ પર છું. મને સફળતા મળે ત્યારે આપના સમર્થનની રાહ જોઈશ. માફ કરી શકશો પાપા !

આપની જિદ્દી દિકરી

આશુ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational