આજ અને ગઈકાલ
આજ અને ગઈકાલ
"માં મારાં પિતા સાધારણ નોકરી કરે છે.એની પાસે
આપને આપવા 2 લાખ રુપિયા કયાંથી હોય ! "
કાવ્યા એ સાસુની પૈસાની માંગણી પર જવાબ આપ્યો.
જવાબ માં સાસુ એ કહાની સંભળાવી વહુ ને......
"પરણીને આવી એ દિવસથી,આ ઘરની મર્યાદા તને
સોપી મેં વહુ બેટા. ઘરની માન, મર્યાદા અને પ્રતિષ્ઠાને સંસ્કારના ઘરેણાથી ઉજળા રાખવા એ તમારી
ફરજ છે વહુ . ઠાકોર કુળ ની વહુઓ સવાલ કરવા નહી જવાબ આપે એમા જ એના સંસ્કારની શોભા છે. પોતાની દિકરીને સુખી જોવા કોઇપણ પિતા આટલું તો કરે જ....."