Pinky Shah

Tragedy Drama

3  

Pinky Shah

Tragedy Drama

મમતા

મમતા

7 mins
579


સવાર પડી અને ઘરમા રોજીદી પ્રવૃતિ શરૂ થઈ. સ્નેહા અને નેહાને ઊઠાડીને મમતા કામે લાગી ગઇ. બન્નેને ઊઠાડીને બ્રશ કરાવાથી માંડીને નહાઈ ધોઈ ને તૈયાર કરવા, દૂધ નાસ્તો કરાવાનુ બેગ પેક કરવાનુ, લંચ બોકસ રેડી કરવાનું. સાહિલ માટે ચા નાસ્તો અને લંચ માટેનું ટિફીન. સાહિલની દરેક જરુરિયાતોને કાળજીપૂર્વક પૂરી એની કાગગીરી ખરેખર દાદ માગી લે તેવી હતી. ઘર અને ઘરનાં દરેક લોકોને સંભાળવાને એની જરુરિયાત મુજબ બધું સમય અનુસાર કરતી.


મમતાનું લગ્નજીવન શરૂ થયું..સહુને સમજવા અને અનુકુળ થવામાં એક વર્ષ વિતી ગયું.M.A. BAD થયેલી મમતા એ સાહિલને કહ્યુ કે મને મારા અભ્યાસને અનુરુપ કામ કરવું છે. મને સ્કૂલમાં જોબ મળી શકે તેમ છે. સાહિલે કહ્યુ મારી મમ્મી હા કહે તો કરજે. લગ્નનાં થોડાજ વખતમાં અમૃતા કળી ગયેલી કે સાહિલની કોઇ જ સ્થિર આવક ન્હોતી.નાની અમથી જરૂરીયાત માટે એને સાહિલના ઘરનાંઓ પર નિર્ભર રહેવું પડતું હતું.અને એટલે મમતા મનોમન સમાધાન કરવાં લાગી.

ગંભીર બની ગયેલી. તોફાન,મસ્તીની જગ્યા એ ચૂપ રહેવાનું પસંદ કરવા લાગી. સાહિલ કળી નહોતો શકતો કે આખરે આ પરિવર્તનનું કારણ શું હોઇ શકે ! કેમ કે ઘર મા આવતાવેંત દરેક કામમાં સહભાગી બનતી. દરેક સાથે એને ફાવતું. સાહિલના ઘર મા એ પરિવારના હળીમળી ગયેલી. કોઈ માટે ખરીદી કરવા જવાનું હોય કે મહેમાન સાથે એક્ઝિબિશન માં જવાનું હોય.બાળકો ને લઇને સર્કસમા જવાનું હોય. મમતા વગર કોઈ કામ ના થઇ શકે. 

    

મમતા હતી જ એટલી સરળ અને સમજદાર, કે સહુ કોઇ ને વ્હાલી લાગે. લોકોને પોતાના બનાવી દેવાની આવડત હતી એનામાં. કોઈપણ સંબંધમા એ પોતાની જાતને ખૂબ નિગ્લિજીબલ બનાવી ને સંબંધને સક્સેસ બનાવવાની ક્ષમતા ધરાવતી હતી. મમતા નામ મુજબ જ સ્વભાવ ધરાવતી હતી.


લગ્નના થોડાં જ વખતમાં સમજી ગયેલી કે અહીં જીવવા માટે એણે કમાવુ પડશે. અને એણે એના અભ્યાસને સંલગ્ન જોબ શોધી કાઢી.આજે તેની સ્કૂલમાં ફંકશન હતું.આજે તેણે ચીવટ થી પરીધાન કર્યુ હતું. પરપલ કલરની સિલ્કની સાડીમાં તે ખૂબ જ સોહામણી લાગતી હતી. નિતંબ સુધીના ગૂથેલા કેશમાં એ ખૂબ આકર્ષક લાગતી હતી. વાળમાં લગાવેલ મોગરા નો ગુચ્છ એક સૌમ્ય ઉઠાવ આપતો હતો. ગોળ ચહેરા પર રમતિયાળ સ્મિત આકર્ષક ઓપ આપતુ હતું. કાનમાં ડાયમંડ ની ઝિણી બુટ્ટી, હાથમાં બ્રેસલેટ, ગળામાં પાતળી ચેઈન ને એમાં ઝૂલતુ ડાયમંડ પેંડન્ટ, પ્રમાણસર ઉંચાઇ... એકવાર જોનાર ની નજર ઝડપથી ખસેડી ના શકે એવું સાલસ વ્યકિતત્વ. સ્ત્રી સહજ લજજા મિશ્રિત એનું સૌંદર્ય ખૂબ મોહક લાગતું હતું. આજે મમતાના જીવનનો અતિ મહત્વનો દિવસ હતો મમતા આજના એના ખાસ દિવસ વિષે ખૂબ ઉત્સાહી હતી એ વહેલી ઉઠી બધું કામ પતાવી દીધું. આજે એનું સન્માન થવાનું એના વ્યક્તિત્વને અનુરુપ પરિધાન કર્યું. પર્સ લઈને તે સ્કૂલ ગઈ. એના સંયમિત વ્યવહાર, એની કાર્યપ્રણાલી અને નિયમિતતા વિષે ટિપ્પણી થઈ. રાજ્ય સરકાર તરફથી એને 'એચિવમેન્ટ' એવોર્ડ અને ટ્રોફી મળી... ખૂબ ખુશ હતી આજે મમતાને લાગતું હતું કે એની મહેનત રંગ લાવી ખરી આજે.


શુભેચ્છાઓના માહોલમાંથી એ નીકળી ઘરે આવી.

ઘરમાં આવતાંવેંત સાસુમા બોલ્યા, 

"કરિયાણાવાળાને ત્યાં જઈ આવી ?" 

મમતા એકદમ જમીન પર આવી ગઈ. 

"મા હવે જઈશ. જમીને કામ પતાવીને ચિંતા ના કરશો."

"ઠીક છે જમી પરવારી ને થતી આવ કરિયાણાને ત્યાં. અને હા જતી વખતે શાક અને દવાનું લિસ્ટ લેતી જજે."


મમતા રુમમાં આવી ફસડાઈ પડી. આજ મારી જિંદગી ! મારી ટ્રોફી કેે મારા એચિવમેન્ટ એવોર્ડની એ લોકોને કોઈ કદર જ નહીં?" પર્સ, ફાઈલ અને ટ્રોફી મૂકી તેણે કપડાં બદલાવ્યાં.

જમીને કામ પતાવીને મમતા બહાર જઈ શાક, દવા, કરિયાણું લાવી. ઘરે આવી રસોઈ બનાવી સતત કશુંક વિચારતી રહી એના આચાર્યના શબ્દો મનમાં પડઘાતા રહ્યા. એને.રાજય સરકાર તરફથી ગુજરાતી ભાષાના અનુસંધાને અમેરિકા જઈ ત્યાંના બાળકોને શીખવવાની અનેરી તક મળી હતી સાથે પી.એચ.ડી. કરવાની તક. બધાંને જમાડી કામ પતાવીને મમતા દિવાનખંડમાં આવી. બધાં વાતો કરતાં હતાં. મમતાએ સસરાને કહ્યું, 


"પાપાજી મને આજે આ ટ્રોફી મળી છે." 

"અચ્છા !" એક તુચ્છ નજર એના તરફ ફેંકી એ બોલ્યા, 

"આના કરતાં હજાર રુપિયા આપ્યા હોત તો કામ તો આવત. આવા ને આવા માળા કોઈ એને કેનાર નથી રુપિયા બગાડે છે ખાલી નખરા છે બધા." 

મમમતા સમસમી રહી આ એ જ લોકો છે 

"જેની પાછળ પૂરો પગાર, મારા ૧૮ કલાક અને કહ્યુ કામ કરું છું જાત ઘસીને ને... મારી પ્રગતિ કે મહત્વકાંક્ષાની એમને કોઈ કિંમત જ નથી. ગળુંખંખેરી એ બોલી, " વિચારી રહી મમતા.


મમતા એ કહયુ :

"ના વાત હજુ અધૂરી છે મને ૪ વરસ માટે અમેરિકા જઈને ગુજરાતી ભાષા શીખવવા માટેનું માન મળેલ છે અને હું જવાની છું." 

સોપો પડી ગયો. એક શબ્દ પણ કોઈ ન બોલ્યું. મમતા પોતાના વિષે કાંઈ વિચારી શકે એવું કોઈ માને એમ નહોતા. હવે ચમકવાનો વારો સહુ કોઇનો હતો. સહુ એકબીજાને તાકી રહયા.


થોડીવાર પછી સાસુ બોલ્યાં,

"કોને પૂછીને નક્કી કર્યું તે !"

સસરા બરાડયા,

"મૂંગી રે ઘડીક." ગળું ખોંખારીને કહે, 

"મમતા પગાર કેટલો !"

મમતા બોલી, 

"અહીંનો પૂરો પગાર બેન્કમાં જમા થશે. મારી ટિકિટ, વિઝા અને રહેવા, જમવાનું એ લોકો પર. ત્યાં હું બાળકોને વિસરાતી ભાષા શીખવીશ અને સાથ પી.એચ.ડી. માટે તૈયારી કરીશ હું ૪ વરસ પછી આવીશ ત્યારે મારી પાસે ડિગ્રી પણ‌ હશે. અને ચોઈસ પણ હું ક્યાં જોબ કરું તે." 


બાબતમાં બધાં સ્તબ્ધ થઈ સાંભળતા રહ્યાં સાસુમા કશુંક અસ્પષ્ટ બોલી રહ્યાં. સસરાએ કહ્યું, 

"તો તું ત્યાં પાર્ટ ટાઇમ જોબ કરી ૧૦૦૦ ડોલર મોકલી શકે જો તારા સાસુની તબિયત સારી નથી એટલે રસોઈને કામ માટે કોઈ તો જોઈએ જ...તને ફાવે તો જા તારી પ્રઞતિમાં અમે ખુશ છીએ..  સાહિલની આવકનું નિશ્ચિત નથી. તારાં આવક પર અમે આધારિત છીએ. તું સમજીને નિર્ણય લે."


‌મમતા ઉભી થઇ રુમમાં આવી. 

"ઓહ કેટલા ચાલાક છે આ લોકો... મારી દરેક વાતમા પૈસો‌ લાવે છે એને થયું કે એ કહી દે કે હું મશીન નથી. મારે ભણવાનું છે ૮ કલાક ભણાવવાનું છે આરામના ૮ કલાક પછી ત્યાં પણ‌ મારે આ જ કામ કરવાનું મશીન બની !"


ઘરનાંઓની નરી સ્વાર્થવૃતિ જોઇ તેનું મગજ ફાટફાટ થવા લાગ્યુ. આ લોકોને મારા કામ અને પૈસા સિવાય કશાંમાં રસ નથી. નિશ્ર્ચય કરી તે બહાર આવી કે કહી દઉં


"હું ખોટું બોલી જોબ નહીં કરી શકું ત્યાં " સ્ટુડન્ટ વિઝા પર ગયા પછી કાયદેસર જોબ કરી શકાતી નથી. જો પૂરવાર થાય તો એચિવમેન્ટ આપોઆપ કેન્સલ થઈ જાય. પણ સાહિલ કે તેના પરિવારજનોને એના થી કોઈ મતલબ નહોતો. તેઓને માત્ર રુપિયાના રણકાર સાથે લેવાદેવા હતી. મમતા બહાર આવી.....

એના સસરા, સાસુ અને પતિની ચર્ચા સાભળી. બધા તૂટી પડ્યા હતા 


"હા કેમ‌ પાડી હાથમાંથી જતી રહેશે." 

સસરા બોલ્યા,

"અક્કલ જ નથી તારામાં. મમતાને ના કહેત તો એ અલગ થઈને જાત પછી મહિને ૫૦,૦૦૦, ક્યાંથી આવશે ! મે નરમાશ વાપરી બીજા ૧૦૦૦ ડોલરનું પાકું કર્યું. આવશે પછી એ લાખો‌નો પગાર લાવશે ખબર પડે છે કે નહીં! વળી એના માબાપ પણ‌ આવત, નાત આખીમાં વાત થાય કે આપણે એને હેરાન કરીએ છીએ એને બદલે હરખાઈને જવાદે તો જિંદગી આખી આપણી ગુલામ થઈને રહેશે." 


બધાએ વાતને વધાવીએ લેવા માટે જ શાણપણ સમજ્યું. ચર્ચા પૂરી થઈ.

મમતા હેેબતાઈ ગઈ. આટલી મોટી રમત! ખેર એ અંદર જતી રહી. આ લોકો સાથે કોઈ જાતનો તાલમેલ શકય જ નહોતો.


બહું વિચાર ને અંતે મમતા એ નિર્ણય લીધો. એના કાકાની દિકરીને મળવા ગઇ. વિધવા હતી પોતા પૂરતું રળે. મમતા એ ધરાને બન્ને દિકરીઓની જવાબદારી માટે પૂછયું. ધરાને આર્થિક ટેકો મળે અને બેય દિકરીઓ સચવાઇ રહે એ પ્રસ્તાવ મૂક્યો. ધરા એ સહર્ષ સ્વીકાર કર્યો. મમતાનાં મન પરથી ચિંતા દૂર થઇ. પેપરવર્ક ને સબમિશનમાં જોતરાઈ ગઈ.


સ્નેહા અને નેહાને મૂકીને જતાં મમતાનું દીલ કોચવાતુ હતું. પોતાના માતાપિતાને ઘરે મૂકીને જવાનાને ધરાના સારસંભાળ

હેઠળ મૂકવાના વિચારે એ થોડી મજબૂત બની. માતાપિતાના ઘરે છેલ્લુ અઠવાડિયું રહેવાનું નકકી કરેલું. જેથી સ્નેહા અને નેહા થોડાં ટેવાઇ જાય. પોતાની બન્ને દિકરીઓને અહીં મૂકીને જવાનું કેટલું કપરું હશે એ ફીલ મજાજ ડડઝ..


વિઝા આવી ગયાં. ટિકીટ અને ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી મમતા એ સાહિલને જણાવ્યું કે 


"નેકસ્ટ વીકમાં મારી અમેરિકા જવાની ટિકીટ આવી ગઈ છે."

સાહિલે કહ્યુ

"સરસ તું હવે ખૂબ પ્રોગ્રેસિવ થઈ ચૂકી છે બસ ત્યાથી મહીને હજારેક ડોલર મોકલી દેજે."

જવાની તૈયારી સાથે જાણે એને કોઈ લેવા દેવા ન્હોતી કે ન્હોતી પડી એને મમતાના મનની....

મમતા એ મનને મનાવી લીધું.આમેય એ આ સંબંધમાં એણે માત્ર કોમ્પ્રોમાઈઝ જ કર્યે રાખ્યું હતું. ઇશ્વરે આજે આટલાં વર્ષ પછી જે તક આપી હતી એને કોઈપણ સંજોગોમાં ગુમાવવા તૈયાર ન્હોતી. જવાનો દિવસ આખરે આવી ગયો. મમતા ખૂબ કનફયૂઝ હતી. બન્ને દિકરી ઓને અનેક સૂચનાઓ અને શીખ આપ્યા પછી પણ તે ખૂબ ચિંતાગ્રસ્ત હતી. કઇ રીતે દિકરીઓને મૂકીને જવું એ

અવઢવમાં હતી ધરાને બન્નેની બાબતમાં ફરીફરીને ઘણી સૂચનાઓ આપી. બાકી હતું તે એક ફાઇલમાં લખીને મૂકયું. માને ભલામણ કરી ....ત્યાં તો સ્નેહા અને નેહા આવીને મમતાને વીંટળાઇ ગયાં.

"ઓહ! પ્રભુ કેવી રીતે હું જઇ શકીશ ! મને તું શકિત આપ. બન્ને દિકરીઓએ કહ્યુ.

"મમ્મા તું ચિંતા ના કરીશ. મે અહી  નાના નાની સાથે સરસ રીતે રહીશું. તું જ્યારે ડોક્ટરેટ થઈ આવશે ત્યારે આપણે 

સાથે જ હોઇશું ને મમ્મા...પ્લીઝ મમ્મા તું રડીશ નહીં."


બન્ને એ આપેલ સાંત્વનથી મમતા ખૂબ ખુશ થઈ. 10 વર્ષની સ્નેહા અને 7 વર્ષની નેહા ઉંમર કરતાં વધારે સમજદાર થઈ ગયાં હતા. આવી પડેલાં સંજોગો એ બેઉ

બહેનોને સમાધાન કરતાં આવડયું.


રાબેતા મુજબ નોકરી, કામ, ઘર સંભાળતા મમતાએ પોતાના તમામ સર્ટીફીકેટ, જરુરી સામાન, કપડાં અને વીઝા ફાઇલ અલગ અલગ બેગમાં પેક કર્યા. બન્ને દિકરીઓએ સાથે રહી હેલ્પ કરી. વેઈટ કરતાં જવું, ફોલ્ડ કરતાં જવું અને લિસ્ટ બનાવવા તેમજ એડ્રૈસ લેબલ કરવાંનું સ્નેહા અને નેહા એ કર્યુ.


ભીંજાયેલા મને અને મકકમ ચાલે મમતાએ સામાન ગાડીમાં મુકાવ્યો. માતાપિતાને પગે લાગી. ધરાને વળગીને આંખોથી સ્નેહા, નેહાની સોંપણી કરી. બન્ને દિકરીઓને હળવેથી પોતાના હ્ધય સરસી લગાવીને ચુંબન કર્યુ.....ઍરપોર્ટ સુધીના રસ્તા દરમિયાન મમતા પોતાની જાતને મજબૂત કરતી રહી. એરપોર્ટ આવ્યા પછી મમતા ફટાફટ લગેજ પાસ અને બોર્ડીંગ પાસની ક્યૂ માં વ્યસ્ત રહી. બધું ઓકે થયા પછી એ સ્નેહા અને નેહાને અપલક જોતી રહી. એની આંખો કદાચ હજું પણ સાહિલને શોધતી રહી...સમય થતાં મમતા એ પ્લેનમાં બેસી. એક જીંદગી બહેતર ભવિષ્યની દિશામાં આગળ વધી રહી હતી. પોતાની જીંદગી માસૂમ સ્નેહા અને નેહાને વાત્સલ્ય વરસાવતી આંખે અહીં સ્વજનોને સોંપીને મમતા એ દૂર દૂર પ્રયાણ કર્યુ....!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy