દસ્તક
દસ્તક
નાજુક પલની શરુઆત હતી. એકમેકને જોયા પછી સમજવાની મીઠી મૂંઝવણ હતી. રિકતાને જોયા પછી મુગ્ધ બની ગયૉ હતો મિત. અચાનકજ કહી દીધુ બધાની સામે એણે મારે કોઈ ફોરમાલીટીની જરુર નથી. મને રિકતા ગમે છે વાતાવરણમા આનંદ છવાઈ ગયો. એક નવા જ સંબંધની શરુઆત થઇ હતી.અને જિદગી આજે ફરી એકવાર રિકતાના ઘરમાં ખુશીઓ દસ્તક દઈ રહી હતી.