Pinky Shah

Drama

3.9  

Pinky Shah

Drama

મંઝિલ આખરે મળી ગઈ ?

મંઝિલ આખરે મળી ગઈ ?

6 mins
212


     અભિલાષા એક દિવસ સવારે ન્યુઝ પેપર વાંચી રહી હતી.તેમાં તેણે એક જાહેરાત જોઈ,જેમાં લખેલ હતું કે, “શું તમારામાં ટેલેન્ટ છે…? શું તમે સુંદર સ્વરૂપ ધરાવો છો, તો આજે જ તમારું નામ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મિસ. ગુજરાત સ્પર્ધા માટે રજીસ્ટર કરવો….!” - આ વાંચી જાણે અભિલાષાને પોતાના જોયેલા સપના પુરા કરવા માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આથી અભિલાષાએ આ સ્પર્ધા માટે પોતાનું નામ રજીસ્ટર કર્યુ, જેની ઘરે કોઈને જાણ કરી નહીં, ત્યારબાદ અભિલાષાએ પોતાનું અભિનેત્રી બનવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવાનું શરૂ કરી દીધું, પરંતુ આ બાબતની તેના પરિવારને જાણ થતાં તેને ખુબજ ઠપકો સાંભળવાનો વારો આવ્યો, આથી અભિલાષાએ વિચાર્યુ કે મારા પરિવારજનો મારૂ સપનું પૂરું કરવામાં અડચણ રૂપ થાય છે,આથી અભિલાષા એક દિવસ કોઈને કંઈપણ કહ્યાં વગર ઘર છોડીને જતી રહી…

   સવારમાં વહેલા ઉઠીને જોગર્સ પાર્કમાં જઈને કસરત કરવાનો એનો નિત્ય ક્રમ હતો.રોજ સવારે 5 વાગે ઉઠી તે ટ્રેકસૂટ પહેરી ને સ્કૂટી લઈ નીકળી જતી. પાર્ક ખૂલે એટલે અંદર જતી. અને બીજા બધા લોકો સાથે એ એકસરસાઈઝ અને યોગા કરતી.પછી પાર્કમાં જોગીંગ કરતી.બહાર આવી સિઝનલ જયૂસ પીતી.કોઈ ફ્રેન્ડઝ મળે તો થોડીવાર ટોળ ટપ્પા કરે અને પછી ઘરે આવતી.આજે પણ તે પાર્કમાંથી ઘરે આવી ચેઈન્જ કરીને ગાર્ડનની લોન પર પડેલા વાંસના કલાત્મક સોફા પર બેઠી.

"દીદી તમારા માટે લીંબૂ પાણી.."

આંખો ખોલીને અભિલાષાએ રતનના હાથમાંથી ગરમપાણીમાં લિંબૂ અને મધ મિકસ કરી બનાવેલ જયૂસપીધો.પોતાના ફિગર માટે ખૂબ જાગૃત હતી તે.એકપણ વાતથી જેનાથી 

એના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચી શકે એવી વસ્તુઓથી ખૂબ દૂર રહેતી હતી એ.એની ઉમરને જોતા એ સ્વાભાવિક પણ હતુ. 22 વર્ષની એની દેહયષ્ટિ ને જોઈ કોઈપણ વ્યકિત એને ફરીજોવા પ્રેરાય 

એવું એનુ વ્યકિતત્વ હતું.પગથી લઈ માથા સુધી નખશિખ અપ્રતિમ સૌંદર્યની સ્વામિની હતી એ.નાનકડુ નમણુ ગૌર મો...અણીયાળુ નાક...ગોળ મોટી આંખો...પાતળા હોઠ ..

શોલ્ડર સુધીના લેયર માં સ્ટાઈલીશ હેરકટ...5/7 ની આકર્ષક હાઈટ...પાતળી સુરેખ કાયા.છટાદાર અંગ્રેજી માં બોલતી,બ્રાન્ડેડ વેરમાં સજ્જ અભિલાષા જયારે

ઘરની બહાર નીકળતી ત્યારે એને જોનારની આંખો ઘડીભર એની દેહરાષિ પર જડાઈ રહેતી.ભગવાને એને ફૂરસતના સમયે ઘડી હશે એવુ લાગ્યા વગર ના રહે.આવી આશ્લેષા આજે ન્યૂઝ પેપરના ત્રીજાપાના પર આવેલી જાહેરાત જોઈને ચમકી ઉઠી.

આગામી ચિત્રપટ માટે હિંદી સિનેજગતના ખ્યાત નામ બેનર "રાજ સહાની"ની સ્ટાર કાસ્ટ માટે જાહેરાત હતી.પૈસાની કોઈ માંગણી

નહોતી.આ વાંચીને આશ્લેષાને લાગ્યુ કે આટલી મોટી તક મારે જવા દેવા જેવી નથી .

હું આમા એપ્લાય કરું જ...

આમ વિચારી તે ઉભી થઈને 

રુમ માં ગઈ.આદમ કદના આઈના સામે ઉભી રહી તે પોતાને જોવા લાગી.આમતો

પોતાની જાતને દિવસમાં દસ વાર નિહાળતી હતી.પણ એક સર્જકની કસોટીમાં મૂકાયા પછી માર્ક આપવાનું કામ ઘણું અઘરું લાગી રહયુ 

હતુ.તેણે મન મક્કમ કર્યુ.તેને ખબર હતી એને કે ઘરમાથી કોઈનો સપોર્ટ મળવાની પાંખી શકયતા પણ નહોતી. 

આથી કોઈને કહ્યા કે પૂછયા વગર જ તેણે એપ્લાય કરવાનું

નકકી કર્યુ.

     અરિસા સામે આવીને આશ્લેષાએ પોતાની જાતને નિહાળી. દમદાર વ્યકિતત્વ સભર એની છબિ અરીસામાં જોઈ એપોતે મોહી પડી.5/7ની પ્રમાણસર હાઈટ,ઝઞારા મારતી સ્નીગ્ધ ગૌર ત્વચા.આકર્ષક ચહેરો અને ભરાવદાર લેયરકટ હેર અને ટીશર્ટ, શોર્ટમાં બેહદ સુંદર લાગતી હતી.પોતાના નખને શેઈપ આપીને પોલિશ કર્યા પછી તેણે"રાજ સહાની"ની એડમાં એપ્લાય કર્યુ.પોતાના પોર્ટ ફોલિયોને એણે એકવાર ચેક કરી લીધો.

      નાસ્તાના ટેબલ પર સૌની સાથે બેસી ચા- નાસ્તો કરવાનો નિયમ હતો.ટેબલ પર પૂરો પરિવાર સાથે બેસી સવારે ચાનાસ્તો કરતા.રજનીભાઈ અને માધવીબેનના પરિવારમાં બે દિકરા વહુ 

પૃથા- વેદ./ધરા--વિશ્વ અને તેઓની એકમાત્ર લાડકી દિકરી આશ્લેષા હતી.રજનીભાઈને ગારમેન્ટનો બિઝનેસ હતો.પૃથા અને ધરાને ફેશન જવેલરીનો શોરુમ હતો.પૂરા સુરતમાં એની જવેલરીને ખૂબ પસંદ કરતા લોકો.....

માધવીબેન એની સમાજની બહેનપણીઓ હાથે પાર્ટી પિકનીક કરતા.રોટરી અને લાયન્સ ક્લબમાં મેમ્બર હતા એની મિટીંગ તેમજ કાર્યક્રમો 

માં જતા આવતા અને વ્યસ્ત 

રહેતા.રજનીભાઈને બહોળુ 

મિત્રવર્તુળ હતુ.અએ બધા સંપર્કો ધંધાકિય હતા.એટલે રજનીભાઈ બધા સાથે બહાર જ હળવા મળવાનુ રાખતા.એની ઓફિસથી સાંજે આવ્યા પછી સવારે 10 વાગે જવા નીકળે ત્યા સુધીએ માત્ર પરિવાર સાથે જ સમય પસાર કરતા હતા.

રજનીભાઈ સાથે એના બૈઉ દિકરા બિઝનેસમાં જોડાયેલા હતા.રજનીભાઈએ શિસ્ત બધ્ધ ઈમેજ બનાવી હતી પોતાના બિઝનેસ ફિલ્ડમાં....

એના બેઉ દિકરા વેદ અને વિશ્વ પાપાનો પડયો બોલ ઝીલતા હતા.રજનીભાઈએ ફેશન ગારમેન્ટનો બિઝનેસ લંડનમાં પણ જણાવ્યો હતો.વારાફરથી અનુકૂળતા

મુજબ રજનીભાઈ/વેદ/ વિશ્વ આવતાજતા રહેતા હતાં.પરિવારમાં આશ્લેષ સૌથી નાની હોવાથી લાડકી હતી.એ થોડી જિદ્દી પણ હતી.એના દરેક શોખ રજની

ભાઈએ પૂરા કર્યા હતા.એને 

21માં જન્મ દિવસે કાર ભેંટ આપી હતી.એની દરેક ખ્વાહિશ પૂરી કરવામાં આવી હતી.આથી આશ્લેષા પણ પરિવારનાં સહુ લોકો સાથે પ્રેમનાં અભિન્ન તાંતણે

જોડાયેલી હતી.એની ચોઈસ મુજબ એણે M.B.A કર્યુ. નાની ઉમરથી એણે ભરત નાટયમની 7વર્ષની તાલિમ 

લીધેલી.અને હવે આરંગેત્રમ ની તૈયારી કરતી હતી.એની પસંદની આડે હજુ સુધી કયારેય કોઈએ હસ્તક્ષેપ કર્યો ન્હોતો.

ડાઇનીંગ ટેબલ પર રજની ભાઈએ દિકરીને જોઈને કહ્યુ

" આશુ,કેમ ચાલે છે તારુ ભણવાનું! "

આશ્લેષાએ મિલ્ક શેક પીતા

કહ્યુ:

"ઓ પાપા,તમને ખબર જ છે.મે હમણાં જ M.B.A ની એકઝામ આપી.હવે મારે મારાં આરંગેત્રમની તૈયારી કરવાની છે.પછી હું તેમાં આગળ કરીશ...."

માધવીબેને કહ્યું :

"હવે આશુ 22 વર્ષની થઈ. એના લગ્ન માટે હવે વિચારવાનું છે.એનું ભણવાનું પણ હવે પુરુ થઈ ગયું છે.આપણાં સમાજમાં એને લાયક ઘર શોધવાનું શરું કરવું જરુરી છે."

આશ્લેષા આ વાત સાંભળી ચમકી અને વિરોધ કરતા બોલી:

"મને મારી કારકિર્દી બનાવવી છે.મારો હમણાં લગ્નનો કોઈ

ઈરાદો નથી મોમ.મને ઈચ્છા થશે ત્યારે હું સામેથી કહીશ"

વાતાવરણમાં એકદમ સોપો પડી ગયો. બધા સ્તબ્ધ થઈ ગયા.પૃથા,ધરા,વિશ્વ અને વેદ એકબીજા સામે મૂંઝવણથી જોઈ રહ્યા.

રજનીભાઈએ ઉભા થતા કહ્યું :

" અત્યારે આ વાતની અહીં

ચર્ચા કરવાનો અર્થ નથી.

આશુ તારુ આરંગેત્રમ પુરું થયે તું મારી સાથે લંડન આવીશ.મારા પ્રોજેકટમાં 

તારે જોઈન કરવુ પડશે.અને

એ બહાને લંડનમાં તું રહી શકીશ.તારે ફરવાનું થઈ જશે"

આશ્લેષાને કશુંજ બોલવાની

તક આપી નહી રજનીભાઈ એ.એનો પ્રભાવ જ એવો હતો કે એ જયા હોય ત્યા લોકોએ સ્વીકારવો જ પડે એનો ફેંસલો.એવી એના વ્યકિતત્વની ગરિમા હતી.

     રાજસહાની ના બેનર તરફથી સ્ક્રીનટેસ્ટ માટે એને ડેટ આપવામાં આવી હતી. સુરતમાં 2દિવસ પછી હોલી ડે ઈન હોટલમાં એનો સ્ક્રીનટેસ્ટ હતો.એ દિવસે અભીલાષા એ બ્યુટીપાર્લરમાં

જઈ ફેસિયલ/વેકસ/બ્લીચ/

મેનીકયોર/પેડીકયોરની ટ્રીટ મેન્ટ લીધી.હેરસ્પા/હેરટ્રીમ અને બ્લોડ્રાય કરાવ્યા.ત્યાર બાદ એ સવારે સ્ક્રીનટેસ્ટ માટે તૈયારીમાં લાગી ગઈ. ભાવવાહી સંવાદ બોલવા અને એના પર અભિનય કરવાની પ્રેક્ટીસ કરવામાં લાગી ગઈ.સ્ક્રીનટેસ્ટનો દિવસ આવી ગયો.પીકોક કલરના વર્ક વાળાં ઈવનીંગ ગાઉનમાં ખૂબ સોહામણી લાગતી હતી અભિલાષા.

લાઈટ મેકઅપ,ગરદન પર ડાયમંડનો ઉઠાવ આપતો આકર્ષક નેકલેસ,કાનમાં  ડાયમંડ અને મેચિંગ સ્ટોનના લોંગ એરિંગ.કાંડા પર નાજુક ડાયમંડનું બ્રેસલેટ.

હાથમાં મેચિંગ ગૂચીનું બ્રાન્ડેડ પર્સ.કોઈ અપ્સરાથી જેવી લાગતી અભિલાષા,લચકાતી કમર અને કમર પર એકદમ નાજુક ડાયમંડનો બેલ્ટ.ફેસ પર રિબનના ગોગલ્સ અને મોં પર તદ્દન 

હળવાશ...હોલી ડે ઇનના સ્યુટરુમ કે જયાં સ્ક્રીનટેસ્ટ ચાલતો હતો.ત્યા જઈ તેણે રજીસ્ટ્રેશન કરાવ્યું.અને પછી સ્ટુડિયો તરફ ગઈ. એની એન્ટ્રી જ એટલી દમદાર હતી કે સૌનું ધ્યાન એના તરફ કેન્દ્રિત થયુ. ના કંપનીનાં Director મિ.સલીમે એને બોમ્બે આવવા માટેનું મભમ આમંત્રણ આપી દીધુ.અને અભિલાષા ઘરે આવીને સમગ્ર ક્રમને પોતાની દ્રષ્ટિ થી વિચારવા લાગી.

    અભિલાષાની આગામી ચિત્રપટ માટે પસંદગી થયાની વાતની જાણ શહેરમાં વાયુ વેગે પ્રસરી ગઈ.રજનીભાઈ

અને માધવીબેને આ બાબતે  કડક શબ્દોમાં આભિલાષાને ફરમાન આપી દીધુ.અતયાર સુધી બધું ઠીક હતુ.હવે આને અભિનય સુધી લઈ જવું આપણને નહી પાલવે.આ બધુ હવે સંકેલી લો.આપણે 

પૈસાનો સવાલ નથી.રહી વાત પ્રવૃતિનીતો પરિવારના બિઝનેસમાં યા તો જવેલરીના શોરુમમાં કરો ટાઈમપાસ.

બાકી ફિલ્મોમાં કામ કરવાનો સવાલ જ આવતો નથી. અભિલાષા ચૂપચાપ સાંભળી રહી.એની મરજી પૂછવામાં જ આવી ન્હોતી.જિંદગીમાં મળેલી અપોર્ચ્યુનીટી એ કોઈપણ ભોગે ગુમાવવા તૈયાર ન્હોતી...

   .      2દિવસ પછી ઇમેઇલથી અભિલાષાને જણાવવામાં આવ્યુ કે રાજ સહાનીના આગામી પ્રોજેકટ માટે મુખ્ય રોલ માટે પસંદગી કરવામાં આવી છે.અને સાથે એક કોન્ટ્રેક્ટ મોકલવામાં આવ્યો હતો.જે મુજબ તેને આગામી ચિત્રપટ માટે 5વર્ષનો કોન્ટ્રેક્ટ સાઈન કરવા નો હતો.જે મુજબ એ કોઈ

પણ રીતે તે 3વર્ષ સહાની નું બેનર છોડી નહી શકે.આ સિવાય તેને આ ફિલ્મ માટે 25 લાખ આપવામાં આવશે.

અને રહેવા માટે ફલેટ કંપની તરફથી અને ઈનીશીયલ તમામ જરુરિયાત"સહાની"

પુરી પાડશે.સ્તબ્ધ રહી ગઈ આશ્લેષા...આ તક એને પોતાના દમ પર મળી હતી. કોઈપણ રીતે એ એને કોવા તૈયાર ન્હોતી.શું કરે એ ! એને ખાતરી હતીકે પરિવારમાં કોઈનો સાથ મળવાનો સવાલ જ ઉપસ્થિત થતો ન્હોતો.શુ કરે એ !!! 

    સવારે અભિલાષાએ ઘર છોડયુ....એક પત્ર મૂકીને.

મા પાપા....

      આપને છોડીને જઈ રહી છું.મારી જિંદગીની લડાઈ લડવા.મને મળેલ તક માં તમે સામેલ થયા હોત તો

મારી જિંદગી હું અત્યારે ખૂબ 

ખુશ હોત.પાપા તમારી પાસે થી શીખી છુ સપનાને પૂરાં કરવા જિંદગી આખી ઝઝૂમવુ પડે.બસ હું એ જ રાહ પર છું.મને સફળતા મળે ત્યારે આપના સમર્થનની રાહ જોઈશ.

માફ કરી શકશો પાપા !....

આપની જિદ્દી દિકરી આશુ...


Rate this content
Log in

Similar gujarati story from Drama