rekha shukla

Action Inspirational Others

3.2  

rekha shukla

Action Inspirational Others

કામિકા એકાદશી

કામિકા એકાદશી

1 min
126


અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે. કામિકા એકાદશી અષાઢ મહિનાના વદ પક્ષમાં આવે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. કામિકા એકાદશી બધી જ મુખ્ય એકાદશીઓમાં ખાસ માનવામાં આવે છે. 

ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કથા મુજબ વાત એમ છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. 

પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાનવિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. શ્રીમદ્દ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપેય યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનુ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Action