કાળમુખો કોરોના
કાળમુખો કોરોના
વિશ્વમાં કોરોના નામનો વાઇરસ ફેલાયો છે. આખુ વિશ્વ કોરોનાના ભરડામાં સપડાઈ ગયું છે. તમામે તમામ વસ્તુઓ બંધ થઈ ગઈ. લોકો જ્યાં હોય ત્યાં જ લોકડાઉન થઈ ગયા. પોતાના પગ સિવાયના તમામ પૈંડા ચાલતા બંધ થઈ ગયા. અચાનક જ માણસ ટપોટપ મરવા લાગ્યાં. ચારે દિશઓમાંથી મોતના સમાચાર સંભળાવા લાગ્યાં. દરેક ને કોરોના ની બીક લાગવા લાગી.
અભય અને મીતા અને તેમના ત્રણ વર્ષનો નાનકડો પાર્થ ખૂબ જ સુખી પરિવાર. હસતું, ખેલતું અને આનંદમાં દિવસ વિતાવતું...કોરોના ના બધા સમાચારો અને વાતો જાણી ખૂબ જ કાળજી સાથે જીવતું. મીતા તો પાર્થ ને જરાય વેગળો ના મૂકે... તેની ખુબ કાળજી રાખે.. ઘરમાં પણ સતત બધી વસ્તુની સ્વચ્છતા રાખે... અને છતાંય...
અચાનક એક દિવસ પાર્થ બીમાર પડ્યો, તેને દવાખાને લઈ ગયા. નાનકડો પાર્થ કોરોનામાં સપડાઈ ગયો. તેને બધાથી અલગ પાડી દેવામાં આવ્યો. કોરોના કોવિડ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો... અભય અને મીતાની તો આ જોઈને, જાણીને, દશા જ ખૂબ ખરાબ થઈ ગઈ.
" મમ્મી-પપ્પા ગળામાં દુઃખે છે.. બહુ દુ:ખે છે.." નાનકડો પાર્થ ખુબ બૂમો પાડે છે. મમ્મી -પપ્પા અસહાય છે, પાસે જઈ શકતા નથી.. ડોક્ટરો જવાની ના પાડી છે.. શ્વાસ લેવામાં તકલીફ પડે છે...ચીસો પાડે છે... રડે છે... તરફડે છે... ફકત ત્રણ જ વર્ષ નો પાર્થ...ધીમે...ધીમે... ચીસ પણ શાંત થઈ ગઈ.. ડૉક્ટરે ખૂબ પ્રયત્ન કર્યો... પણ.. નાનકડો જીવ... ક્યાંથી સહન કરે.. પાર્થ રામશરણ થઈ ગયો..
અભય અને મીતા આ દ્રશ્યો જોઈ ભાંગી પડ્યા.. નજર સામે હસતો,ખેલતો કાલી ઘેલી ભાષામાં બોલતો.. ત્રણ વર્ષનો પાર્થ કોરોના ના ભરડામાં..... અંતિમ મુખ દર્શન પણ ના થયા....કોઈ વિધિ પણ નહીં.... તેને અડવાનું પણ નહીં....હાય રે કાળમુખો કોરોના.
આજે ઘણા દિવસો પછી અભય અને મીતા ધીમે ધીમે સ્વસ્થ થયા. કોરોના નો કહેર આજે પણ યથાવત છે. ત્યારે અભય અને મીતા રોજ બધાને માસ્ક, મોજા, સેનીટાઇઝરનું વિતરણ સામાન્ય ભાવમાં કરે છે. ગરીબોને, બાળકોને, મફતમાં આપે છે સાવચેતીની સાચી સમજ આપે છે. આમ સાચા કોરોના વોરિયર્સ બન્યા છે.
આજે અભય અને મીતા જેવા ઘણાં કુટુંબો છે જેમણે કોઈ ને કોઈ ઘર નો સદસ્ય ગુમાવ્યા હશે, પણ અભય અને મીતા... જે કાળમુખા કોરોના એ એમનો દીકરો છીનવી લીધો એની સામે એ બધાના દીકરા - દીકરીઓને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.. એમને શત શત નમન.
