કાલિમા
કાલિમા
રાત્રિની નીરવતાને વિક્ષિપ્ત કરતાં તમરા, દેડકાના અવાજો સાથે વિજળીના કડાકા ભડાકા સાથે મેઘ મલ્હાર ગાઇ રહ્યો છે. વાતાવરણ માદક છતાં ડરાવણું પણ છે. એવામાં દૂર ઝાંખા પ્રકાશમાં ઘરની અંદર એક પડછાયો હલી ચલી રહ્યો છે. જાણે જીંદગીનું કોઈ છાનું જંતર વાગી રહ્યું હોય.
ચાનક તે પડછાયો મુખ્ય દરવાજાથી બહાર આવી ધનઘોર મેઘલી રાત્રીના અંધકારમાં કંઇક ફંફોરવા લાગે છે. ઝાડના મૂળમાં આવેલ બાકડા પર બેસી સખત વરસાદી અષાઢી રાતમાં જાણે પોતાની આત્મા પલાળી રહ્યો હતો. એવામાં પાછળથી અવાજ આવ્યો ચેતન, વિનોદ શું બાળકની જેમ વરસાદ જોવે છે. વિનોદ પેલા સામે અનિકેત કાકા, ચેતનના પપ્પા બેટા તે મારો દોસ્ત છે. આવીજ એક રાતે અમે બધાં મિત્રો પાર્ટી કરી રહ્યા હતાં ત્યારે શરત જીતવા માટે અગાઉ ઘડાયેલ યોજના હેઠળ રૂપજીવની અનિકેતને પલળતી મળે છે એ છે એ પહેલાં તે પોતાના નયનોથી અનિકેતને પ્રેમ અભિવ્યક્તિ કરી ચૂકી હતી. અનિકેત તેણીને બધા વચ્ચે કહે છે -
"વરસાદ વરસ્યો તરબોળ
મન હૈયુ ઓળઘોળ
તું પલળે એ વરસાદમાં
કેમ ગમે તને પલળવું મારા વગર"
અને ગુલાબ આપે છે. રૂપજીવની હસીને કહ્યું હતું અભિનંદન ભાઈ એ સાંભળીને બધા હશે છે. અનિકેત અવાક છે. તરત તે કાગળમાં કંઈક લખી તેના તરફ ફેંકે છે જેમાં એક ટુકડો મારી પાસે છે -
"નઠારી ને લાગણી દીધી
જીંદગી ભૂંડી કીધી
મળવુજ ન હતુ તારે
તો આંખના ઈશારે
શા માટે ઉપાદિ દીધી "
મને વિરહ મૃત્યુનો નહીં જીવનનો છે. કાલિમા અષાઢી રાતની નહીં તારા જીવતરની છે. પછીથી દર અષાઢી રાતમાં તે આ હાલમાં હોય છે. ચેતન પપ્પા પેલીનું શું થયું ? આ રાત જવાદે અજવાસમાં વાત કરીશું ચાલો સૂઈ જાવ.

