STORYMIRROR

Mariyam Dhupli

Crime Thriller Tragedy

3  

Mariyam Dhupli

Crime Thriller Tragedy

કાચ

કાચ

1 min
800


"તું પૈસા પરત કરવાની ચિંતા સહેજે ન કર , તારી અનુકૂળતા મુજબ ચૂકવી દેજે . હું સમજુ છું , પતિ વિનાનું જીવન સહેલું ક્યાં હોય ?"

અગમ્ય સ્પર્શને હડસેલી અનુરાધાએ શેઠને ધક્કો માર્યો .

શેઠના હાથે કાચનો ગ્લાસ ટુકડા થઇ વીખરાયો .

કાચનો એક ટુકડો થામી શેઠે ત્રાંસી નજરે અનુરાધાને જોયું .

" સ્ત્રી પણ આ કાચ જેવીજ હોય છે,અત્યંત નાજુક ...."

અચાનક થામેલો કાચનો ટુકડો ચામડીનું સ્તર ભેદી હળવો હથેળીમાં પ્રવેશ્યો .

અસહ્ય પીડાથી શેઠના મોઢે આહ નીકળી આવી .

શેઠની નજર ઉપર ઉઠી અને આત્મા ડરથી કંપી ઉઠી .

એમની હથેળીમાંથી ટપકી રહેલું લોહી અનુરાધાની આંખોમાં કઈ રીતે પહોંચી ગયું ?


Rate this content
Log in

Similar gujarati story from Crime