STORYMIRROR

Heena Dave

Thriller

4  

Heena Dave

Thriller

જોગાનુજોગ

જોગાનુજોગ

4 mins
479

  આજે ઓફિસેથી નીકળતા મોડું થઈ ગયું, સાંજ તો સરસ મજાની પડી હતી અને તેમાં વળી રિમઝીમ ટપટપ વરસાદ.. 

  "ગરજત બરસત સાવન આયો રે, લાયો ના હમારે બિછડે બલમવા સખી ક્યા કરુ હાય...... 'ગીતના સુમધુર શબ્દો ને વાગોળતી, સંગીતમય પગલા લેતી, વરસાદની મજા માંણતી ધીમે ધીમે ચાલતી હતી. મારે મન ભરીને શ્વાસ લેવો હતો. વરસાદ અને જમીનની મીઠી મીઠી ખુશ્બુ મારા તન બદનમાં વ્યાપી રહી હતી.

 ત્યાં જ એક બા..અહં... બા નહીં મોર્ડન બા જોયા. તે પણ મારી માફક ધીરા ધીરા ચાલી રહ્યા હતાં. સફેદ પણ બોયકટ વાળ, મજેની વાદળી સાડી,.... સરસ લાગતા હતાં. આજના શબ્દોમાં કહીએ તો ક્યુટ લાગતા હતાં. હું ચાલતી ચાલતી તેમની આગળ-પાછળ થઈ રહી હતી. ન જાણે કેમ? મને તેમની ચાલમાં થોડી હતાશા લાગી. અને... અને.....

  આ શું? 

મારા મોઢામાંથી ચીસ પણ નથી નીકળી શકતી. હેબતાઈ ગઈ હું. બા આવતી બસ નીચે કચડાઈ ગયા હતાં. હું ધબકારા ચૂકી જવા લાગી. શ્વાસ પણ રૂંધાવા લાગ્યો. ટોળું જમા થયું હતું. એટલામાં કોઈએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી. બાને હોસ્પિટલમાં દાખલ કરી લીધા. અરે મને પણ કોઈકે ધક્કો દઈને બા ની સાથે એમ્બ્યુલન્સમાં બેસાડી દીધી. જાણે હું તેમની સગી ન હોઉ ?

  બા ને પલંગમાં સૂવાડ્યા હતાં. બાને લોહીના અને ગ્લુકોઝના બાટલા ચાલુ જ હતાં. કેવું આશ્ચર્ય ? મારુ અને આ બાનું લોહીનું ગ્રૂપ એક જ ?

  થોડીવાર રહી બા એ આંખો ખોલી, આસપાસ કોઈ ના હતું, મારા સિવાય. આંખના ઇશારાથી બા એ મને બોલાવી. હું નજીક ગઈ, હાથમાં હાથ આપી "ઈશુ...ઇશુ... "બોલ્યા. આંખ સ્થિર થઈ ગઈ.

  ફરી હું ધબકારા ચૂકી જવા લાગી, શ્વાસ રુંધાવા લાગ્યો, ચીસ ગળામાં અટકી ગઈ, 'કોણ છે આ ? કોણ છે ઈશુ ? "ડૉક્ટર આવ્યા અને કહ્યું "તમારા સગા મૃત્યુ પામ્યા છે."

 મેં કહ્યું, "હું આમને ઓળખતી જ નથી."

 પોલીસને પણ આ જ જણાવ્યું. "માત્ર માનવતા ખાતર આમની સાથે હું અનાયાસે આવી છું."

  "હું શીલા નાયક, સોગંધ ખાઈને કહું છું આ બાને હું જાણતી નથી. કાલે સાંજે ઓફિસેથી છૂટયા બાદ હું ચાલતી હતી.....' અને પછી બધું જ પોલીસ ઇન્સ્પેકટરને કહ્યું.

  રાજવી દરબાર, ખૂબ ભલા અને મદદગાર ઇન્સ્પેક્ટર નીકળ્યા. બીજે દિવસે પેપરમાં જાહેર ખબર આવી. લાશની ઓળખાણ માટે. પણ કોઈ ના આવ્યું. 

  આમ ને આમ સાત દહાડા ગયા અને નિરાશ થયા.

હું, ફરી પાછી ઓફિસ, એ જ જિંદગીની ઘટમાંળ ચાલુ થઈ ગઈ.

  રાવજી, આમ તો ઓફિસમાં સમયસર આવે અને ખૂબ હસમુખો, અમને બધાને હસાવતો જાય અને ચા આપતો જાય. રાવજી આજે મોડો આવ્યો. ઉદાસ હતો. દરરોજ હસાવતો રાવજી આજે ખુદ જ દુઃખી હતો. ઓફિસના જાણે બધા જ ઉદાસ થઈ ગયા અને છેવટે પૂછ્યું, "રાવજી શું થયું છે આજે ?"

"કંઈ નહી બેન અમથું આતો..."

"ના..ના. ..બોલ ને.."

 "અમારી નજીકના ફ્લેટમાં એક બેબી રહે છે. તે સાંભળી, બોલી કે જોઈ શકતી નથી. તેને એક બહેન રાખે છે. કારણ કે તેના માતા પિતા મૃત્યુ પામ્યા છે. બેબી પાસે મિલકત છે પણ તે તેના બા પાસે છે. અને બા અહીં આવવા માટે દશેક દિવસ પહેલા નીકળ્યા છે, પણ હજી પહોંચ્યા નથી. પેલી બેબી જે બહેન પાસે રહે છે તે પણ હવે તેને રાખવાની ના પાડે છે. આવું જોઈને દુઃખ થાય ને બહેન ?"

  હા..... બધા જ આ સાંભળી દુઃખી થયા. અને અને બધા જ ફરી કામમાં ડૂબી ગયા. 

  ઓફિસ છૂટી હું ચાલવા લાગી, એક અહેસાસ થયો કે આગળ પાછળ કોઈ છે.... ઠંડી હવા નું લહેરખૂ શરીરમાં ફરી વળ્યું. પણ પરસેવો પણ થઈ ગયો, મન મુંઝાવા લાગ્યું, આવું કેમ થાય છે ? બસ ના હોર્નથી હું હેબતાઈ ગઈ, અચાનક યાદ આવ્યું આ બા એ જ હશે ? 

"રાવજી....રાવજી. .."હું ફરી ઓફિસ પાછી ફરી.

"શું થયું બેન ? કેમ પાછા ?"

"રાવજી. પેલી બેબી નું નામ શું છે ?"

"ઈસુ. ..ઈશિતા...."

"બસ...... હું ધબકારા ચૂકી ગઈ. મેં તેને કહ્યું મને તું ત્યાં લઈ જા."

 રાવજી મને ઘરે લઈ આવ્યો. થોડીક જ દૂર ફ્લેટમાં એક બેબી બાલ્કનીમાં બેઠી હતી. રાવજી ત્યાં લઈ ગયો. ઈશુને રાખનાર બહેનને મળી. તેણે જણાવ્યુ "બા આવે...એટલે હું જાઉ... "મેં બધી વિગત માંગી.

 "નીલિમા નાયક, રહે નાગપુર, પોલીસ ચોકી પાસે. 

ઉંમર વર્ષ 54. 

એકલાજ, 

  દીકરો વહુ એક્સિડન્ટમાં એક મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા છે. 

  દીકરાએ લવ મેરેજ કર્યા હોવાથી મા દીકરા, વહુ વચ્ચે સંબંધ જ નહોતો. અરે દીકરા વહુ ના મૃત્યુની જાણ પણ તેમને ખૂબ મોડી થઈ. તેથી અહી આવવા નીકળ્યા હતાં.

  બસ, આ બધું રાજવી દરબાર ને જણાવ્યું અને પછી ચાલુ થયો તપાસનો દોર....

 બધું જ મળી આવ્યું.... 

  એક ફોટો, એ જ બા... ઇન્સ્પેક્ટરે પૂછ્યું ",આ મિલકત જે નાનો સો.. ફ્લેટ હતો અને બીજું બધું તેની હકદાર વારસ માત્ર ઈશિતા, પણ ઈસુ તો બોલી શકતી નથી, જોઈ શકતી નથી, સાંભળી શકતી નથી."

બા એ મારો હાથ માંગ્યો હતો અને મેં એમને હાથ આપ્યો હતો. એક વચન હતું ઈશુનું .. તેની સંભાળ રાખવાનું.

  હું ઈશિતા સાથે ફ્લેટમાં આવી ગઈ. હું શીલા નાયક, નિરાધાર, ત્યજાયેલી સ્ત્રીને પ્રભુએ આશરો આપ્યો. અને તે પણ કેવો ? એક દીકરી ઘર અને બધું જ. મને આનાથી વિશેષ શું જોઈએ ?

 પણ તમને એવું નથી લાગતું ? શીલા નાયક અને નીલિમા નાયક.... અરે લોહીનું ગ્રૂપ પણ એક જ.

પ્રભુ, તારી લીલા કોઈ એ.. .જાણી છે કે જાણી શકે ?


Rate this content
Log in

Similar gujarati story from Thriller